/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Mahadev-gambling.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે યુએઈમાં પોતાના માટે એક પ્રકારનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધુ હતુ. (એક્સપ્રેસ ફોટો)
ED Mahadev App Case Link Dawood Ibrahim : મહાદેવ એપ કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ની તપાસમાં મહાદેવ ગેમિંગ એપ કેસનું કનેક્શન હવે પાકિસ્તાનમાં છુપાયેલા મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ સુધી પહોંચ્યુ છે. દુબઈમાં લગ્ન દરમિયાન 200 કરોડ રૂપિયા ખર્ચવાના કિસ્સા બાદ ભારતીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સ્કેનર હેઠળ આવેલા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના મોસ્ટ વોન્ટેડ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે પણ સંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઇડીની તપાસમાં જાણવા આવ્યું કે, મહાદેવ ગેમ્બલિંગ એપના માફિયા ચંદ્રાકર અને ઉપ્પલની પાકિસ્તાનમાં છુપાયેલા ભાગેડુ ગેંગસ્ટર દાઉદના ભાઈ મુશ્તાકીમ ઈબ્રાહિમ કાસ્કર સાથે ઊંડી અને વ્યવસાયિક ભાગીદારી છે.
દુબઇમાં સૌરભ ચંદ્રાકરની મદદ કરતી હતી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ, લોરેન્સ બિશ્નોઈને ધમકાવ્યો હતો
મહાદેવ બેટિંગ એપ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ ઈબ્રાહિમ સાથે મળીને પાકિસ્તાનમાં પણ ઓનલાઈન સટ્ટાબાજીની એપ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તપાસ એજન્સીને સૌરભ ચંદ્રાકરના દાઉદ ઈબ્રાહિમ સાથે સીધા કનેક્શન હોવાના પુરાવા મળ્યા છે. એજન્સીએ કહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ગેંગ હજુ પણ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં ભાગવામાં મદદ કરી રહી છે. ચંદ્રકરે દાઉદના જોરે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ ધમકી આપી હતી. કારણ કે બિશ્નોઈએ તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહાદેવ ગેમિંગ એપની જેમ પાકિસ્તાનમાં પણ ઓનલાઇન બેટિંગ એપ શરૂ કરવાની હતી
રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં ઈબ્રાહિમ કાસ્કરના સુરક્ષામાં જ 'ખેલોયાર' નામની વધુ એક ઓનલાઇન ગેમ્બલિંગ એપ ચલાવી રહ્યા છે. દુબઇના સુત્રોના મુજબ મુસ્તકીમ ઈબ્રાહિમ કાસ્કરના સૌરભ ચંદ્રાકરની સુરક્ષા માટે પોતાના વ્યક્તિગત અને વિશ્વાસપાત્ર સિક્યોરિટી ગાર્ડ અને લગભગ 30 બાઉન્સર આપ્યા હતા. માહિતી મુજબ સૌરભ ચંદ્રાકર પોતાની ચારથી પાંચ લક્ઝુરિયસ કારના કાફલા સાથે સંયુક્ત અરબ અમિરાત અને અન્ય સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ફરી રહ્યો છે. દાઉદની ગેંગ તરફથી તેને બુલેટપ્રુફ રોલ્સ રોયસ કારની સુવિધા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો | રણબીર કપૂરને ED એ સમન્સ પાઠવ્યું: શું છે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીનું રેકેટ? તમામ માહિતી
ભારતીય તપાસ એજન્સીના જાળમાં ફસાયેલા સૌરભ ચંદ્રાકર પકડાઇ જવાના ડરથી બહુ ઓછી વખત જાહેર સ્થળોએ દેખાય છે. ઈબ્રાહિમ કાસ્કરના માણસો તે પહોંચે તેની પહેલા પાર્ટી કે મિટિંગ વાળા સ્થળનું સ્કેનિંગ અે સેનિટાઇઝેશન કરે છે. હાલના દિવસોમાં ચંદ્રાકરની મોટાભાગની મિટિંગો પ્રેસિડેન્શિયલ સ્યુટ્સ, રિસોર્ટ્સ અને ખાનગી સ્થળોએ અત્યંત ગુપ્ત રીતે થાય છે પાકિસ્તાનમાં મહાદેવ એપની જેમ જ સિંધ પ્રાંતમાં ઈબ્રાહિમ કાસ્કરના નજીકના લોકો તરફથી સંચાલિત ખેલોયાર ઓનલાઇન ગેમ્બલિંગ એપના સંચાલનમાં પણ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું નામ સંડોવાયેલું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us