શુભાંગી ખાપરે : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે વિભાજન, ભાજપને રાજકીય હરીફો સામે વધુ એક સફળતા અપાવી શકે છે. પરંતુ રાજ્ય એકમ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન સમગ્ર મહારાષ્ટ્રમાં સંગઠનના ચૂંટણીલક્ષી પદચિહ્નને વિસ્તારવાનો છે. શાસક ગઠબંધનમાં ત્રણ પક્ષોનો અર્થ છે કે, રાજ્યની 288 વિધાનસભા અને 48 લોકસભા બેઠકો માટે બેઠકોની વહેંચણીની વાત આવશે, ત્યારે ભાજપે ઓછી બેઠકો પર સમાધાન કરવું પડશે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને NCP વચ્ચે આઠ સીટો પર સીધો મુકાબલો હતો. ભાજપે બારામતી સિવાયની તમામ બેઠકો જીતી હતી, તો એક બેટક પર એનસીપીની સુપ્રિયા સુલે જીતી હતી.
એકસાથે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 288 બેઠકોમાંથી 56 બેઠકો પર ભાજપ અને એનસીપી વચ્ચે સીધો મુકાબલો હતો. જેમાંથી ભાજપે 34 અને એનસીપીએ 22 બેઠકો જીતી હતી.
રાજ્યમાં ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા કેડરને વારંવાર ખાનગી અને જાહેર સભાઓમાં સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, તેઓએ 2024 પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે પાર્ટી માટે કરો યા મરોની લડાઈ હશે. તેમને કહેવામાં આવ્યું છે કે, તેમનો ઉદ્દેશ્ય PM નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવાનો છે, 2019ની 303 બેઠકોની સંખ્યાને વટાવી. આ ધ્યેય હાંસલ કરવા માટે, તેમણે અન્ય પક્ષો – શિવસેના (શિંદે જૂથ) અને હવે અજિત પવારને સમાવવા પડશે. એનસીપીના નેતૃત્વમાં આનાથી ચોક્કસ પણે પાયાના સ્તરે ભાજપની કેડરની સંભાવનાઓ અને અપેક્ષાને નુકસાન થાય છે.
એક નિખાલસ સ્વીકૃતિમાં, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “કાર્યકર્તાઓની ચિંતા સમજી શકાય તેવી છે. પરંતુ કેટલીકવાર આપણે મોટા ચિત્રને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવવી પડે છે.” મોદી-શાહ શાસન હેઠળ, સંગઠનમાં કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રમાં આ નિર્ણયોને પડકારવા તૈયાર નથી. પરંતુ ખાનગી રીતે, ઘણા લોકો સ્વીકારે છે કે, પક્ષની અગાઉ જાહેર કરાયેલ રણનીતિ ‘શત પ્રસત ભાજપ (100% ભાજપ)’ વ્યૂહરચના માળિયા પર મૂકવામાં આવી છે.
એક કેન્દ્રીય મંત્રીએ નામ જાહેર ન કરવાની વિનંતી સાથે કહ્યું કે,, “પોતાના નાના નફાને પૂરો કરવા માટે, અમે અમારા મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગયા છીએ.” કેડર-આધારિત પક્ષમાં, આવી જોડ-તોડની રાજનીતિ જુગાર સાબિત થઈ શકે છે.
રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, “ભાજપ મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સૌથી મોટી પાર્ટી છે. પરંતુ અમે અહીં અટકી શકતા નથી. અમે અમારી વોટ બેંકને 30% થી 50% સુધી વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. આ હાંસલ કરવા માટે, અમારે બહુ-પક્ષીય વ્યૂહરચના અપનાવવી પડશે, જેમાં હરીફોને અમારી તરફ આકર્ષિત કરવાનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના તમામ ટોચના નેતાઓએ ભાજપની બહારના ઉમેદવારો પક્ષમાં ખેંચી લાવવા અને સાથી પક્ષો સાથે જોડાણ કરીને કેડરની અંદરની અશાંતિને ઓછી ગણાવી છે. રાજ્ય પક્ષના એકમને સ્પષ્ટપણે કેડરને જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે, NCPના વિભાજન સહિત જે પણ વિકાસ થયો છે, તેમાં મોદી અને અમિત શાહ એમ બે મોટા નેતાઓની મંજૂરી છે.
2019 માં, રાજ્યના કેબિનેટ મંત્રી ગિરીશ મહાજને જામનેર વિધાનસભા બેઠક પરથી સીધી સ્પર્ધામાં NCPના સંજય ગરુડને હરાવ્યા હતા. આજે પણ તેઓ ભાજપ-એનસીપી ગઠબંધનને યોગ્ય ઠેરવતા સાંભળવામાં આવે છે. મહાજને કહ્યું, “જ્યારે અજિત પવાર જેવા સ્થાપિત નેતા NCPના બે તૃતીયાંશ ધારાસભ્યો સાથે ભાજપ સાથે હાથ મિલાવે છે, ત્યારે તે PM મોદીના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. અમે શિવસેના, BJP અને NCP સાથે મળીને વધુ મજબૂત બનીશું.”
આ પણ વાંચો – Maharashtra Politics: NCPના અસલી મુખિયા કોણ? પાર્ટી, સંપત્તિ, ચૂંટણી ચિહ્ન હવે કોની પાસે રહેશે? આજે થશે સ્પષ્ટ
ભાજપના રાજકીય સંચાલકોનું કહેવું છે કે, રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી પાર્ટીએ 2014 અને 2019માં બે વખત 23 બેઠકો જીતી હતી. “અમારા ગઠબંધન ભાગીદાર, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન અવિભાજિત શિવસેનાએ 18 બેઠકો મેળવી હતી. હવે અમે તમામ 48 બેઠકો જીતવા માટે શિવસેના (શિંદે), ભાજપ અને એનસીપી સાથે મળીને કામ કરીશું. રાજ્ય વિધાનસભામાં, ભાજપે અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતી હતી, 2014માં 122 (જ્યારે તે પોતાના દમ પર ચૂંટણી લડી હતી) અને 2019માં 105 (જ્યારે તેની સાથી તરીકે અવિભાજિત શિવસેના હતી). ત્યારબાદ તેણે પંઢરપુરની પેટાચૂંટણી જીતી, તેની બેઠકોની સંખ્યા વધીને 106 થઈ. એટલે કે 166 બેઠકો એવી છે, જે હજુ પડકાર બની રહી છે. શિવસેના (શિંદે) અને અજિત પવારની એનસીપીની સાથે, ભાજપ તેના ચૂંટણી લાભોને મહત્તમ કરવા અને તેની સંખ્યા 230 થી વધુ લઈ જવાનો પ્લાન બનાવી રહી છે.
અજિત પવારમાં, ભાજપ એક આક્રમક મરાઠા નેતા જુએ છે, ભાજપનું માનવું છે કે, આનાથી પશ્ચિમ મહારાષ્ટ્રના આર્થિક રીતે સમૃદ્ધ સુગર બેલ્ટ જીતવામાં મદદ મળશે, જે હંમેશા એનસીપીનો ગઢ રહ્યો છે. આ પ્રદેશમાં લોકસભાની 11 અને વિધાનસભાની 70 બેઠકો છે.





