maharashtra politics : મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજનીતિક ડ્રામા જોવા મળ્યો છે. એનસીપીમાં અજિત પવારે બળવો કર્યો છે અને પાર્ટીમાં તુટ પડી છે. અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે અને મહારાષ્ટ્રમાં ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. એનસીપીના 9 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધા છે. જેમાં ઉપ મુખ્યમંત્રી અજિત પવાર સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટિલ, દિલીપ બલસે પાટિલ, ધર્મરાવ અત્રામ, સુશીલ વલસાડ, અદિતી તટકરે, હસન મુશ્રીફનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. શરદ પવારે કહ્યું – મેં 6 જુલાઈએ તમામ નેતાઓની બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને પાર્ટીની અંદર કેટલાક ફેરફાર કરવાના હતા, પરંતુ તે બેઠક પહેલા કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે.
શરદ પવારે કહ્યું – મને ઘણા લોકો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય લોકોના ફોન આવી રહ્યા છે. આજે શું થયું તેની મને ચિંતા નથી. આવતીકાલે હું વાય.બી.ચવ્હાણ (મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ)ને નમન કરીશ અને જાહેર સભા યોજીશ.