17 કરોડ રોકડા, 14 કિલો સોનું, 200 કિલો ચાંદી, બુકીના ઘરે રેડથી થયો મોટો ખુલાસો, બુકી દુબઇ ફરાર

Maharashtra : નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રિકેટ બુકીએ વેપારીને ઓનલાઇન જુગાર અને અન્ય વસ્તુઓથી પૈસા કમાવવાની લાલચ આપી હતી

Maharashtra : નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રિકેટ બુકીએ વેપારીને ઓનલાઇન જુગાર અને અન્ય વસ્તુઓથી પૈસા કમાવવાની લાલચ આપી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bookie house raid | Maharashtra

ક્રિકેટ બુકી અનંત નવરતન મહારાષ્ટ્રના ગોંદિયામાં રહે છે, જે નાગપુરથી 160 કિમી દૂર છે (તસવીર - એએનઆઈ)

Maharashtra : મહારાષ્ટ્રમાં એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીનો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ નાગપુરના એક બિઝનેસમેનને નકલી સટ્ટાબાજી એપમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. પરંતુ આ પછી તેણે વેપારી સાથે 58 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટનાની જાણ નાગપુર પોલીસને થતાં તેમણે મહારાષ્ટ્રના ગોંદિયામાં આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપી ઘરે મળ્યો ન હતો પરંતુ પોલીસને તેના ઘરેથી 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત 14 કિલો સોનું અને 200 કિલોથી વધુ ચાંદી મળી આવી છે.

Advertisment

ક્રિકેટ બુકી અનંત નવરતન મહારાષ્ટ્રના ગોંદિયામાં રહે છે

ક્રિકેટ બુકી અનંત નવરતન મહારાષ્ટ્રના ગોંદિયામાં રહે છે, જે નાગપુરથી 160 કિમી દૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે જ્યારે તેના ઘરે રેડ પાડી તો તે પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રિકેટ બુકીએ વેપારીને ઓનલાઇન જુગાર અને અન્ય વસ્તુઓથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. બુકીએ ઓનલાઇન જુગાર ખાતું ખોલાવવા માટે વેપારીને વોટ્સએપ પર લિંક આપી હતી. આ પછી તે લિંક પર જઈને વેપારીએ પોતાનું એકાઉન્ટ બનાવી જુગાર રમવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - દેશમાં વધી રહી છે સડક દુર્ઘટના, એક વર્ષમાં 1 લાખ 55 હજારથી વધારે લોકોના થયા મોત, જાણો ગુજરાતની શું છે સ્થિતિ

Advertisment

બિઝનેસમેનને 58 કરોડ રૂપિયાનું નુકસાન

સટોડિયાની લાલચે વેપારી પોતાની જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા બુકીને મોકલ્યા હતા અને જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું કે જ્યારે બિઝનેસમેને 58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા ત્યારે તેને લાગ્યું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે. વેપારીએ માત્ર 5 કરોડ રૂપિયા જીત્યા હતા અને 58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે બુકી સામે ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બુકી દુબઈ ભાગી ગયો હોવાની શંકા છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત હજુ નક્કી થઈ શકી નથી.

મહારાષ્ટ્ર ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ