આ રાજ્યના કેદીઓ જેલમાં માણી શકશે પાણીપુરી, નારિયેળ પાણી અને આઈસ્ક્રીમનો સ્વાદ; જેલ કેન્ટીનની યાદીમાં 173 ચીજો ઉમેરાઇ

Maharashtra Jail Canteen : હવે મહારાષ્ટ્રની જેલના કેદીઓ માટે કેન્ટીનમાં 173 નવી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આઈસ્ક્રીમ, પાણીપુરી અને નારિયેળ પાણી, ફેસ વોશ જેવી ચીજો સામેલ છે.

Written by Ajay Saroya
December 01, 2023 17:58 IST
આ રાજ્યના કેદીઓ જેલમાં માણી શકશે પાણીપુરી, નારિયેળ પાણી અને આઈસ્ક્રીમનો સ્વાદ; જેલ કેન્ટીનની યાદીમાં 173 ચીજો ઉમેરાઇ
પ્રતિકાત્મક ફોટો (Express Photo)

Maharashtra Jail Prisoner Canteen : મહારાષ્ટ્રના કેદીઓ હવે જેલની અંદર જ તેમની મનપસંદ વાનગીઓનો સ્વાદ માણી શકશે. કેદીઓ માટે મહારાષ્ટ્ર જેલની કેન્ટીનમાં 173 નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેદીઓ આ બધી વસ્તુઓ કેન્ટીનમાંથી સરળતાથી ખરીદી શકે છે. કેદીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં પાણીપુરી અને આઈસ્ક્રીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે હવે કેદીઓ જેલની કેન્ટીનમાંથી પાણીપુરી, આઈસ્ક્રીમ, નારિયેળ પાણી ખરીદી શકશે અને તેનો સ્વાદ માણી શકશે.

મહારાષ્ટ્ર જેલ વિભાગે કેન્ટીનમાં 173 નવી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. આ યાદી બનાવતી વખતે કેદીઓના જરૂરી સાધનો અને મનોરંજનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આથી કેન્ટીનના કેટલોગમાં કુલ 173 નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે.

જેલ કેન્ટીનની નવી યાદીમાં કઇ વસ્તુઓ સામેલ કરાઇ

મહારાષ્ટ્રની જેલ કેન્ટીનની યાદીમાં 173 નવી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેદીઓ જેલ કેન્ટીનમાંથી આ વસ્તુઓ ખરીદી શકશે. જેલ કન્ટીનની યાદીમાં સામેલ કરાયેલી 173 ચીજોમાં બર્મુડા, શોર્ટ્સ, ટી-શર્ટ, ચાટ મસાલા, અથાણાં, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, સુગરફ્રી ગોળી, આઈસ્ક્રીમ, ઓર્ગેનિક ફ્રુટ્સ, પીનટ બટર, પાણીપુરી, આર્ટ બુક, ફેસ વોશ, હેર ડાઈઝ, નિકોટીનની ગોળીઓ અને કલર આઈટમ વગેરેનો સમાવેશ થાય છે.

એડીજીપીએ કહ્યું કે – કેદીઓને સુધારવા માટે માનસિક સ્વાસ્થ્ય સારું હોવુ જરૂરી

એડીજીપી (જેલ) અમિતાભ ગુપ્તાએ કહ્યું કે વધુ પડતા પ્રતિબંધથી સ્વિંગ થાય છે. નિયમોને ધ્યાનમાં રાખીને કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આની દરેક વ્યક્તિ પર સકારાત્મક અસર પડશે. તેમણે વધુમાં કહ્યું કે કેદીઓને તેમની ખાવાની આદતો બદલવાની જરૂર છે. જેથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ તેમના વર્તનમાં સુધારો કરી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ