Delhi Airport: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-3 પર એક ભારતીય યાત્રીની કિંમતી ઘડિયાળની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વ્યક્તિ પાસે મળી આવેલી ઘડિયાળોમાંથી એક સોનાની બનેલી છે, જેના પર હીરા જડેલા છે. તેની કિંમત 27.09 કરોડ રૂપિયા છે.
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગના કમિશ્નર જુબેર રિયાજ કામીલીએ જાણકારી આપતા કહ્યું કે કિંમત પ્રમાણે આ વાણિજ્યિક કે લક્ઝરી સામાનોની સૌથી મોટી જપ્તી છે. મૂલ્યના મામલે આ એક વખતમાં 60 કિલો સોનું જપ્ત કરવાની બરાબર છે.
એક આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું કે દુબઈથી અહીં પહોંચેલા આરોપી યાત્રીને કસ્ટમ વિભાગના અધિકારીઓએ રોક્યો હતો. તેના સામાનની અને વ્યક્તિગત તલાશી દરમિયાન સાત કાંડા ઘડિયાળ મળી આવી હતી. આ ઘડિયાળમાં જૈકબ એન્ડ કંપની, પિયાજે લાઇમલાઇટ સ્ટૈલા, રોલેક્સ ઓયરસ્ટ પર્પેપ્ચુઅલ ડેટ જસ્ટનો સમાવેશ થાય છે. આરોપી ભારતીય નાગરિક છે.
બતાવવામાં આવી રહ્યું છે કે જૈકબ એન્ડ કંપનીની એક ઘડિયાળની કિંમત 27.09 કરોડ રૂપિયા છે. કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે આ ઘડિયાળ સિવાય યાત્રી પાસેથી 28.17 કરોડ રૂપિયાની કિંમતનું હીરા જડિત સોનાનું બ્રેસલેટ અને એક આઈફોન 14 પ્રો 256 જીબી પણ મળી આવ્યો છે. ઘડિયાળો જપ્ત કરી યાત્રીની ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આરોપી યાત્રી અને તેના ચાચાનો દુબઈમાં મોંઘી ઘડિયાળોનો એક શો રુમ છે. જેની શાખા સંયુક્ત અરબ અમિરાતમાં અન્ય સ્થાનો ઉપર પણ છે. નામ ન બતાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે તે દિલ્હીમાં એક હાઇ-પ્રોફાઇલ ગ્રાહકને આપવા માટે જઇ રહ્યો હતો. યાત્રી દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં તેને મળવાનો હતો. જેના વિશે કહેવામાં આવે છે કે તે ગુજરાતનો રહેવાસી છે. જોકે ગ્રાહક તેને મળવા પહોંચ્યો ન હતો. હજુ સુધી આરોપીએ ગ્રાહકના નામનો ખુલાસો ના કરતા કહ્યું કે તેને પોતાના જીવનો ડર છે.