(સુધાશું મહેશ્વરી) Maharashtra political crisis and Ajit pawar : મહારાષ્ટ્રના રાજકારણમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની કટોકટી એક મોટો વળાંક સાબિત થયો છે. અજિત પવારે માત્ર એનસીપીને જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે. કારણ કે અજિત પવારના એક નિર્ણયથી શરદ પવારની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપે પણ પોતાની ભાવિ રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે એક નિર્ણયે ચારેય બાજુ તેની અસર વરતાવી છે.
શક્તિ પ્રદર્શનનો ખેલ, કોણ પાસ – કોણ ફેલ
હવે મહારાષ્ટ્રના આ સૌથી મોટા રાજકીય ભૂકંપમાં બુધવાર ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે. તેને શક્તિ પ્રદર્શનનો બુધવાર પણ કહી શકાય કારણ કે અજિત પવાર અને તેના કાકા શરદ પવાર બંનેએ પોતપોતાના દાવાઓનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે. જો શરૂઆતના આંકડાઓને જ આધારે માનવામાં આવે તો આ મામલે અજિત પવાર પાસ થઈ ગયા છે જ્યારે શરદ પવાર નિષ્ફળ ગણાશે. હકીકતમાં એ જોવાનું એ હતું કે અજિત પવાર પોતાની બેઠકમાં 36 ધારાસભ્યોનો આંકડો હાંસલ કરી શકશે કે નહીં. આનું કારણ એ છે કે જો NCPના 53 માંથી 36 ધારાસભ્યો અજિત સાથે આવે તો તેને બે તૃતીયાંશ વિભાજન ગણાશે અને તે પક્ષપલટા વિરોધી કાયદાથી બચી જશે.
હાલ એવા અહેવાલો આવી રહ્યા છે કે, બુધવારે અજીત સાથે 32 ધારાસભ્યો હાજર હતા, એટલે કે 36માંથી ચાર. ઓછા. તો આ દરમિયાન શરદ પવાર જૂથની બેઠકમાં 18 ધારાસભ્યો પહોંચ્યા હતા. આ આંકડો સમજવા છે કે, અજિત પવારે 2019ની ભૂલમાંથી ઘણું શીખ્યા છે. આ વખતે તેઓએ ચોક્કસપણે બળવો કર્યો છે પરંતુ સમર્થન મેળવ્યા બાદ. ચોક્કસપણે તેઓ 40થી વધુ ધારાસભ્યોનો દાવો કરી રહ્યા હતા, પરંતુ 32 સુધી પહોચવું તે દર્શાવે છે કે અજિતે કાકા શરદ પાવરને મોટી રાજકીય હાનિ પહોંચાડી છે.
અધ્યક્ષની ખુરશી પર અજીત, કાકાને સંદેશ
હવે અજિતે પહેલા તો માત્ર બળવો કર્યો હતો, પરંતુ બુધવારે ઘોષણા કરી કે તેઓ હવેથી NCPના નવા અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. તેઓએ એક જ ઝાટકે શરદ પવારને તેમણે સ્થાપેલી રાજકીય પાર્ટીમાંથી બહાર ધકેલી લીધા છે. શરદ પવારના જૂથ આ નિર્ણયને ફગાવી રહી છે એ અલગ વાત છે, પરંતુ નંબરોની રમત એવી રીતે ચાલી રહી છે કે અજિતના આ દાવને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે શરદ પવારે હવે તેમને આશીર્વાદ આપવા જોઈએ, તેઓ 80 વર્ષથી વધુ વયના છે, આવી સ્થિતિમાં તેમણે નિવૃત્તિ લેવી જોઈએ.
આ નિવદેન એટલું દેખાડવા પુરતુ છે કે અજિત પાવર પોતાના કાકા શરદ પવારના ચહેરાનો ઉપયોગ કરવા માંગે છે, પંરતુ તેમને સક્રિય રાજકારણમાં જોવા ઇચ્છતા નથી. એક તરફ અજિત આક્રમક વલણ અપનાવી રહ્યા છે તો બીજી બાજુ શરદ પવારનું શક્તિ પ્રદર્શન નબળું દેખાઇ રહ્યુ છે. સૌથી પહેલા તેમની પાસે પુરતા ધારાસભ્યોનું સમર્થન રહ્યુ નથી, આ મામલે જ્યારે શરદ પવારે તેમના નિવેદનમાં એવું કહ્યુ કે અજિત નારાજ હતા તો તેમણે જણાવી દેવું જોઇતુ હતુ, આ નિવેદને સ્પષ્ટ કરી દીધુ છે કે ત્રણ દિવસના ઘટનાક્રમે શરદ પવારને આક્રમક થી નરમ બનાવી દીધા છે.
પવાર તેવર નરમ પડ્યા, પ્લાન-B અંગે દિલ્હીમાં મંથન
શરદ પવારે પોતાના સંબોધનમાં કહ્યું કે શિવસેના સાથે જે થયું તે એનસીપી સાથે થયું. મનમાં કંઈ હોય તો અજીત મારી સાથે વાત કરી શકે. તેના વિશે સાંભળીને અફસોસ થયો. PMએ ભોપાલમાં NCP પર આરોપ લગાવ્યો હતો કે NCPએ ભ્રષ્ટાચાર કર્યો છે. NCP ભ્રષ્ટ પાર્ટી છે તો પછી તેને સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી. લોકશાહી બચાવવા માટે સંવાદ જરૂરી છે. ભૂલ સુધારવાનું કામ આપણું છે. વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ પવાર સાહેબ પાસેથી સરકાર ચલાવવાનું શીખ્યા છે.
હવે જો શરદ પવારના નિવેદનનું વિશ્લેષ્ણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે તેઓ એ વાતને લઇ દુખી છે કે, તેમની સાથે આવું કેમ થયું. તેઓએ પોતાની સરખામણી શિવસેના સાથે પણ કરી હતી, જેનો અર્થ એ થાય છે કે અજિતની એક રમતથી તેમના દિલને ઠેસ પહોંચી છે. આ દરમિયાન શરદ પવાર આવતીકાલે દિલ્હીમાં બપોરે 3 વાગ્યે તેમની NCP કેમ્પની બીજી મોટી બેઠક યોજવાના છે. આ રાષ્ટ્રીય પરિષદની બેઠક છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કોઇ પ્લાન-બી પર કામ થઈ શકે છે.
ચૂંટણી પંચમાં બે અરજી, બે માંગણી, કોની થશે જીત?
જો કે પ્લાન-બી તો પછીથી સામે આવશે, પરંતુ અજિત પવાર અને શરદ પવારના જૂથે ચૂંટણી પંચને અરજી મોકલી છે. એક તરફ, અજિત પવારની છાવણીએ એનસીપીના ચૂંટણી ચિન્હ પર દાવો કર્યો છે, જ્યારે બીજી તરફ શરદ પવાર વતી જયંત પાટીલે અજિત જૂથના 9 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. અત્યારે ચૂંટણી પંચે એટલું જ કહ્યું છે કે બંને પક્ષોના દસ્તાવેજો સમજવામાં આવી રહ્યા છે અને પછી નિર્ણય લેવામાં આવશે.
હવે ચૂંટણી પંચનો નિર્ણય કઇ બાબતો પર નિર્ભર રહેશે તે પણ સમજવું જરૂરી છે. જો શિવસેના વાળા કિસ્સાને સમજવાની કોશિશ કરીયે તો જે જૂથની પાસે બહુમતી હશે, તેની જ જીત થશે. હાલ એકનાથ શિંદેના સ્થાને અજિત પવાર છે, ધારાસભ્યોની સંખ્યા પર એકંદરે સારી છે, એટલે કે કાકા શરદ પવારની તુલનામાં તેની સ્થિતિ વધારે પાવરફુલ માનવામાં આવી રહી છે.
અજિતના બળવાથી એકનાથ શિંદેની ઊંઘ હરામ થઈ
બીજી બાજુ એનસીપી સંકટથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ચિંતા વધી ગઈ છે. તેમની ચિંતા કરવી વાજબી છે કારણ કે, જે અજિત પવારથી તેઓ મહા વિકાસ અઘાડી સરકાર દરમિયાન પરેશાન હતા, તેઓ હવે પક્ષ બદલીને NDAમાં જોડાયા છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રની એમવીએ સરકાર દરમિયાન અજિત પવાર નાણાં મંત્રાલય સંભાળતા હતા, ત્યારે શિંદે તરફી ધારાસભ્યો આરોપ લગાવતા હતા કે તેમને સમયસર તેમના વિસ્તારમાં વિકાસ માટે ભંડોળ મળ્યું નથી. એ બધી વાતોથી પરેશાન થઈને ત્યારે બળવો કર્યો. પરંતુ હવે અજિતના બળવાથી શિંદે જૂથના ધારાસભ્યો પરેશાન દેખાઇ રહ્યા છે.
આ પણ વાંચો- પક્ષપલટા કાયદો શું છે? અજિત પવારને કાર્યવાહીથી બચવા કેટલા ધારાસભ્યોના સમર્થનની જરૂર? જાણો બધુ
પાર્ટીના નેતાઓ મીડિયા સામે આવીને કહી રહ્યા છે કે અજિત પવારના આવવાથી ઘણા ધારાસભ્યો નારાજ છે. એકનાથ શિંદે પણ પરિસ્થિતિને સમજી રહ્યા છે, તેથી જ તેમણે પોતાના ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. હવે ખબર પડશે કે અજિત બાદ ક્લાઇમેક્સમાં શિંદે જૂથ તરફથી પણ કોઇ મોટી ગેમ ન રમાઇ જાય. એટલે કે બહુ અસમંજસનો માહોલ છે, સતત ટ્વિસ્ટ અને ટર્નસ આવી રહ્યા છે અને આક્ષેપો- દાવો કરવામાં આવી રહ્યા છે.





