મમતા બેનર્જી ફરી ચર્ચામાં, ભારતીય ક્રિકેટ ટીમની કેસરી જર્સી પર ઉઠાવ્યા સવાલ, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Indian cricket team : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીને 'ભગવાકરણ' કરવાનો આરોપ લગાવ્યો

Written by Ashish Goyal
Updated : February 13, 2024 15:02 IST
મમતા બેનર્જી ફરી ચર્ચામાં, ભારતીય ક્રિકેટ ટીમની કેસરી જર્સી પર ઉઠાવ્યા સવાલ, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Express photo by Partha Paul)

LokSabha Election 2024 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીને ‘ભગવાકરણ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ દરેક વસ્તુમાં કેસરી રંગ ઉમેરી રહ્યા છે. અમને અમારા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે તેઓ આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે. તેમનો પ્રેક્ટિસ ડ્રેસ પણ કેસરી રંગનો છે. ખેલાડીઓએ તેમના વાદળી પોશાક પહેરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમે જોયું હશે કે તે કોલકાતામાં મેટ્રો રેલ સ્ટેશનને પણ ભગવા રંગમાં રંગી રહ્યા છે.

બંગાળ મસ્ટ લીડ ઇન્ડિયા – મમતા બેનર્જી

લોકસભા ચૂંટણી 2024માં પીએમ નરેન્દ્ર મોદીની સામે ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો કોણ હશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો ઇચ્છે છે કે તેમના નેતાને પીએમ ચહેરો બનાવવામાં આવે. આ દરમિયાન ટીએમસી ચીફ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. કોલકાતામાં એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે અમને એક જ ચીજ જોઈએ. અમારી જનતા સારી સારા રહે. આપણા માણસો સારા રહે. આપણો અંતરાત્મા સારો રહે. બંગાળ મસ્ટ લીડ ઇન્ડિયા. બંગાળે ભારતનું નેતૃત્વ કરવું જોઈએ.

કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર

ભાજપ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળ સરકાર કામ કરે છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન માત્ર જાહેરાત પર છે. અમે કામ કરીએ છીએ અને તે પ્રચાર. જો તેમણે જાહેરાતો પાછળ ખર્ચવામાં આવેલા પૈસા મજૂરોને આપ્યા હોત તો મનરેગાને લઈને વિરોધ પ્રદર્શન ન થાત. અમે આવું ક્યારેય જોયું નથી.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું ઉદાહરણ આપીને ડીપફેકને લઇને વ્યક્ત કરી ચિંતા

ભાજપને સલાહ આપતા મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે જાહેરાતો દ્વારા તમને થોડો ફાયદો મળી શકે છે પરંતુ તે કાયમી નથી. દીદીએ કહ્યું કે ટીએમસી સરકાર મજૂરો અને શાકભાજી વેચનારાઓની ચિંતા કરે છે. મજૂરો બાંધકામનું કામ કરે છે, પરંતુ મકાનનું કામ પૂર્ણ થયા પછી કોઈ તેમના વિશે વિચારતું નથી. આપણે વિચારીએ છીએ. અમે તેમના વિશે વિચારીએ છીએ જે શાકભાજી વેચે છે.

મોદી સરકાર પર બંગાળના પૈસા રોકવાનો આરોપ લગાવ્યો

મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે બંગાળમાં સીપીએમ સરકાર સામે 34 વર્ષ સુધી લડત ચલાવી હતી. હવે કેન્દ્ર સરકાર સામે તેમનો સંઘર્ષ ચાલુ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મજૂરો અને ગરીબો સહિત પૈસાના તમામ ટ્રાંજેક્શન રોકી દીધા છે. આ દરમિયાન તેમણે ભાજપ પર ચૂંટણી પહેલા જ લોકો વચ્ચે ભાગલા પડાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ