અત્રી મિત્રા : કહેવાય છે કે 34 વર્ષના ડાબેરી શાસનના અંતની ઝલક 2009ની આસપાસ પેટાચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. હાલમાં થયેલા સાગરદિધી પેટા ચૂંટણીને પણ આવા જ અંદાજમાં જોવામાં આવી રહી છે. સાગરદિથી લઘુમતી બહુલ્ય સીટ છે. અહીં મમતા બેનર્જીના ઉમેદવારનો કારમો પરાજય થયો હતો. ખાસ વાત એ છે કે ટીએમસીનો પરાજય વામ મોરચા સમર્થિત કોંગ્રેસ ઉમેદવાર સામે થયો હતો. મમતા બેનર્જી આ પરાજયથી એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી દીધી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ-ડાબેરીઓ તેમની વિરુદ્ધ છે.
જોકે મમતા બેનર્જીની મુશ્કેલી અહીં જ ખતમ હોય તેવું લાગતું નથી. અલ્પસંખ્યકોના વોટ ઘણા વર્ષોથી મમતાના પક્ષમાં જઈ રહ્યા હતા. આ જ કારણ હતું કે કોંગ્રેસ અને ડાબેરીઓ સિમેટાઇ ગયા હતા. સાગરદિધીમાં મમતા બેનર્જીની તાકાત ઘટતી જોવા મળી તો રામનવમી પર થયેલી હિંસાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રામનવમી પર થયેલા રમખાણોથી અલ્પસંખ્યક વોટ બેંક મમતા બેનર્જીથી દૂર જઇ શકે છે. તેમને લાગી રહ્યું છે કે ટીએમસી તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ છે. મુસ્લિમોને વામ મોરચાનું તે શાસન પણ યાદ આવવા લાગ્યું છે જેમાં રમખાણો વધારે થતા ન હતા.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, ભાજપ સાંસદના કાર્યક્રમમાં પત્થરમારો, આગજની
ખાસ વાત એ છે કે આ રમખાણો ત્યારે થયા જ્યારે મમતા બેનર્જી કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠા હતા. તેમની ફરિયાદ છે કે કેન્દ્ર તેમના ભાગનું ફંડ આપી રહી નથી અને આ સિવાય તેમના નેતાઓને એક પછી એક કરીને જેલમાં પુરવામાં આવી રહ્યા છે. રમખાણો માટે એકબાજુ ટીએમસી બીજેપી પર આરોપ લગાવી રહી છે. તેમનું કહેવું છે કે બહારથી ગુંડા બોલાવીને રમખાણો કરાવવામાં આવ્યા.
બીજી તરફ બીજેપનું કહેવું છે કે રમખાણો ટીએમસીએ કરાવ્યા છે. મમતાનું કહેવું છે કે હાવડામાં જાણી જોઈને એક ખાસ રસ્તાનો ઉપયોગ કરીને એક વર્ગ વિશેષના લોકોને નિશાન બનાવવામાં આવ્યા. તેમણે રામનવમીના એક દિવસ પહેલા ચેતાવણી આપી હતી કે જો કોઇ સ્થાને હિંસા થઇ તો છોડવામાં આવશે નહીં. જોકે તેની અસર થઇ ન હતી.
મમતા બેનર્જીના પ્રશાસન પર ઉઠી રહ્યા છે સવાલો
રમખાણ પછી સૌથી વધારે નિશાન પર મમતા બેનર્જીનું પ્રશાસન છે. લોકો બોલવા લાગ્યા છે કે આખરે પોલીસ અને પ્રશાસન શું કરી રહ્યું છે. તેમની ઇન્ટેલીજેંસ ક્યાં હતી. દંગાઇઓને રોકવા માટે યોગ્ય પગલા કેમ ભરવામા ન આવ્યા. ટીએમસીના એક સીનિયર નેતા પણ માને છે કે રમખાણ પછી સૌથી વધારે ટિકા તેમની સરકારની જ થઇ રહી છે, કારણ કે લોકો માની રહ્યા છે કે અલ્પસંખ્યકોને સુરક્ષા આપવામાં તે નિષ્ફળ રહ્યા. તેનાથી ખાસ વોટ બેંક તેમના હાથામાંથી છટકી રહી છે.
રમખાણ પછી બંગાળના કોપરેટિવ મિનિસ્ટર અરુપ રોય સ્થળ પર ગયા તો તેમની કાર પર હુમલો થયો હતો. આ સંકેત બતાવે છે કે મુસ્લિમો મમતા બેનર્જીથી સંતુષ્ટ નથી. નિષ્ણાંતો માને છે કે મમતા બેનર્જી માટે આ ખતરાની ઘંટી છે.