Big fire Accident : મુંબઈના ગોરેગાંવની બિલ્ડિંગમાં ભીષણ આગ, 7ના મોત, 46 ઘાયલ

શુક્રવારે સવારે ગોરોગોનમાં G+5 બિલ્ડિંગના લેવલ 2માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આગમાં 46 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.

Written by Ankit Patel
Updated : October 06, 2023 08:59 IST
Big fire Accident : મુંબઈના ગોરેગાંવની બિલ્ડિંગમાં ભીષણ આગ, 7ના મોત, 46 ઘાયલ
ગોરેગાવમાં આગ

મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક રહેણાંક ઈમારતમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા હતા અને 46 લોકો ઘાયલ થયા હતા. BMCના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે ગોરોગોનમાં G+5 બિલ્ડિંગના લેવલ 2માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આગમાં 46 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ગોરેગાંવ આગમાં અત્યાર સુધીમાં ઘાયલ થયેલા કુલ 46 લોકોમાંથી 7ના મોત થયા છે અને 39 એચબીટી અને કૂપર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી વિગતોની રાહ જોવાઈ રહી છે જ્યાં ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 30થી વધુ બાઇક અને 4 કારમાં પણ આગ લાગી હતી. (વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ