Maharashtra Politics: NCPના અસલી મુખિયા કોણ? પાર્ટી, સંપત્તિ, ચૂંટણી ચિહ્ન હવે કોની પાસે રહેશે? આજે થશે સ્પષ્ટ

Maharashtra Politics : અજીત પવાર દ્વારા એનસીપીમાં બળવા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. શરદ પવારે કાર્યકારિણીની બેઠક બોલાવી છે, આજે લગભગ સ્પષ્ટ થઈ જશે કે, એનસીપી પાર્ટી કોની? સંપત્તિ, ચૂંટણી ચિહ્ન હવે કોની પાસે રહેશે?.

Written by Kiran Mehta
Updated : July 06, 2023 11:45 IST
Maharashtra Politics: NCPના અસલી મુખિયા કોણ? પાર્ટી, સંપત્તિ, ચૂંટણી ચિહ્ન હવે કોની પાસે રહેશે? આજે થશે સ્પષ્ટ
એનસીપી કોની - આજે નક્કી થઈ શકે છે

Maharashtra Politics: મંગળવાર (5 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. અજિત પવાર જૂથ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 30 જૂને મળેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શરદ પવારના બદલે NCPની કમાન અજિત પવારના હાથમાં જતી રહેશે, એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે હવે શરદ પવારે 6 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.

રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકને ઘણી રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. એનસીપીનો ખરો હકદાર કોણ, આ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે. ધારાસભ્યોના સમર્થનના મામલે અજિત પવારનો હાથ ઉપર છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીમાં બળવો, પાર્ટીની કમાન, સંપત્તિ, ચૂંટણી ચિન્હ, પાર્ટીનું નામ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

બેઠકમાં કોણ કોણ હાજરી આપશે?

અજિત પવારે સંખ્યાબળ બતાવીને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓ જ એનસીપીના વાસ્તવિક હકદાર છે, તો શરદ પવારના જૂથે પણ તેમનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં સુપ્રિયા સુલેએ અજિત પવાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ વિશ્વની સૌથી ભ્રષ્ટ પાર્ટી સાથે જોડાઈ ગયા છે.

આજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં શું બહાર આવે છે, તે જોવું અગત્યનું રહેશે. શરદ પવારના નેતૃત્વમાં યોજાનારી આ બેઠકમાં જયંત પાટીલ, સુપ્રિયા સુલે, જિતેન્દ્ર આવ્હાડ સહિત એનસીપીના લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં અજિત પવાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થઈ શકે છે.

કોનો હાથ ઉપર છે?

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના યોગ્ય નેતા કોણ છે, તે બતાવવા માટે નંબર ગેમને પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. શરદ પવાર અને અજિત પવાર બંનેએ બુધવારે અલગ-અલગ બેઠકો બોલાવી હતી, તે બતાવવા માટે કે, તેઓ “વાસ્તવિક NCP” હોવાનો દાવો કરવા માટે તેમની પાસે જરૂરી સંખ્યા છે.

આ પણ વાંચોપક્ષપલટા કાયદો શું છે? અજિત પવારને કાર્યવાહીથી બચવા કેટલા ધારાસભ્યોના સમર્થનની જરૂર? જાણો બધુ

કિસમે કિતના દમ, એક નજર કરીએ

NCP ધારાસભ્યોની કુલ સંખ્યા: 53અજિત પવારના સમર્થનનો દાવો કરનારા ધારાસભ્યોની સંખ્યાઃ 42અજિત પવારની બેઠકમાં હાજર ધારાસભ્યોઃ 31શરદ પવારની બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોઃ 13અજિત પવારને પક્ષપલટા વિરોધી કાયદાને હરાવવા માટે જરૂર છે: ઓછામાં ઓછા 36 ધારાસભ્યોઅજિત પવાર પાસે હજુ પણ 5 ધારાસભ્યોની કમી છેબંને બેઠકોમાંથી ગાયબ ધારાસભ્યોની સંખ્યાઃ 9

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ