મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાની ઘટના બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. શનિવારે ઇન્ફાલના ગારી વિસ્તારમાંર મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સાથે મહિલાઓની હળવું ઘર્ષણ થયું હતું. આ વિસ્તારમાં પોલીસ અને આર્મી માર્ચ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભીડે એક આરોપીના ઘરમાં આગ પણ લગાવી દીધી હતી.
અત્યાર સુધી પાંચની ધરપકડ
શનિવારે સવારે થયેલી ધરપકડ સહિત પાંચ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. વીડિયો 19 જુલાઇએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આરોપી હુઇરેમ હેરાદાસ, અરુણ સિંહ, જીવન ઇલાંબબામ અને તોમ્બા સિંહ નોંગપોક સેકમાઇ અવાંગની ધરપકડ કરવામાં આવી હતી.
વાયરલ વીડિયો જેવો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વિસ્તારમાં પણ એફઆઈઆરને ઇન્ફાલ પૂર્વ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં એક મહિનાથી વધારે સમય લાગ્યો છે. ફરિયાદ નોંધાવનાર પરિવારે ધ ઇન્ડિય એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમને ખબર ન્હોતી કે તપાસમાં કોઇ પ્રોગ્રેસ થઈ છે કે નહીં. પોલીસ મહાનિદેશક રાજીવ સિંહે તપાસની સ્થિતિ પર કોઈ ટિપ્પણી કરી નથી. ઇન્ફાલ પૂર્વના પોલીસ અધિક્ષક શિવકાંતે એક્સપ્રેસના સવાલનો જવાબ આપ્યો ન્હોતો.
મણિપુર હિંસા શરુ કરાવનાર માર્ચ કેમ
મણિપુરમાં મૈતેઈ સમુદાયના અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.રાજ્યનો જનજાતીય સમુદાય આનો વિરોધ કરી રહ્યો છે. 14 એપ્રિલે હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે આ માંગ પર કાર્યવાહી કરો અને કેન્દ્ર સરકારને આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. 3 મે મેઇતી સમુદાયની માંગ અને કોર્ટના આદેશના વિરોધમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેતેઈ સમુદાય કેમ ઇચ્છે છે એસટીનો દરજ્જો
મેતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાની માંગ એક દશકથી વધારે જૂની છે. વર્ષ 2012માં બનેલા the scheduled tribe demand committee of manipur નામનું સંગઠન આ માંગ માટે સતત મણિપુર સરકાર ઉપર દબાણ કરી રહ્યું છે. 2022માં બનેલા મેતેઈ ટ્રાઇબ યુનિયને આ માટે હાઇકોર્ટમાં અરજી આપી હતી. અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે 1949માં ભારત સરકારે મણિપુર રાજ્યના વિલય પહેલા મેતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો મળ્યો હતો.વિલય બાદ તેમની આ ઓળખ ખતમ થઈ ગઈ છે. સમુદાયોને બચાવવા, પુરખોની જમીન, પરંપરા અને ભાષાને બચાવવા માટે એસટી દરજ્જો આપવામાં આવ્યો હતો. કોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારના આ સંબંધમાં પ્રસ્તાવ મોકલે.





