maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમયે ડેપ્યુટી સીએમ વિરુદ્ધ ડેપ્યુટી સીએમનો રાજકીય જંગ જામ્યો છે. પૂર્વ મંત્રી નવાબ મલિક આ સમયગાળામાં અજિત જૂથમાં જોડાવા માંગે છે. પરંતુ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ વાત સાથે સહમત નથી. તેમના તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ગઠબંધનમાં તેમના સહિત તેમના પર જે પ્રકારના આરોપો છે તે યોગ્ય મેસેજ નહીં જાય.
દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો પત્ર શેર કરતા લખ્યું હતું કે નવાબ મલિકને ગઠબંધનનો હિસ્સો બનાવવો ખોટું ગણાશે. જે પરિસ્થિતિમાં તેમના પર આરોપ લાગ્યા છે તેમાં તેમનું ગઠબંધનમાં જોડાવું યોગ્ય નથી. સત્તા આવશે અને જશે પરંતુ આ દેશ મહત્વપૂર્ણ છે. ડેપ્યુટી સીએમએ એ વાત પર પણ ભાર મૂક્યો કે નવાબ મલિક સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, તેઓ વિધાનસભામાં જઈ શકે છે અને તેમનું કામ જોઈ શકે છે, આ તેમનો અધિકાર છે. પરંતુ તેમને ગઠબંધનમાં લેવા યોગ્ય નથી.
આ પણ વાંચો – તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારમાં 1 ડેપ્યુટી સીએમ અને 11 મંત્રીઓ, જાણો કયા કયા સમુદાયના છે?
ફડણવીસે તો પોતાના પત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો નવાબ મલિક પર લાગેલા તમામ આરોપો ખોટા સાબિત થશે તો તેવામાં ગઠબંધનમાં તેમનું સ્વાગત જરૂરથી કરવામાં આવશે. અત્યાર સુધી અજિત પવારે આ પત્રનો કોઇ જવાબ આપ્યો નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં તેને એક નવા વિવાદ તરીકે જોવામાં આવી રહ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે નવાબ મલિક ગત વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં હતા.
થોડા દિવસ પહેલા જ સ્વાસ્થ્યના કારણોસર તેમને જામીન મળ્યા હતા. બે વર્ષ બાદ જામીન મળ્યા બાદ તેઓ વિધાન મંડળમાં આવ્યા હતા અને તેઓ અનેક નેતાઓને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે પાછળ બેસીને અને સંકેત આપ્યો કે તે અજિત જૂથ સાથે છે.