Mahua Moitra : એથિક્સ કમિટીના 500 પાનાના રિપોર્ટમાં શું છે? શા માટે મહુઆ મોઇત્રાને તેનો સાંસદનો દરજ્જો ગુમાવવાનો ભય છે?

Mahua Moitra Case : 500 પેજના એથિક્સ કમિટી (Ethics Committee) ડ્રાફ્ટ રિપોર્ટમાં મહુઆ મોઇત્રા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં માંગ કરવામાં આવી છે કે, ભારત સરકારે મહુઆ મોઇત્રા અને હિરાનંદાની વચ્ચેના રોકડ વ્યવહારોની પણ કાયદાકીય, સંસ્થાકીય અને સમયસર તપાસ કરવી જોઈએ.

Written by Kiran Mehta
Updated : November 09, 2023 12:42 IST
Mahua Moitra : એથિક્સ કમિટીના 500 પાનાના રિપોર્ટમાં શું છે? શા માટે મહુઆ મોઇત્રાને તેનો સાંસદનો દરજ્જો ગુમાવવાનો ભય છે?
મહુઆ મોઈત્રાની મુશ્કેલી વધશે?

Mahua Moitra Case : લોકસભામાં પૈસા માટે સવાલ પૂછવાના મામલે TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. 500 પેજના ડ્રાફ્ટ રિપોર્ટમાં મોઇત્રા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં તેમના કામને વાંધાજનક અને અનૈતિક ગણાવવામાં આવ્યું છે. ગુરુવારે એથિક્સ કમિટીની બેઠકમાં ડ્રાફ્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે યોજાનારી બેઠક ખૂબ જ હોબાળો કરી શકે છે. સમિતિના અધ્યક્ષ વિજય સોનકર આ મામલે ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી અપાવવાનો પ્રયાસ કરશે.

શું છે ડ્રાફ્ટ રિપોર્ટમાં?

મળતી માહિતી મુજબ 500 પેજના ડ્રાફ્ટ રિપોર્ટમાં મહુઆ મોઇત્રા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં માંગ કરવામાં આવી છે કે, ભારત સરકારે મહુઆ મોઇત્રા અને હિરાનંદાની વચ્ચેના રોકડ વ્યવહારોની પણ કાયદાકીય, સંસ્થાકીય અને સમયસર તપાસ કરવી જોઈએ. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મહુઆ મોઇત્રાએ 1 જાન્યુઆરી, 2019 અને 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે ચાર વખત દુબઈની મુલાકાત લીધી હતી. જોકે, ત્યાંથી તેમના લોકસભા લોગિન આઈડીનો 47 વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મોઇત્રાએ હિરાનંદાની પાસેથી કથિત રીતે રોકડ, લક્ઝરી વસ્તુઓ, બંગલાના રિનોવેશન, મુસાફરી ખર્ચ સહિત વિવિધ પ્રકારની માંગણી કરી હતી. રિપોર્ટમાં હિરાનંદાની દ્વારા મહુઆ મોઇત્રાને આપવામાં આવેલી ભેટની વિગતો પણ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોઇત્રાને હર્મિસ સ્કાર્ફ, બોબી બ્રાઉન મેક-અપ અને ઉપયોગ કરવા માટે એક કાર મળી હતી.

તમને જણાવી દઈએ કે, 2 નવેમ્બરના રોજ મહુઆ મોઈત્રા એથિક્સ કમિટી સમક્ષ હાજર થઈ હતી. આ બેઠકમાં મહુઆ મોઇત્રા અને દાનિશ અલી સહિત પાંચ વિપક્ષી સભ્યોએ સમિતિના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકર પર અનૈતિક અને પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે દાવો કર્યો હતો કે, મોઇત્રાને ગંદા અને અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

આજની બેઠકમાં વિવાદ

તેલંગાણાની ચૂંટણી માટે 9મી નવેમ્બરે જ નામાંકન ભરવાના છે. આ માટે નાલગોંડાના કોંગ્રેસના સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડીએ પણ તેલંગાણા જવું પડશે. તે એથિક્સ કમિટિનો ભાગ છે. તેમણે આ બેઠક રદ કરવાની માંગ કરી હતી. આ મામલે મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો કે પેનલની બેઠક જાણીજોઈને 6 નવેમ્બરને બદલે 9 નવેમ્બરે રાખવામાં આવી હતી જેથી વિપક્ષી નેતાઓની સંખ્યા ઘટાડી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ