Maharashtra-Karnataka Border Dispute: કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ ઉકેલવાને લઇને બન્ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બન્ને રાજ્યના મુખ્યમંત્રી સાથે બુધવારે બેઠક થવાની છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે અક્કલકોટના 11 ગામને નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં એ બતાવવામાં માટે કહેવામાં આવ્યું છે કે તેમણે કર્ણાટક સાથે વિલય માટે પ્રસ્તાવ કેમ પારિત કર્યો. જોકે 11 માંથી 10 ગામોએ પહેલા જ પ્રદેશ સરકારને જાણ કરતા કહ્યું કે તેમણે પોતાના પ્રસ્તાવને રદ કરીને મહારાષ્ટ્ર સાથે રહેવાનો જ વિચાર છે.
બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસર સચિન ખુડેએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમે અક્કલકોટ તાલુકામાં 11 ગ્રામ પંચાયતોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. જેમણે કર્ણાટક સાથે વિલયનો પ્રસ્તાવ પારિત કર્યો હતો. ગ્રામ પંચાયતો દ્વારા મહારાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં લિપ્ત હોવાના કારણે નોટિસ જારી કર્યા હતા.
સચિન ખુડેએ કહ્યું કે કારણ બતાવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે સરકાર પાયાની સુવિધાઓ પ્રદાન કરે છે. ગ્રામ પંચાયતોએ સરકારી દિશાનિર્દેશો પ્રમાણે તેના વિશે જાગરુકતા ઉભી કરવાના બદલે આવો પ્રસ્તાવ કેમ પારિત કર્યો.
આ પણ વાંચો – વિધાનસભામાં સીએમ નીતિશ કુમાર થયા ગુસ્સે, ઝેરી દારૂથી મોતના મામલે સદનમાં ભારે હંગામો
સચિન ખુડેએ કહ્યું કે મંગળવાર સુધી 10 ગ્રામ પંચાયતોએ જવાબ આપી દીધો છે. 11 ગ્રામ પંચાયતોમાંથી 10એ કહ્યું કે તેમણે પોતાના પ્રસ્તાવને રદ કરી દીધો છે અને મહારાષ્ટ્ર સાથે રહેવા માંગીએ છીએ. જ્યાં સુધી 11મી ગ્રામ પંચાયતનો સવાલ છે તો અમને બતાવવામાં આવ્યું કે સરપંચ શહેરની બહાર છે.
અક્કલકોટના ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટીએ કહ્યું કે બધા 11 ગ્રામ પંચાયતોએ પોતાના પ્રસ્તાવ પાછા લઇ લીધા છે. હું તેમની સાથે બેઠક કરતો રહ્યો છું. ગઇકાલે પણ તેમની સાથે બેઠક કરી અને તેમને પોત-પોતાના ગામમાં ચાલી રહેલી પરિયોજનાઓ અને કાર્યો વિશે જાણકારી આપી હતી. બેઠકમાં એકપણ સરપંચ એવા ન હતા જેમણે કોઇ વિવાદ ઉભો કર્યો હોય. તે બધા પ્રસ્તાવ પાછા લેવા પર સહમત થઇ ગયા છે અને તેમણે સરકારને જણાવી દીધું છે.