Malegaon Blast Case Verdict : માલેગાવ બ્લાસ્ટ કેસના તમામ 7 આરોપીઓ ર્નિદોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 17 વર્ષ બાદ માલેગાવ વિસ્ફોટ કેસમાં મુંબઇની એક વિશેષ અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે વર્ષ 2008ના માલેગાવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દેશ જાહેર કર્યા છે. નોંધનિય છે કે, માલેગાવ બ્લાસ્ટ કેસમાં 6 લોકોના મોત થયા હતા.
માલેગાવ બ્લાસ્ટ કેસના આરોપીઓ નિર્દોષ
એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ, લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત અને અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના આરોપીઓમાં મેજર રમેશ ઉપાધ્યાય (નિવૃત્ત), સુધાકર ચતુર્વેદી, અજય રહિરકર, સુધાકર ધર દ્વિવેદી ઉર્ફે શંકરાચાર્ય અને સમીર કુલકર્ણીના પણ નામ સામેલ છે.
માલેગાવ વિસ્ફોટના મૃતકોને 2 લાખનું વળતર
એનઆઈએ અદાલતે આદેશ આપ્યો છે કે, માલેગાવ વિસ્ફોટમાં જીવ ગુમાવનાર તમામ 6 લોકોના પરિવારોને 2 – 2 લાખ રૂપિયા આપવામાં આવે. ઉપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તમામ ઘાયલ પીડિતોને વળતર રૂપે 50,000 રૂપિયા આપવામાં આવે.
માલેગાવ વિસ્ફોટ કેસમાં ફરિયાદી પક્ષ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ
વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.કે. લાહોટી, જેમણે સાતેયને દોષિત જાહેર કર્યા, તેમણે નોંધ્યું કે, ફરિયાદ પક્ષ મજબૂત અને વિશ્વસનીય પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગયા છે. આરોપીઓ સામે મજબૂત શંકા હોઈ શકે છે, પરંતુ તેમને સજા આપવા માટે તે પૂરતું નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
ફરિયાદ પક્ષ એવું તો સાબિત કર્યું કે માલેગાવમાં વિસ્ફોટ થયો હતો પરંતુ તે સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે કે તે મોટરસાઇકલમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. અદાલતે એ પરિણામ પર પહોંચી છે કે, ઘાયલોની સંખ્યા 101 નહીં પણ 95 હતી અને કેટલાક મેડિકલ સર્ટિફિકેટમાં હેરાફેરી કરવામાં આવી હતી.
પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સમીર કુલકર્ણી, સુધાકર ચતુર્વેદી અને સુધાકર ધારદ્વિવેદીને ભારતીય દંડ સંહિતા (IPC) અને આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમો હેઠળ ગુનાહિત કાવતરું અને હત્યા સહિતના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો : અદાલત
એનઆઈએ અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે – આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો, કારણ કે કોઇ પણ ધર્મ હિંસાની તરફેણ નથી કરતું. અદાલત માત્ર ધારણા અને નૈતિક પુરાવાના આધાર પર કોઇને દોષી ઠરાવી શકતી નથી, તેની માટે મજબૂત પુરાવા હોવા જોઇએ.
2008માં માલેગાવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત
મહારાષ્ટ્રના માલેગાવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ મુંબઇની એક વિશેષ NIA અદાલત આજે ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઇયે કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર માલેગાંવના ભીકુ ચોકમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા.
આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
માલેગાવ બ્લાસ્ટ કેસમાં અદાલતે પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. NIA કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, મે શરૂઆતથી કહ્યું હતું કે, મને તપાસ માટે બોલાવાય છે, તેની પાછળ કોઇને કોઇ પુરાવા હોવા જોઇએ. મને તપાસ માટે બોલાવાતી હતી અને મારી ધરપકડ કરી હેરાન કરવામાં આવી. તેનાથી મારું જીવન બરબાદ થઇ ગયું. હું એક સાધુનું જીવન જીવી રહી હતી પરંતુ મારા પર આરોપ લગાવવામાં આવ્યા, કોઇ પણ મારી સાથે ઉભું ન હતું. હું જીવીત છું કારણ કે હું એક સંન્યાસી છું. તેમણે ષડયંત્ર રચી ભગવાને બદનામ કર્યો, આજે ભગવાની જીત થઇ છે, હિંદુત્વની જીત થઇ છે અને ઈશ્વર દોષીઓને સજા આપશે.





