શરદ પવાર અને અજિત પવાર જૂથની કિસ્મત નક્કી કરશે એનસીપીના આ 6 ધારાસભ્યો, રાજનીતિ સંકટ પર શું છે તેમનો મત

NCP Politics : જો અજિત પવાર પક્ષપલટાના કાયદાથી બચવા માગતા હોય તો તેમણે બે તૃતિયાંશ ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે. એનસીપીના કુલ 53 ધારાસભ્યોમાંથી અજિત પવારને 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. પરંતુ હાલમાં તેમની પાસે કુલ 31 ધારાસભ્યોનું સમર્થન છે. જે 6 ધારાસભ્યો હજુ સુધી કોઈ પણ જૂથમાં સામેલ નથી તેઓ આ રાજકીય રમતને બદલી શકે છે

Written by Ashish Goyal
Updated : July 07, 2023 16:40 IST
શરદ પવાર અને અજિત પવાર જૂથની કિસ્મત નક્કી કરશે એનસીપીના આ 6 ધારાસભ્યો, રાજનીતિ સંકટ પર શું છે તેમનો મત
અજિત પવાર અને શરદ પવાર બંને આ ધારાસભ્યોને તેમના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે (એક્સપ્રેસ તસવીર)

Maharashtra Politics : મહારાષ્ટ્ર એનસીપીમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલથી કોને ફાયદો થશે તે તો આવનારો સમય જ કહેશે. શરદ પવાર અને અજિત પવાર બંને પાર્ટી પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. અજિત જૂથના બળવા બાદ શરદ પવારે બોલાવેલી બેઠકમાં પક્ષના 16 ધારાસભ્યોએ હાજરી આપી હતી. અજિત પવારની સાથે 31 ધારાસભ્યો હોવાનું કહેવાય છે.

જો અજિત પવાર પક્ષપલટાના કાયદાથી બચવા માગતા હોય તો તેમણે બે તૃતિયાંશ ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે. એનસીપીના કુલ 53 ધારાસભ્યોમાંથી અજિત પવારને 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. પરંતુ હાલમાં તેમની પાસે કુલ 31 ધારાસભ્યોનું સમર્થન છે. જે 6 ધારાસભ્યો હજુ સુધી કોઈ પણ જૂથમાં સામેલ નથી તેઓ આ રાજકીય રમતને બદલી શકે છે. અજિત પવાર અને શરદ પવાર બંને આ ધારાસભ્યોને તેમના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો જાણીએ આ રાજકીય સંકટ પર આ ધારાસભ્યોનું શું કહેવું છે

સરોજ અહિર, ઉંમર – 41, દેવલાલી વિધાનસભા ક્ષેત્ર

સરોજ અહિરે કહ્યું કે તે તેમના મત વિસ્તારમાં હોવાથી તે કોઈ પણ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તેમણે કહ્યું કે તેઓ શરદ પવાર અને અજિત પવાર બંનેનું સન્માન કરે છે અને તેમના મત વિસ્તારના લોકો સાથે વાત કર્યા પછી તેમનો નિર્ણય લેશે.

ચંદ્રકાંત ઉર્ફે રાજુ નવઘરે, ઉંમર – 41, વિધાનસભા ક્ષેત્ર – બસમત

રાજુ નવઘરેએ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક સુગર મિલની ચૂંટણીમાં વ્યસ્ત હતા. જેના કારણે તેઓ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તે 9 જુલાઈ પછી પોતાનો નિર્ણય જણાવશે.

આ પણ વાંચો – ભત્રીજા અજિત પવારને શરદ પવારનો પડકાર, કહ્યું – હું જ એનસીપીનો અધ્યક્ષ છું

અતુલ બેનેકે, ઉંમર 42, વિધાનસભા ક્ષેત્ર – જુન્નર

ધારાસભ્ય અતુલ બેનેકે અગાઉ બળવામાં અજિત પવારને ટેકો આપ્યો હતો. 2019ની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અજીત પવારે ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે અતુલે તેમને ટેકો આપ્યો હતો પરંતુ બાદમાં શરદ પવારના ફોન પર પાછા આવીને તેમને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના મત વિસ્તારના લોકો સાથે વાત કર્યા પછી પોતાનો નિર્ણય લેશે.

દૌલત દરોડા, ઉંમર – 55, વિધાનસભા ક્ષેત્ર-શાહપુર

દૌલત દરોરાએ કહ્યું કે શરદ પવારે બોલાવેલી બેઠકમાં તેઓ સામેલ થઈ શક્યા નથી પરંતુ તેઓ વરિષ્ઠ નેતાનું સમર્થન કરે છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં એકનાથ શિંદેની સરકારને સમર્થન નહીં કરે.

આશુતોષ કાલે, ઉંમર – 37, વિધાનસભા ક્ષેત્ર- કોપરગાંવ

આશુતોષ કાલે હાલ વિદેશમાં હોવાથી તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

નવાબ મલિક, ઉંમર – 64, વિધાનસભા ક્ષેત્ર – અણુશક્તિનગર

નવાબ મલિક છેલ્લા ઘણા સમયથી મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં છે. જેથી તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ