(યશી) Lucknow Nawab Wajid Ali Shah Life Style and 365 wives: લખનઉના છેલ્લા નવાબ વાજીદ અલી શાહ તેમના નવાબી શોખ માટે બહુ પ્રખ્યાત હતા. લખનઉના છેલ્લા નવાબ વાજીદ અલી શાહને જ્યારે અંગ્રેજોએ સત્તા પરથી હટાવ્યા ત્યારે તેમણે બ્રિટન જઈને રાણી વિક્ટોરિયા સમક્ષ આજીજી કરવાનો નિર્ણય કર્યો. નવાબે વિચાર્યું કે રાણી પોતે શાહી પરિવારની છે, તેથી તેમને સમજી શકશે. નવાબ વાજીદ અલી શાહ તેમની માતા મલિકા કિશ્વર બહાદુર ફખર-ઉઝ-જમાની ઉર્ફે જનાબ-એ-આલિયા, ભાઈ સિકંદર હસમત, નજીકના મંત્રીઓ અને સંબંધીઓ સાથે ઈંગ્લેન્ડ જવા માટે કલકત્તા પહોંચ્યા હતા.
કલકત્તા પહોંચતા જ નવાબનું મન બદલાઈ ગયું
ઈતિહાસકાર રુદ્રાંગશુ મુખર્જી લખે છે કે, ગાદી પરથી હટાવ્યા બાદ નવાબ વાજિદ અલી શાહ ખૂબ જ દુખી હતા. કલકત્તા જતા રસ્તામાં તેમણે “બાબુલ મોરા નૈહર છૂટો જાય…” ગીત લખ્યું હતું. નવાબ જ્યારે કલકત્તા પહોંચ્યા ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. તેમની એક બેગમ તેમના પુત્ર સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ.
" class="wp-image-176774" width="729" height="1024" srcset="https://images-gujarati.indianexpress.com/2023/08/image.png 759w, https://images-gujarati.indianexpress.com/2023/08/image.png?resize=214,300 214w, https://images-gujarati.indianexpress.com/2023/08/image.png?resize=729,1024 729w, https://images-gujarati.indianexpress.com/2023/08/image.png?resize=650,913 650w" sizes="auto, (max-width: 729px) 100vw, 729px" />
બ્રિટિશ સરકારને ખબર હતી કે નવાબ વાજીદ અલી શાહને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે પરંતુ લખનઉ અને આસપાસના વિસ્તારોમાં તેમની ઠાક અકબંધ હતો. આનું ઉદાહરણ 1857ની ક્રાંતિમાં જોવા મળ્યું હતું. 1857ની ક્રાંતિની આગ જ્યારે અવધ સુધી પહોંચી ત્યારે અંગ્રેજ સરકારને લાગ્યું કે નવાબ વાજીદ અલી શાહનો તેમાં હાથ હોઈ શકે છે. નવાબને કેદ કરવામાં આવ્યો અને તેને ફોર્ટ વિલિયમ મોકલવામાં આવ્યો, જ્યાં તે લગભગ બે વર્ષ રહ્યા.
1857ની ક્રાંતિ અને જેલમાંથી છૂટ્યા બાદ બંગલો નંબર-11 મળ્યો
નવાબ વાજીદ અલી શાહને ફોર્ટ વિલિયમમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે અંગ્રેજોએ તેમને કલકત્તા શહેરથી દૂર હુગલી પાસેના મટિયાબુર્જમાં રહેવા માટે જગ્યા આપી. આ સાથે દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન પણ બાંધવામાં આવ્યું હતું. નવાબને જે બંગલો નંબર 11 મળ્યો હતો તે એક સમયે કલકત્તાના મુખ્ય ન્યાયાધીશ સર લોરેન્સ પીલ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો અને પાછળથી બર્દવાનના રાજા ચાંદ મહેતાબ બહાદુરને સોંપવામાં આવ્યો હતો.
લખનઉના નવાબ વાજીદ અલી શાહને હતી 365 પત્નીઓ
ઈતિહાસકાર રોઝી લેવેલીન-જોન્સ તેમના પુસ્તક ધ લાસ્ટ કિંગ ઈન ઈન્ડિયાઃ વાજીદ અલી શાહમાં લખે છે કે નવાબે કેટલાય કિલોમીટરમાં ફેલાયેલા આ વિશાળ બંગલાને સુલતાન ખાના નામ આપ્યું હતું અને અંદર એક ખાનગી મસ્જિદ પણ બનાવી હતી. નવાબ વાજીદ અલી શાહ લખનઉથી આવ્યા ત્યારે તેમની 365 પત્નીઓ, બાળકો, મંત્રીઓ, રસોઈયા, કુલીઓ, રક્ષકો અને નોકરો પણ તેમની સાથે કલકત્તા આવ્યા હતા.
વાજીક અલી શાહે એક સાથે 27 પત્નીઓને આપ્યા તલાક
ભલે અંગ્રેજો નવાબ વાજીદ અલી શાહને મહિને એક લાખ રૂપિયાનું ભથ્થું આપતા, પરંતુ તેનાથી તેમની જરૂરિયાતો માંડ માંડ પુરી થતી હતી. આ દરમિયાન, નવાબની એક બેગમ માશુક મહેલના પુત્રએ અંગ્રેજોને ફરિયાદ કરી કે નવાબે તેની માતાને તેના જીવનનિર્વાહ માટે પૂરતા પૈસા આપ્યા નથી. અંગ્રેજી સરકારે નવાબને માશુક મહેલના ભથ્થામાં મહિને 2500નો વધારો કરવાનો આદેશ આપ્યો.
The Life and Times of the Nawabs of Lucknow પુસ્તકના લેખક રવિ ભટ્ટ લખે છે કે, વાજીદ અલી શાહ અંગ્રેજોના આ આદેશથી બહુ ખોટુ લાગ્યું અને 31 જુલાઈ, 1878ના રોજ તેમણે માશુક મહેલ સહિત તેમની 27 પત્નીઓને એક જ દિવસે તલાક આપી દીધા હતા. અંગ્રેજોને કહ્યું કે તેમની સ્થિતિ સારી નથી અને તેમનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ નથી.