દિલ્હી-એનસીઆરમાં સ્પેશિયલ સેલ દ્વારા મોટી કાર્યવાહી, ન્યૂઝ ક્લિક કેસમાં તાબડતોબ દરોડા

હાલમાં આ દરોડા અંગે દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પત્રકાર ઉર્મિલેશ, અનિન્દ્યો અને અભિસાર શર્માના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

હાલમાં આ દરોડા અંગે દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પત્રકાર ઉર્મિલેશ, અનિન્દ્યો અને અભિસાર શર્માના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
delhi police | news click | google news | police raid

દિલ્હી પોલીસ - એક્સપ્રેસ ફોટો

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા પત્રકારોના ઘરો પર દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ આજે સવારે સ્પેશિયલ સેલ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ન્યૂઝક્લિક સાથે જોડાયેલા લોકોના ઘરે પહોંચી ગયો છે. હાલમાં આ દરોડા અંગે દિલ્હી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પત્રકાર ઉર્મિલેશ, અનિન્દ્યો અને અભિસાર શર્માના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. પત્રકાર અભિસાર શર્માએ ટ્વીટ કરીને લખ્યું, "દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી ગઈ છે, મારું લેપટોપ અને ફોન છીનવી લેવામાં આવ્યો છે."

Advertisment

જ્યારે માહિતી મળશે ત્યારે સમાચાર અપડેટ કરવામાં આવશે.

શું છે ન્યૂઝ ક્લિક અને શા માટે આવ્યો ચર્ચામાં?

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર ચીનની મદદ લેવાનો આરોપ લગાવ્યો હતો. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલને ટાંકીને તેમણે ન્યૂઝ ક્લિક મીડિયા ઈન્સ્ટિટ્યૂટનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ ઈન્સ્ટિટ્યૂટ ચીન પાસેથી ફંડિંગ મેળવી રહી છે. તેમણે કહ્યું કે NYT રિપોર્ટ જણાવે છે કે ન્યૂઝક્લિકને વિદેશી ભંડોળમાંથી 38 કરોડ રૂપિયા મળ્યા છે અને આ પૈસા કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યા છે.

દિલ્હી ક્રાઇમ ન્યૂઝ દેશ