Manipur women viral Video : મણિપુરમાં બે મહિલાઓની સાથે થયેલી શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થતાં આખા દેશમાં આક્રોશ છે. પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે પોલીસે એક્શન લેવામાં બે મહિના કેમ કર્યા. આ અંગે જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે થૌબલના પોલીસ અધિક્ષક સચિદાનંદને પ્રશ્ન કર્યો હતો તો તેમણે કહ્યું હતું કે પોલીસ પુરાવાના અભાવના કારણે અત્યારે સુધી કોઈ કાર્યવાહી કરી શકી નથી.
તેમણે કહ્યું કે મને કાલે જ વીડિયો અંગે જાણ થઈ. હવે અમારી પાસે પુરાવા તરીકે વીડિયો છે તો અમે એક્શન લેવાનું શરુ કરી દીધું છે. ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ઘટના બાદ પીડિત મહિલાઓના થૌબલમાં ન હોવાના કારણે પણ એક્શન લેવામાં મોડું થયું હતું.
પીડિત મહિલાઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભીડે તેમને પકડી ત્યારે તેઓ થોબલના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની સાથે હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે એસપીને પ્રશ્ન પૂછ્યો કે ઘટના સમયે મહિલાઓની સાથે હાજર પોલીસ કર્મચારીઓએ એકપણ આરોપીની ઓળખ કેમ કરી નથી. તો જવાબમાં એસપીએ કહ્યું કે એ દિવસે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાંથી ટોળાએ હથિયારો લૂંટવાની કોશિશ કરી હતી. પોલીસ સ્ટેશનની સુરક્ષામાં પોલીસ હતી.
પીડિતા બોલી – પોલીસે ભીડને સોંપી દીધી
ઉલ્લેખની છે કે એસપીએ આ નિવેદન એ પીડિત મહિલાના સ્ટેટમેન્ટથી સંપૂર્ણ પણે ઉલટું છે. જેની સાથે ગેંગરેપની ઘટના બની છે. પીડિતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમારા ગામ ઉપર ભીડે હુમલો કર્યો હતો. ત્યારે પોલીસ તેની સાથે હાજર હતી. પોલીસે અમને અમારા ઘરની પાસેથી ઉઠાવ્યા હતા. અમે ગામથી થોડા દૂર ગયા અને રોડ પર અમને લોકોના ટોળા સાથે છોડી દીધા હતા. અમને પોલીસે તેમના હવાલે કરી દીધા હતા.
મામલામાં એક્શનમાં થયેલું મોડી એક પ્રકારે પોલીસ સ્ટેશન વચ્ચે કેસના ટ્રાન્સફર થવામાં સમય લાગવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની ફરિયાદ પર કાંગપોકપી જિલ્લામાં સૈકુલ પોલીસ સ્ટેશનમાં જીરો ફરિયાદ કરી હતી. ત્યારબાદ 21 જૂને આ મામલો નોંગપોક સેકમાઈ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મણિપુર પોલીસ સ્ટેશન દ્વારા રેપ, અપહરણ અને હત્યા સહિત કલમો અંતર્ગત લગભગ 900-1000ની સંખ્યામાં અજ્ઞાત બદમાશો સામે ફરિયાદ નોંધાઈ છે.





