શરદ પવાર આ મોટા સંકેત ચૂકી ગયા અને ભત્રીજા અજિત પવારે કરી નાખી મોટી ગેમ!

Ajit Pawar : રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અજિત પવાર લાંબા સમયથી આ રમત રમવાની તૈયારી કરી રહ્યા હતા. એક જ દિવસમાં એનસીપીના આટલા બધા નેતાઓને તેઓ પોતાના પક્ષમાં લાવ્યા નથી

Written by Ashish Goyal
July 02, 2023 16:45 IST
શરદ પવાર આ મોટા સંકેત ચૂકી ગયા અને ભત્રીજા અજિત પવારે કરી નાખી મોટી ગેમ!
અજિત પવારે એનસીપી સાથે એ કરી બતાવ્યું જેની આશા શરદ પવારે ક્યારેય કરી હશે નહીં (Express file photo)

maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ગેમ થઇ ગઇ છે. અજિત પવારે એનસીપી સાથે એ કરી બતાવ્યું જેની આશા શરદ પવારે ક્યારેય કરી હશે નહીં. હાલ અજિત પવારે શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. તેમની સાથે એનસીપીના અન્ય ઘણા દિગ્ગજ નેતાઓ પણ સરકારનો હિસ્સો બન્યા છે. આ એક એવો નાટકીય વળાંક છે જેની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં જ નહીં પરંતુ આગામી વર્ષોમાં એનસીપીના રાજકારણ ઉપર પણ પડવાની છે.

અજિત પવારે અચાનક આટલું મોટું પગલું ભર્યું નથી. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અજિત લાંબા સમયથી આ રમત રમવાની તૈયારી કરી રહ્યા હતા. એક જ દિવસમાં એનસીપીના આટલા બધા નેતાઓને તેઓ પોતાના પક્ષમાં લાવ્યા નથી. આવી સ્થિતિમાં અજિતના પક્ષે આ એક રીતે વિચારેલી રણનીતિ હતી, પરંતુ સવાલ એ છે કે શું શરદ પવારે આ વખતે કોઈ મોટી ભૂલ કરી હતી? શું શરદ પવારને પોતાની જ પાર્ટીમાં ચાલતી ગતિવિધિઓ સમજમાં ન આવી?

શરદ પવાર જેવા દિગ્ગજ નેતાની રાજનીતિ પર સવાલ ઉઠાવવો ખોટો ગણાશે પરંતુ એવું માની શકાય કે અજીત પર હવે ભરોસો ન કરી શકાય તેવા કેટલાક સંકેતો તેઓ ચૂકી ગયા હતા. અજિત પવારની ભાજપ સાથેની નિકટતા, પીએમ મોદીની પ્રશંસા, એક વખત તેમણે એનસીપી સાથે દગો કર્યો અને ડેપ્યુટી સીએમ બન્યા. આ બધા સંકેતો હતા કે શરદ પવારને હવે ભત્રીજા અજિત પર વિશ્વાસ ન કરવો જોઈએ.

શરદ પવાર માટે સંકેત નંબર 1

શરદ પવારને સૌ પ્રથમ સંકેત 2019માં મળ્યો હતો જ્યારે અજિત પવારે 72 કલાક માટે ડેપ્યુટી સીએમ બન્યા હતા. મહારાષ્ટ્રમાં તે વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી ન હતી. પહેલા તો એવું કહેવાતું હતું કે ભાજપ શિવસેનાની મદદથી સરકાર બનાવશે, પરંતુ સીએમ પદને લઈને એટલો વિવાદ થયો કે ઉદ્ધવે એનસીપી અને કોંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો. બીજી તરફ એવી પરિસ્થિતિથી અસહજ અજિતે સૌથી મોટી રમતમાં ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા હતા અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

આ પણ વાંચો – Ajit Pawar : એનસીપીના નામ અને સિમ્બોલ પર અજિત પવારે દાવો કર્યો

પરંતુ આ સરકાર 72 કલાકમાં પડી ગઈ કારણ કે અજિત પવારે દાવા તો કર્યા હતા પરંતુ તેમને એનસીપી તરફથી પૂરતો ટેકો મળી શક્યો ન હતો. હવે શરદ પવાર માટે આ પહેલો સંકેત હતો કે અજિત હવે ભરોસાપાત્ર નથી. પણ એનાથી તદ્દન ઊલટું જ બન્યું. શરદ પવારે પણ અજિતને પાછા સ્વીકાર્યા હતા અને બાદમાં તેમને ડેપ્યુટી સીએમનું પદ અપાવ્યું હતું.

શરદ પવાર માટે સંકેત નંબર 2

આ વર્ષની શરૂઆતમાં એવી અટકળો હતી કે અજિત પવાર ભાજપમાં જોડાઈ શકે છે અથવા તેમના તરફથી એનસીપીમાં બે ફાડ થઈ શકે છે. આ સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિમાં ઝડપથી ફેલાઈ ગયા હતા, પરંતુ શરદ પવારે કહ્યું કે આ તમામ મીડિયાવાળા અફવાઓ ફેલાવી રહ્યા છે. એક નિવેદનમાં શરદ પવારે કહ્યું હતું કે અજિત ખૂબ જ મહેનતુ છે, તેમના વિશે ઘણી ખોટી માન્યતાઓ ઉભી કરવામાં આવી છે. મારા ભત્રીજાને લઈને અસમંજસનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એટલે કે અજીત ગેમ ખેલવા તૈયાર હતા.

શરદ પવાર માટે સંકેત નંબર 3

શરદ પવાર જેવા મોટા નેતા પોતાના પદ પરથી રાજીનામું આપી દે, બધા કાર્યકરો દુઃખી થઇ જાય પરંતુ અજિત તેમને સમજાવવાનું કામ કરે. કહી દો તે નવા નેતૃત્વને મળવું જોઈએ. આ વલણ એ કહેવા માટે પુરતું હતું કે અજિત હવે શરદ પવારને પાર્ટી અધ્યક્ષ તરીકે જોઇ રહ્યા નથી. તેઓ લાંબા સમયથી ઈચ્છતા હતા કે તેમને NCP અધ્યક્ષ બનાવવામાં આવે. પણ શરદ પવાર તે સંકેતો સમજી શક્યા ન હતા.

શરદ પવાર માટે સંકેત નંબર 4

અજિત પવારે એનસીપીમાં રહીને ઘણા પ્રસંગોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરમાં વખાણ કર્યા હતા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ માટે પણ ઘણા પ્રસંગોએ આવા જ નિવેદનો કર્યા હતા. હવે કોઈ એક પક્ષમાં રહીને બીજા પક્ષના સૌથી મોટા નેતાના વખાણ કરે તો આંખ-કાન ખુલ્લા રાખવા હિતાવહ છે. ગયા મહિને મીડિયા સાથે વાત કરતા અજિત પવારે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ચમત્કારીક નેતા છે. તેમણે મોદીની સરખામણી ઈન્દિરા અને નેહરુ સાથે પણ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ