મકરસંક્રાંતિ, પોંગલ, લોહરી, ભારતભરમાં મનાવતા આ તહેવારોનું છું છે મહત્વ

Makar Sankranti 2024 : ઘણા હિન્દુ તહેવારોથી વિપરીત આ તહેવારોની તારીખ મોટાભાગે નિશ્ચિત છે. આ તહેવારોનું શું મહત્વ છે અને કેટલીક સામાન્ય બાબતો હોવા છતાં તે અનન્ય રીતે કેવી રીતે ઉજવવામાં આવે છે? સમજીએ

Written by Ashish Goyal
January 14, 2024 22:20 IST
મકરસંક્રાંતિ, પોંગલ, લોહરી, ભારતભરમાં મનાવતા આ તહેવારોનું છું છે મહત્વ
14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ વગેરે અંતર્ગત ભારતના અનેક રાજ્યોમાં અલગ-અલગ નામથી સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે (તસવીર - એક્સપ્રેસ)

Makar Sankranti 2024 : 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ વગેરે અંતર્ગત ભારતના અનેક રાજ્યોમાં અલગ-અલગ નામથી સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ઘણા હિન્દુ તહેવારોથી વિપરીત આ તહેવારોની તારીખ મોટાભાગે નિશ્ચિત છે. આ તહેવારોનું શું મહત્વ છે અને કેટલીક સામાન્ય બાબતો હોવા છતાં તે અનન્ય રીતે કેવી રીતે ઉજવવામાં આવે છે? સમજીએ.

મકરસંક્રાંતિ કે પોંગલ શા માટે ઉજવવામાં આવે છે?

આ દિવસ હવામાનમાં પરિવર્તનનો સંકેત આપે છે. આ દિવસ સૂચવે છે કે ગરમી હવે નજીક છે અને આપણે શિયાળાથી દૂર જઈ રહ્યા છીએ. કહેવાય છે કે આ દિવસે સૂર્યની ઉત્તરાયણ યાત્રા (ઉત્તરાયણ) શરૂ થાય છે. હિન્દુઓનું માનવું છે કે જાન્યુઆરીનો અંત લાંબા દિવસોની શરૂઆતનો સંકેત આપે છે.

શા માટે મકરસંક્રાંતિ અથવા પોંગલ હંમેશાં 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે?

ચંદ્ર ચક્રને અનુસરતા મોટાભાગના તહેવારોથી વિપરીત મકરસંક્રાંતિ સૌર ચક્રને અનુસરે છે અને આમ દર વર્ષે લગભગ તે જ દિવસે (14 જાન્યુઆરી)ઉજવવામાં આવે છે. સંક્રાંતિને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. દંતકથાઓમાં એવું છે કે સંક્રાંતિએ દાનવ શંકરાસુરને માર્યો હતો.

મકરસંક્રાંતિ અથવા પોંગલ સાથે સંકળાયેલી ધાર્મિક વિધિઓ શું છે?

સંક્રાંતિની વિધિઓમાં સ્નાન કરવું, ભગવાન સૂર્યને નૈવેદ્ય (ભગવાનને અર્પણ કરાયેલું ભોજન) અર્પણ કરવું, દાન અથવા દક્ષિણા આપવી, શ્રાદ્ધ વિધિ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ બધું નિયત સમયમાં કરવું પડશે. જો મકર સંક્રાંતિ સૂર્યાસ્ત પછી થાય છે તો પુણ્ય કાલની બધી પ્રવૃત્તિઓ આગામી સૂર્યોદય સુધી મુલતવી રાખવામાં આવે છે.

પૂજા કરનારાઓ સામાન્ય રીતે ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ દિવસની ઉજવણી કરવા માટે તેઓ સૂર્યોદય સમયે વહેલી સવારે ઉઠી જાય છે. શ્રદ્ધાળુઓ માને છે કે ડૂબકી લગાવવાથી તેમના પાપ ધોવાઈ જાય છે. તેને શાંતિ અને સમૃદ્ધિના સમય તરીકે પણ જોવામાં આવે છે અને આ દિવસે આધ્યાત્મિક કાર્યો કરવામાં આવે છે.

તહેવારોમાં કેટલીક પ્રાદેશિક ભિન્નતા

તહેવારોમાં કેટલીક પ્રાદેશિક ભિન્નતા છે. તમિલનાડુમાં ચાર દિવસીય પોંગલ ઉત્સવની શરૂઆત ભોગીથી થાય છે. પહેલા દિવસે ઘરની સાફસફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રવેશદ્વારને ચોખાના પાવડર કોલમ અથવા સૂકા અને રંગીન શાકભાજીથી શણગારવામાં આવે છે. રંગોળી અનાજમાંથી બનાવવામાં આવે છે.

મુખ્ય તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે; ત્રીજો દિવસ મટ્ટુ પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. તમિલમાં મટ્ટુ એટલે બળદ અને પોંગા એટલે તમિલમાં ચોખાની વિપુલતા, આ તહેવાર સારો પાક સુનિશ્ચિત કરવા માટે બળદોની મહેનતનું સન્માન કરે છે. દર વર્ષે ખેડૂતો દેવી પાર્વતી, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા અને આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં એકઠા થાય છે.

આ પણ વાંચો – મકરસંક્રાતિ પર જોવા મળ્યો પીએમ નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ, ગાયોને ખવડાવ્યો ચારો

પોંગલ ઉકાળેલા દૂધ અને ખાંડ સાથે મિશ્રિત ચોખાની વાનગી છે, જે આ તહેવાર દરમિયાન દરેક લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અન્ય વાનગીઓમાં લીંબુ અને આમલીના ચોખા, વડા, શાક અને પાયસમ (મીઠા ચોખાની ખીર)નો સમાવેશ થાય છે.

કર્ણાટકમાં “એલુ બેલા થિંડુ ઓલે મથાડી” કહેવત સાંભળવા મળે છે, જેનો અર્થ થાય છે તલ અને ગોળનું મિશ્રણ ખાઓ અને સારા શબ્દો બોલો. રાજ્ય સરકારની કલ્ચર વેબસાઇટ અનુસાર આ કહેવત ‘ઇલુ બિરોધુ’ નામની ખૂબ જ મહત્વપૂર્ણ પરંપરાને અનુસરે છે. રસપ્રદ વાત એ છે કે આવી જ એક કહેવત મરાઠીમાં પણ પ્રચલિત છે: “તિલગુલ ધ્યા આણિ ગોડ ગોડ બોલા” (તલ-ગોળ ખાઓ અને મીઠું બોલો).

સ્ત્રીઓ અને બાળકો ઘરે-ઘરે જઈને શેરડીનો એક ટુકડો, તલ અને ગોળનું મિશ્રણ અને કારમેલાઇઝ્ડ ખાંડથી બનેલી કેન્ડીની પ્લેટોનું આદાન-પ્રદાન કરે છે. આ પરંપરા ખુશીઓ ફેલાવવાના ગુણોનું પ્રતીક છે. ખેડૂત સમુદાયો તેમના પશુઓને આભૂષણોથી સજ્જ કરે છે અને તેમને આગના મોટા ખાડામાં કૂદાવે છે. પશુઓના આ પ્રદર્શનને સ્થાનિક રીતે ‘કિચુ હૈસોડુ’ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં લોકો પતંગ ઉડાડે છે

તલ અને ગોળના લાડુ અથવા ચિક્કી ઉત્તર ભારતમાં વહેંચવામાં આવે છે. બિહારમાં આ તહેવારને ‘ખીચડી’ કહેવામાં આવે છે અને એ જ નામની વાનગી (ચોખા અને અડદની દાળનું મિશ્રણ) બનાવવામાં આવે છે. પંજાબ અને અન્યત્ર લોહરીનું આયોજન કરવામાં આવે છે. લોકો આગની આસપાસ ફરે છે અને મગફળી, પોપકોર્ન પણ, આગમાં ફેંકી દે છે. અમદાવાદમાં દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સાથે ગુજરાતમાં લોકો પતંગ ઉડાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ