Lok sabha elections 2024: મહાગઠબંધન બેઠક પૂર્ણ, લોકસભા ચૂંટણી 2024 માટે એક સાથે ભાજપ સામે લડવાનો હૂંકાર

Opposition unity : આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ એક થઇ ભાજપ સરકારને દૂર કરવા માટે હૂંકાર ભર્યો હતો. મહાગઠબંધન બેઠક બાદ વિવિધ પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

Written by Ajay Saroya
June 23, 2023 19:23 IST
Lok sabha elections 2024: મહાગઠબંધન બેઠક પૂર્ણ, લોકસભા ચૂંટણી 2024 માટે એક સાથે ભાજપ સામે લડવાનો હૂંકાર
પટનામાં વિપક્ષી એકતાની આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, જેડીયુ અને ડીએમકે સહિત કુલ 15 પાર્ટીઓના નેતા સામેલ રહ્યા હતા ((@INCBihar))

લોકસભા ચૂંટણી 2024 મેદાને જંગ માટે મહાગઠબંધન રૂપે દેશભરના વિપક્ષોએ ભાજપ સામે મોરચો શરૂ કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની યજમાનીમાં પટના ખાતે શુક્રવારે વિપક્ષ દળની મહાગઠબંધન બેઠક મળી હતી. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર અને મોદી સામે ટક્કર આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ એક થઇ ભાજપ સરકારને દૂર કરવા માટે હૂંકાર ભર્યો હતો. મહાગઠબંધન બેઠક બાદ વિવિધ પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરી હતી અને આગામી ચૂંટણીમાં વિપક્ષી દળોની એકતા દેખાશે એવો સૂર વ્યક્ત કર્યો હતો.

ઉમર અબ્દુલા – આ વિચારધારાની લડાઇ છે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ કહ્યું કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી પાર્ટીઓએ આ મિટિંગમાં ભાગ લીધો. આ વિચારધારાની લડાઇ છે. અમે એક થયા છીએ દેશને બરબાદીથી બચાવવા માટે, લોકતંત્રને જીવિત રાખવા માટે. હું અને મહેબુબા મુફ્તી આ દેશના તે બદનસીબ વિસ્તારથી સંબંધ રાખીએ છીએ જ્યાં લોકતંત્ર ખતમ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઇએ

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે ગાંધીના આ દેશને ગોડ્સેનો દેશ બનવા દઇશું નહીં. જ્યારે એનસીપી સુપ્રિમો શરદ પવારે એકબીજા સાથેના આપસી મતભેદો છોડીને આગળ વધવા ઉપર ભાર મુક્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે દેશને બચાવવા માટે એકસાથે આવ્યા છીએ. શરૂઆત સારી હોય છે તો બધું સારું થાય છે. અમે તાનાશાહી કરનાર લોકોના વિરોધમાં રહીશું.

અમે એકસાથે ચૂંટણી લડીશું – મમતા બેનરજી

મમતા બેનરજીએ કહ્યું કે પટનામાં ઘણી સારી મિટિંગ થઇ છે. આ મિટિંગ માટે મેં નીતિશ કુમારને કહ્યું હતું. ઘણા બધા આંદોલન પહેલા પટનાથી શરૂ થયા. જેથી મેં નીતિશ જી ને પટનાથી શરુ કરવા માટે કહ્યું હતું. અમે એકજુટ છીએ. અમે એકસાથે ચૂંટણી લડીશું. મોદી સરકારે મીડિયાને કંટ્રોલ કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું – અમે સાથે ઉભા છીએ

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું – હિન્દુસ્તાનના પાયા પર હુમલો થઇ રહ્યો છે. અમે બધા એકસાથે ઉભા છીએ. અમારામાં થોડા મતભેદો અવશ્ય છે પણ અમે એકસાથે કામ કરીશું અને પોતાની વિચારધારાની રક્ષા કરીશું. વિપક્ષની એકતા આગળ વધવાની છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બધા નેતા એકસાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ