/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-gas-cylinder-price-less.jpg)
કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે.
Centre hikes LPG subsidy for Ujjwala Yojana beneficiaries : નવરાત્રી - દિવાળી ના તહેવારો પહેલા સરકારે રાંધણગેસના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની સબસિડી વધારીને 300 રૂપિયા કરી છે. પાછલા મહિને પણ સરકારે રાંધણગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હતા. નોંધનિય છે કે, જેમ જેમ લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારે ગ્રામીણ અને ગરીબ- મધ્યમ વર્ગની વોટ બેંકને આકર્ષવા માટે એક પછી એક આકર્ષક ઘોષણા કરી રહી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીને માત્ર 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે (LPG Cylinder Price for Ujjwala Yojana beneficiaries)
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, પીએમ મોદીના વડપણ હેઠળ કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડીને 300 રૂપિયા કરી દીધી છે. જેથી હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે એક રાંધણગેસનો સિલિન્ડર માત્ર 600 રૂપિયામાં મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-LPG-cylinder.jpg)
તેલંગાણામાં 889 કરોડના ખર્ચે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી સ્થપાશે, હળદર બોર્ડની રચના કરાશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઉમેર્યુકે, કેન્દ્રીય કેબિનેટે તેલંગાણામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી સ્થાપવા પણ મંજૂરી આપી દીધી છે. આ યુનિવર્સિટી પાછળ 889 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય હળદર બોર્ડની રચનાને પણ મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસ પહેલા તેલંગાણામાં આ બંને જાહેરાત કરી હતી. ભારત હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. ભારતમાં હળદરની નિકાસનો લક્ષ્યાંક 8400 કરોડ રૂપિયા છે. હવે આ માટે બોર્ડની રચના લક્ષ્ય હાંસલ કરવામાં ઘણી આગળ વધશે.
ઉજ્જવલા યોજના 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. યોજનાના લાભાર્થીઓને પ્રથમ વખત મફત ગેસ સિલિન્ડર અને ગેસ સ્ટવ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.60 કરોડ ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી ત્રણ નાણાકીય વર્ષમાં ઉજ્જવલા યોજના હેઠળ નવા 75 લાખ ગેસ કનેક્શન આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ રિફિલ અને સ્ટોવ મફત આપવામાં આવે છે. આ યોજનાનો ખર્ચ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઉઠાવે છે.
કેન્દ્ર સરકારે પણ રક્ષાબંધન પર મહિલાઓને મોટી ભેટ આપી હતી
એક મહિના પહેલા ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે રક્ષાબંધન પર મહિલાઓને મોટી ભેટ આપી હતી. સરકારે ઘરેલું સિલિન્ડરની છૂટક કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 400 રૂપિયા સસ્તો કર્યો હતો. ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા 9.6 કરોડ લાભાર્થી પરિવારોને પહેલાથી જ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી જે હવે વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us