Maharashtra Political Crisis : મહારાષ્ટ્રનમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)હાલના સમયે બે જુથ પડી ગયા છે. શરદ પવારની સામે તેમના ભત્રીજા અજિત પવારે મોરચો ખોલી દીધો છે. બુધવારે મુંબઈમાં પોતાના જુથની બેઠક પછી અજિત પવારે પોતાના મનની બધી વાત કરી હતી. તેમણે મંચથી પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે 2004માં એનસીપીના કોંગ્રેસ પાર્ટી કરતા વધારે ધારાસભ્યો હતો. જો આપણે તે સમયે કોંગ્રેસ પાર્ટીને મુખ્યમંત્રીનું પદ ના આપ્યું હોત તો આજ સુધી રાજ્યમાં ફક્ત એનસીપીનો મુખ્યમંત્રી હોત.
તેમણે કહ્યું કે 2017માં પણ આપણે વર્ષા બંગલામાં મીટિંગ કરી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નિર્દેશ પર છગન ભુજબળ, જયંત પાટીલ અને અન્ય નેતાઓ સાથે અમે ત્યાં ગયા હતા. બીજેપીના ઘણા નેતા પણ ત્યાં હતા. ત્યાં અમારી વચ્ચે કેબિનેટમાં મંત્રાલયોને લઇને અને વિભિન્ન મંત્રી પદોને લઇને ચર્ચા થઇ હતી પણ આપણી પાર્ટીએ પગલાં પાછા ખેંચી લીધા હતા.
અજિત પવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે શરદ પવારની છત્રછાયા અને માર્ગદર્શન હેઠળ તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી છે. તેમણે કહ્યું કે અમને બધાને તમારા પર વિશ્વાસ છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે, આજે દેશ સ્તર પર, રાજ્ય સ્તર પર રાજનીતિ ચાલી રહી છે. જે પક્ષ લોકો માટે કામ કરે છે, તમામ જાતિ અને ધર્મના લોકોને ન્યાય અપાવવા માટે બંધારણ પ્રમાણે કામ કરે છે, આગળ વધે છે.
આ પણ વાંચો – કોની પાસે વધારે પાવર, અજિત પવારના જૂથમાં 35 ધારાસભ્યો, શરદ પવાર પાસે ફક્ત 13 ધારાસભ્યો
અજીત પવારે કહ્યું કે તમે મને બધાની સામે વિલન બતાવો છો. તમારા માટે હજુ પણ આદર છે પરંતુ તમે મને કહો આઈએએસ અધિકારીઓ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે અને રાજનીતિમાં પણ. ભાજપના નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થઇ જાય છે. તમે એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણ જુઓ. જેનાથી નવી પેઢીને આગળ આવવાની તક મળે છે. તમે અમને તમારા આશીર્વાદ આપો, અમે પ્રાર્થના કરીશું કે તમે લાંબુ જીવન જીવો.
અજીત પવારના ભાષણની ખાસ વાતો
-અજિત પવારે કહ્યું કે વર્ષ 2019માં શરદ પવાર ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા હતા, કારણ કે તેઓ શિવસેના સાથે સરકાર ઇચ્છતા ન હતા. વર્ષા બંગલામાં 2017માં પણ ભાજપ સાથે બેઠક થઇ હતી.
-ડેપ્યુટી સીએમે કહ્યું કે અમને સમર્થન આપનારા ઘણા ધારાસભ્યો અહીં હાજર નથી.
-તેમણે કહ્યું કે ભાજપમાં નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ જાય છે. તમારી ઉંમર 83 વર્ષ છે. તમે નિવૃત્ત થશો કે નહીં?
-વિપક્ષી એકતાની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે પટના બેઠકમાં વિપક્ષી નેતાઓ ભોજન કરીને પરત ફર્યા હતા.
-અજીત પવારે કહ્યું કે હું મહારાષ્ટ્રના સીએમ બનીને લોકોના કલ્યાણ માટે કેટલીક યોજનાઓ લાગુ કરવા માંગુ છું.
-તેમણે કહ્યું કે વર્ષ 2024માં નરેન્દ્ર મોદી જ ચૂંટણી જીતશે. તેમનો કોઈ વિકલ્પ નથી. અમે શરદ પવારનું સન્માન કરીએ છીએ, તેમના આશીર્વાદ માંગીએ છીએ.
-શરદ પવારને ચેતવણી આપતા અજીત પવારે કહ્યું કે જો તમે યાત્રા કાઢશો તો હું પણ પાછળ રહીશ નહીં. હું તમને વિનંતી કરું છું કે હવે આરામ કરો.
પ્રફુલ્લ પટેલે કહ્યું- જ્યારે શિવસેનાનો સ્વીકાર તો ભાજપનો કેમ નહીં?
આ પહેલા અજિત પવાર જૂથના સમર્થકોને સંબોધિત કરતા પ્રફુલ પટેલે કહ્યું કે જ્યારે આપણે શિવસેનાની વિચારધારાને સ્વીકારી શકીએ છીએ તો ભાજપ સાથે જવામાં શું વાંધો છે. અમે આ જોડાણમાં એક સ્વતંત્ર યુનિટ તરીકે જોડાયા છીએ. મહેબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગયા હતા અને હવે તેઓ સંયુક્ત વિપક્ષનો ભાગ છે.
તેમણે કહ્યું કે હું શરદ પવાર સાથે વિપક્ષની પટના બેઠકમાં ભાગ લેવા પણ ગયો હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને હું હસી પડ્યો હતો. જેમાં 17 વિપક્ષી પાર્ટીઓ હતી, જેમાંથી 7 પાસે માત્ર 1-1 લોકસભા સાંસદ હતા. એક પાર્ટી એવી પણ હતી જેના સાંસદોની સંખ્યા શૂન્ય હતી. તે દાવો કરે છે કે તેઓ પરિવર્તન લાવશે. અમે પોતાના હિતમાં નહીં પરંતુ દેશ અને પાર્ટીના હિતમાં એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.





