Maharashtra : અજિત પાવર માટે પુણેના પ્રભારી મંત્રીનું પદ કેમ મહત્વપૂર્ણ છે? મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ- એનસીપી વચ્ચે વર્ચસ્વની લડાઇ

Ajit Pawar Becomes Guardian Minister OF Puna's Maharashtra : એનસીપી નેતા અજિત પવારને પુણેના ગાર્ડિયન મિનિસ્ટર પદે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવાજૂની થવાના એંધાણ દેખાઇ રહ્યા છે

Written by Ajay Saroya
Updated : October 04, 2023 21:26 IST
Maharashtra : અજિત પાવર માટે પુણેના પ્રભારી મંત્રીનું પદ કેમ મહત્વપૂર્ણ છે? મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ- એનસીપી વચ્ચે વર્ચસ્વની લડાઇ
એનસીપી નેતા અજિત પવાર અને ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ (Express Photo)

(અજય જાધવ) Ajit Pawar Becomes Guardian Minister OF Puna’s Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી નવાજૂની થવાના એંધાણ છે. ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આખરે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પુણે જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર પદની માંગણીને મંજૂર કર્યા બાદ, મહારાષ્ટ્રના આ મહત્વપૂર્ણ શહેર અને જિલ્લામાં વર્ચસ્વ જાળવી રાખવા માટે ભાજપ અને એનસીપી વચ્ચેની ખેંચતાણ થોડી નરમ પડી છે.

અજિત પાવરની પુણના ગાર્ડિયન મિનિસ્ટર પદે નિમણુંક (Ajit Pawar guardian minister of Pune, Maharashtra)

અજિત પવાર શાસક ગઠબંધનથી નારાજ હોવાની અટકળો વહેતી થઇ હતી. આથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલના સ્થાને એનસીપી નેતાને રાજી રાખવા અજિત પવારને પુણેના નવા ગાર્ડિયન મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.

અજિત પાવર માટે પુણના ગાર્ડિયન મિનિસ્ટરનું પદ કેમ મહત્વપૂર્ણ છે? (Ajit Pawar Pune guardian minister Post)

નોંધનિય છે કે, એનસીપી નેતા અજિત પવાર, જેઓ 2004 થી ત્રણ વખત આ પદ સંભાળી ચૂક્યા છે, તેઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) પર ફરીથી કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે તેમણે 2017માં ભાજપ સામે ગુમાવી દીધા હતા. આ પદ તેમની રાજકીય પકડને પણ મજબૂત કરશે. તેમજ એનસીપીના વડા અને તેમના કાકા શરદ પવાર વિરુદ્ધ તેમના પોતાના જિલ્લામાં જૂથની લડાઈનો સામનો કરવો પડી શકે છે.

અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સેના-ભાજપ ગઠબંધનમાં જોડાયા પછી , ત્રણેય રાજકીય પક્ષો વચ્ચે ખાતાઓની વહેંચણીને વિવાદ હતો પરંતુ તે પાછળથી ઉકેલાઈ ગયો હતો. જોકે, જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટરોની ફેરબદલીનો મુદ્દો પેન્ડિંગ રહ્યો હતો.

પુણેના ગાર્ડિયન મિનિસ્ટર પદ માટે ભાજપ-એનસીપી વચ્ચે લડાઇ (Pune guardian minister Post – BJP vs NCP)

તેમા પુણે જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટરનું ભાજપ અને એનસીપી બંને રાજકીય પરક્ષ માટે નિર્ણાયક છે કારણ કે તે અજિત પવારનો પોતાનો જિલ્લો છે જ્યાં ભાજપ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહી છે.

એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવાર, જેઓ મહારાષ્ટ્રના બારામતી વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, તે 2004 થી 2014 સુધી પુણેના ગાર્ડિયન મિનિસ્ટર હતા. આમ, એનસીપી આ જિલ્લામાં તેના મૂળિયા વિસ્તારવામાં અને મજબૂત કરવામાં સફળ રહી અને તો કોંગ્રેસને દૂર રાખીને રાખીને એનસીપી સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે.

વર્ષ 2014માં જ્યારે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તામાં આવ્યું ત્યારે ગિરીશ બાપટને પુણેના ગાર્ડિયન મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે, બાપટે પુણે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા હતા, ત્યારબાદ ભાજપે તેમના સ્થાને કોલ્હાપુરના વતની ચંદ્રકાંત પાટીલની ગાર્ડિયન મિનિસ્ટર પદે નિમણૂક કરી હતી.

maharashtra politics, Ajit Pawar
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Express Photo Ganesh Shirsekar)

વર્ષ 2019માં, પાટીલ કોથરુડ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા પરંતુ શિવસેના , એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વાળી મહા વિકાસ અઘાડી (MVA) સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવી હતી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. આમ, અજિત પવાર તે વર્ષે પુણેના ગાર્ડિયન મિનિસ્ટર બનવામાં સફળ થયા હતા.

જો કે પાછલા વર્ષે મહા વિકાસ અઘાડી સરકારીને પાડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળ ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર સત્તામાં આવતા પાટીલ ફરીથી પુણેના ગાર્ડિયન મિનિસ્ટર બન્યા હતા.

હવે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી એ સત્તામાં આવ્યા બાદ પુણેના ગાર્ડિયન મિનિસ્ટર પદ માટે ફરી દાવો કર્યો છે.

અજિત પવારની આગેવાની હેઠળના શહેર એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રદીપ દેશમુખે જણાવ્યું હતુ કે, “ભૂતકાળમાં સાબિત થયું છે કે પવાર જ્યારે પણ તેના ગાર્ડિયન મિનિસ્ટર મંત્રી હતા ત્યારે જિલ્લાનો વિકાસ ઝડપી થયો છે. તેમણે જિલ્લાના વિકાસ કાર્યો માટે ઘણું નાણાંકીય ભંડોળ ફાળવ્યું છે અને મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આગળ ધપાવ્યા છે,”

તો બીજી બાજુ શહેર ભાજપના નેતા સંદીપ ખર્ડેકરે કહ્યું હતું કે, પાટીલના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હતો.

જો કે, બંને પક્ષોના કાર્યકરો ચિંતિત છે કારણ કે ભાજપ અને એનસીપી જિલ્લામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સીધી ટક્કર થઇ રહી છે.

વર્ષ 2017ની સામાન્ય ચૂંટણીમાં, ભાજપે PMC અને PCMC તેમજ અન્ય નાગરિક સંસ્થાઓમાં બેઠકો NCP પાસેથી સત્તા છીનવી લેવામાં સફળ રહી હતી, એ સમયે તે કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંનેમાં સત્તામાં હતી.

આ પણ વાંચો |  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકારે આપી ભેટ, એલપીજી સિલિન્ડરની સબસિડી વધારી; જાણો હવે કેટલા ચૂકવવા પડશે

નોંધનિય છે કે, તાજેતરમાં અજિત પવારે પાટીલની ગેરહાજરીમાં જિલ્લાની વિવિધ સમસ્યાઓ – મુદ્દાઓ વિશે સત્તાવાળાઓ સાથે બેઠક યોજી હતી, જેના કારણે એવી અટકળો વહેતી થઇ હતી કે એનસીપી નેતા પુણે જિલ્લા પર પોતાનો દબદબો છે તેવા સંકેત આપવાના પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ જિલ્લામાં વિકાસ કાર્યોને આગળ વધારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે અધિકારીઓને મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ