શર્મજનક! મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફેરવી, વીડિયો વાયરલ

manipur violence women parade : મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ભીડ દ્વારા રસ્તા ઉપર ફેરવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્રણ મેની હોવાનું માનવામાં આવે છે.

Written by Ankit Patel
July 20, 2023 12:33 IST
શર્મજનક! મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફેરવી, વીડિયો વાયરલ
મણિપુરમાં શરમજનક ઘટના (Express photo)

Manipur News : મણિપુરમાં ચાલતા તણાવ વચ્ચે ખુબ જ શરમજનક ઘટના સામે આવી છે. મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ભીડ દ્વારા રસ્તા ઉપર ફેરવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્રણ મેની હોવાનું માનવામાં આવે છે. ઇન્ડિયન એક્સપ્રેસના આ સમાચાર પ્રમાણે મહિલાઓ કુકી જોમી સમુદાયની છે.

મણિપુર પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે આ ઘટના 4 મેની રાજ્યના થૌબલ જિલ્લાની છે. આ મામલે 18 મે કાંગપોકપી જિલ્લામાં જીરો એફઆઇઆરમાં નોંધી હતી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે પોલીસ દ્વારા નોધવામાં આવેલી ફરિયાદ અજ્ઞાત સશસ્ત્ર બદમાશો વિરુદ્ધ નોંધી છે. ફરિયાદમાં અપહરણ, ગેંગરેપ અને હ્યાની કલમો લગાવવામાં આવી છે. પરંતુ હજી સુધી આ મામલે કોઈ ધરપકડ થઈ નથી.

પીડિત મહિલાઓમાં એકની ઉંમર 20 વર્ષની અને બીજી મહિલાની ઉમ 40ની આસપાસ હોવાનું માનવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને મહિલા કાંગપોકપી જિલ્લાના કુકી જોમી પ્રભુત્વવાળા પહાડી વિસ્તારમાંથી છે. આ વાયરલ થઈ રહેલો વીડિયો ચોખ્ખો જોઈ શકાય છે. ભીડ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા ઉપર ફેરવી રહી છે. ત્યારબાદ તેમને ખેતર તરફ લઈ જાય છે. વીડિયોમાં અનેક યુવક મહિલાઓને બળજબરીથી પકડીને તેની છેતડી કરતા દેખાઈ રહી છે.

મેતઈ વિસ્તારમાં બની ઘટના

ચાર મેના રોજ આ ઘટના મેતઇ પ્રભુત્વવાળા જિલ્લા થૌબલમાં થઈ હતી. પીડિત મહિલાઓએ ઇસકી શિકાયત કાંગપોકપી જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા પીડિત મહિલાઓની ફરિયાદ જીરો એફઆઇઆર નોંધીને થૌબલમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલી આપી છે.

પીડિત મહિલાઓની ફરિયાદ અનુસાર ટોળાએ આશરે 50 વર્ષની એક મહિલાના પણ કપડા ઉતારવા માટે મજબૂર કરી હતી. જોકે વાયરલ થઈ રહેલા વીડિયોમાં માત્ર બે મહિલાઓ જ કપડા ઉતારતી દેખાઈ રહી છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સૌથી નાની ઉંમરની મહિલાને દિવસે ગેંગરેપ કર્યું હતું.

પોતાની ફરિયાદમાં પીડિત મહિલાઓએ જણાવ્યું હતું કે 3 મેના રોજ હિંસા ભડકી હતી. ત્યારબાદ 4 મેના રોજ તેમના ગામમાં એકકે રાઇફલ્સ, એસએલઆર,ઇંસાસ અને .303 રાઇફલ્સ જેવા અત્યાધુનિક હથિયાર લઇને 800-1000 લોકોના એક સમૂહ ઘુસી ગયા હતા. આ લોકોએ ગામને લૂંટ્યું અને આગચંપી કરી હતી. બચવા માટે ગામના પાંચ સભ્યો – ત્રણ મહિલાઓ અને સૌથી માની મહિલાને બે સંબંધીઓ જંગલ તરફ ભાગી ગયા હતા.

તેમણે કહ્યું કે પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે તેમને પોતાની સાથે લઇ રહી હતી. ત્યારે રસ્તામાં ભીડે તેમને રોકી લીધા અને પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર પહેલા તેમને પોલીસ કસ્ટડીથી પોતાના કબ્જામાં લઈ લીધા હતી. પીડિત મહિલાઓનો દાવો છે કે જે યુવતીનો ગેંગરેપ થયો છે તેના પિતાને ઘટના સ્થળે જ મારી દીધા હતા. ત્યારબાદ ત્રણ મહિલાઓને બળજબરી કપડા ઉતારીને પરેડ કરાવી હતી. ત્યારબાદ ટોળાએ સૌથી નાની ઉંમરની મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાને બચાવવાની કોશિશ કરી રહેલા તેના ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી. ત્રણે મહિલાઓ અત્યારે ટેંગ્નૌપાલના રિલીફ કેમ્પ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ