Maharashtra Crime : મહારાષ્ટ્રના થાણેમાં એક વરિષ્ઠ અધિકારીના પુત્રએ તેની પ્રેમિકાને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેને મારવાના ઈરાદે તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. આ છોકરો મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) ના એમડીનો પુત્ર અશ્વજીત ગાયકવાડ છે અને તેણે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે પીડિતાએ પોતે જ આ કેસ વિશે વિગતવાર બધું જણાવ્યું છે.
પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મને સોમવારે સવારે મારા બોયફ્રેન્ડનો ફોન આવ્યો. તે પછી હું તેને મળવા ગઈ, તે તેના પરિવાર સાથે એક ફંક્શનમાં હતો. અમારા ગ્રુપના કેટલાક કોમન મિત્રો પણ ત્યાં હાજર હતા. મેં ત્યાં જોયું કે, મારો બોયફ્રેન્ડ વિચિત્ર વસ્તુઓ કરી રહ્યો હતો, તેનું વર્તન સામાન્ય લાગતું ન હતું. મેં તેને પૂછ્યું કે શું બધું બરાબર છે, પછી મેં તેણે મને એકલા મળવા કહ્યું. તે મને મળવા આવ્યો હતો, પરંતુ તેની સાથે તેનો મિત્ર રોમિલ પટેલ પણ આવ્યો હતો. મેં અશ્વજીત સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનો મિત્ર મને વારંવાર પરેશાન કરતો રહ્યો, તેણે ઘણી વખત મારું અપમાન પણ કર્યું.
આ પણ વાંચો – Stunt on Road Auto Rickshaw : બ્રિજ પર રીક્ષામાં યુવકનો ખતરનાક સ્ટંટ, સાઈકલ સવારને લીધો અડફેટે, VIDEO વાયરલ
પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, મારો બોયફ્રેન્ડ પણ અપશબ્દો બોલવા લાગ્યો, મેં તેને વિનંતી કરી કે, તે આવી ભાષામાં વાત ન કરે. આ પછી શું થયું, મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી. તેણે મને થપ્પડ મારી, ગળું દબાવ્યું. જ્યારે મેં તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારો હાથ કાપી નાખ્યો અને પછી મારા વાળ પકડી લીધા. ત્યારે તેના બીજા મિત્રએ દરમિયાનગીરી કરીને મને ધક્કો માર્યો હતો.





