Maharashtra Political Crisis Sharad pawar vs Ajit pawar NCP : મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ‘મહાભારત’ તેના આગામી પ્રકરણ તરફ આગળ વધી રહ્યું છે. લોકો પ્રશ્ન કરવા લાગ્યા છે કે શું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ની હાલત પણ શિવસેના જેવી થશે. શરદ પવારના ભત્રીજા અને એનસીપીના દિગ્ગજ નેતા અજિત પવારનો બળવો અને રવિવારે શિવસેના-ભાજપ સરકારમાં જોડાવાના પગલે NCPના પણ બે ભાગલા થઇ ગઈ છે. શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ બંને એનસીપી માટે દાવો કરી રહ્યા છે. આજે બંને જૂથો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો અને આક્ષેપો પણ થયા હતા. બંને પક્ષોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે બુધવારે બેઠક બોલાવી છે. અજિત પવારે સવારે 11 વાગ્યે બેઠક બોલાવી છે, તો તેના કાકા શરદ પવારે બપોરે 1 વાગ્યે બેઠક બોલાવી હતી, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ શિવસેના જૂથના મંત્રીઓની બેઠક યોજી હતી.
શરદ પવાર અને અજિત પવારની બેઠક પરથી સ્પષ્ટ થઈ જશે છે કે કેટલા ધારાસભ્યો કોની સાથે છે. કોનું સૈન્ય બળ કેટલુ છે. જો અજિત પવાર વધુ ધારાસભ્યોને સાથે લાવવામાં સફળ થશે તો મનપસંદ મંત્રાલયોને લઈને રાજકારણ શરૂ થવાની સંભાવના છે. સૂત્રોનું માનીએ તો અજિત પવારે મંત્રાલયોને લઈને ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં નાણા, સહકારી સહિતના અનેક મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના વિભાગો ભાજપના નેતાઓ પાસે છે.
તો બીજી ભાજપના સુત્રોએ એક મોટી રમત રમી છે. ભાજપ સૂત્રોએ દાવો કર્યો છે કે, એનસીપી સંકટ બાદ કોંગ્રેસના બે મુખ્ય નેતા પાર્ટીના સંપર્કમાં છે અને કથિત તોડજોડને લઇને મંત્રણા ચાલી રહી છે. ચર્ચા થોડાક સમયથી ચાલી રહી છે અને હવે તે અંતિમ તબક્કામાં છે.
1 ગત 2 જુલાઇના રોજ 8 ધારાસભ્યો સાથે શપથ લીધા બાદ અજિત પવાર અને બાકીના બળવાખોર નેતાઓને શરદ પવાર એનસીપી પાર્ટીમાંથી બહાર તગેડી દીધા. ત્યારબાદ અજિત પવારે પોતાની નવી પાર્ટી બનાવી લીધી. અજિત પવારે મંગળવારે મુંબઈમાં મંત્રાલયની સામે તેમની નવી પાર્ટી કાર્યાલયની જાહેરાત કરી. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેની કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપી હતી. કાકા શરદ પવારથી અલગ થયા બાદ અને મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ અજિત પવારે 53માંથી 40 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જો કે, અજિત પવાર સહિતના નવા ધારાસભ્યો સાથે શપથ લીધાના બે દિવસ પછી, શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે કોણ મોટું છે તે સ્પષ્ટ નથી. કારણ કે આજ સુધી બંને નેતાઓ તરફથી તેમના જૂથના ધારાસભ્યોની સંખ્યા કે નામ જાહેર કરવામાં આવ્યા હતા.
2 અજિત પવારની ઓફિસમાં પોતાની તસવીર લગાવવા સામે શરદ પવારે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મારી વિચારધારા સાથે દગો કરનારાઓને મારી તસવીરનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. અજિત પવારે બાંદ્રામાં MET ખાતે NCPના તમામ સાંસદો, બે ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો, પક્ષના પદાધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક યોજી હતી.
3 અજિત પવારના જૂથની વાત કરીએ તો, રવિવારે તેમની સાથે શપથ લેનારા ધારાસભ્યોમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, દિલીપ વાલસે પાટીલ, અનિલ પાટીલ, હસન મુશરિફ, અદિતિ તટકરે, ધર્મરાવબા આત્રામ અને સંજય બનસોડેનો સમાવેશ થાય છે. અજિત પવારને NCP પાર્ટીને વિભાજિત કરવા અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી ટાળવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે. જો તેની પાસે પૂરતી સંખ્યા હોય તો તે એનસીપી પાર્ટીના નામ અને ચિહ્ન માટે દાવો કરી શકે છે.
4 શરદ પવારે પણ મંગલવાર વાઇબી ચ્વહાણ સેન્ટર એટલે કે એનસીપી કાર્યાલયમાં પાર્ટીની બેઠક કરી હતી. તેમા કાર્યકારી અધ્યક્ષ સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. બુધવારે એનસીપીના બંને જૂથો ઉપરાંત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને કોંગ્રેસે પણ બેઠક બોલાવી છે. તેમાં એનસીપી કટોકટીને લઇને આગામી દિશા નક્કી થવાની છે. પ્રફુલ્લ પટેલે મંગળવારે દાવો કર્યો કે, 2022માં 53માંથી 51 એનસીપી ધારસભ્યોએ શરદ પવારને કહ્યુ હતુ કે એમવીએ સરકારના પતન પછી ભાજપ સાથે હાથ મિલાવવાની શક્યતાઓ તપાસવી જોઈએ. જો કે શરદ પવારે તેમને આમ કરતા રોક્યા હતા. બીજી તરફ મંગળવારે શિવસેના ઉદ્ધવ જૂથની બેઠક પણ યોજાઈ હતી. સંજય રાઉતે કહ્યું કે શરદ પવાર એકલા જૂઠું નથી બોલી રહ્યા, અમે તેમની સાથે છીએ. તેઓ બાળાસાહેબ ઠાકરે જેવા જ છે. એકનાથ શિંદેમાં ક્યારેય સોદાબાજી કરવાની શક્તિ નહોતી. જે ગુલામ છે તેની પાસે સત્તા નથી હોતી.
આ પણ વાંચોઃ અજિત પવારના શપથ ગ્રહણથી લઈને શરદ પવારના શક્તિ પ્રદર્શન સુધી, તસવીરોમાં જુઓ મહારાષ્ટ્ર કટોકટી
5 મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે NCP પાસે 53 ધારાસભ્યો હતા, જો 37 થી વધુ ધારાસભ્યો અજિત પવાર સાથે જાય તો તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથી બચી શકે છે. જો તે 35થી ઓછું રહેશે તો સસ્પેન્શન નક્કી છે, શિવસેનાના સમયમાં જે થયું તેવું થશે. તમને જણાવી દઈએ કે, 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ પાસે 45 બેઠકો છે, તો શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે 17 ધારાસભ્યો છે.