/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/bank-holiday-3.jpg)
મણિપુરના ઉત્તરપૂર્વીય રાજ્યના ચુરાચંદપુરમાં આદિવાસી જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન પાણીના ટેન્કરને આગ લગાડવામાં આવી. (ફોટો: રોઇટર્સ/ફાઇલ)
મણિપુરમાં એક મહિના કરતા વધારે સમયથી ચાલુ રહેલી હિંસા અટકવાના હાલ કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરની હિંસા વચ્ચે, મણિપુરના સીએમ એન બિરેન સિંહે મીડિયાને જણાવ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા 40 આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (KNO) એ મુખ્યમંત્રીના દાવા પર સવાલ ઉઠાવ્યા છે.
મણિપુરમાં સંઘર્ષનો ઇતિહાસ
મણિપુર ભારતના સૌથી જૂના આતંકવાદી આંદોલનો માટે પણ ચર્ચામાં રહ્યું છે. 1950ના દાયકામાં, નાગા આંદોલન અને સ્વતંત્ર નાગાલિમ માટેની લડત મણિપુરના કેટલાંક વિસ્તોરને પ્રભાવિત કર્યા હતા. NSCN-IM એ 1997માં જ ભારત સરકાર સાથે યુદ્ધવિરામ કરાર કર્યો હતો.
જ્યારે આ આંદોલનો ચાલી રહ્યા હતા, ત્યારે મણિપુરમાં મેઇતેઇ પણ મણિપુરી રાજા - મહારાજા બોધચંદ્ર અને ભારત સરકાર વચ્ચેના વિલીનીકરણ કરારનો વિરોધ કરી રહ્યા હતા. 1964માં યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)ની રચના કરવામાં આવી હતી, જેણે ભારતથી અલગ થવાની માંગ કરી હતી. ત્યાર બાદ કેટલાક મેઇતેઇ બળવાખોર જૂથો, અથવા ખીણ બળવાખોર જૂથો અસ્તિત્વમાં આવ્યા.
તેમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી અને કાંગલેપાક (PREPAK) અને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) શામેલ છે, જેમને ચીનથી હથિયાર અને ટ્રેનિંગ મળી. આ જૂથોને બેવડા ઉદ્દેશ્યની માટે સંચાલિત થાય છે - ભારતથી સ્વતંત્રતા અને બીજું નાગા વિદ્રોહ જૂથોને બંધ કરવા.
કુકી -જોમી જૂથો હકીકતમાં કુકીની વિરુદ્ધ નાના આક્રમકતાની પ્રતિક્રિયા હતી. વર્ષ 1993માં NSCN-IN દ્વારા કુકીના એક નરસંહારે હજારો કુકીને બેઘર કરી દીધા હતા. કુકી-જોમી જનજાતિઓએ ત્યારબાદ ઘણા સશસ્ત્ર જૂથોની રચના કરી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/manipur-2.jpg)
લગભગ તે સમયે મેઇતેઇ અને મેઇતેઈ પંગલ્સ (મુસ્લિમો) વચ્ચે આવા જ પ્રકારની અથડામણો લગભગ થઈ રહી હતી.જેના કારણે ઈસ્લામવાદી જૂથ પીપલ્સ યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ સહિત અનેક સંગઠનો અસ્તિત્વમાં આવ્યા. આ જૂથો હવે પ્રદેશમાં સક્રિય નથી.
સરકારે કેવા પગલાં લીધા?
નાગા અલગતાવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 1958માં AFSPA બનાવ્યુ હતુ. શરૂઆતમાં તે નાગાલેન્ડ અને મણિપુરના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યું હતું. ખીણમાં ચાલી રહેલા આંદોલનને જોતા બાદમાં આ કાયદો સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 1980માં મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2008માં કેન્દ્ર, રાજ્ય અને કુકી-જોમી જૂથોની વચ્ચે ત્રિપક્ષીય સસ્પેન્શન ઓફ ઓફરેશન (SOO) સમજૂતી બાદ વિવિધ શાંતિ મંત્રણાઓ થઇ. જેમ-જેમ કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો, AFSPAને ઘણા વિસ્તારોમાંથી હટાવી દેવામાં આવ્યો.
અલબત્ત, ખીણમાં ઇંસર્જેન્ટ જૂથોએ ક્યાંય પણ સરકારની સાથે કોઇ સમજૂતી કરી નથી અને ન કોઇ શાંતિ મંત્રણામાં ભાગ લીધો છે. ટેકનિકલી કરીયે તો તેઓ હંમેશા એક્ટિવ રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Manipur-violence-1.jpg)
કુકી-જોમી બળવાખોર જૂથ
કુકી-જોમી આંદોલન અન્ય જૂથો દ્વારા આક્રમકતા સામે સંરક્ષણ તરીકે શરૂ થયુ હતુ, પરંતુ ટૂંક સમયમાં કુકીલેન્ડની માંગમાં બદલાઇ ગયુ. કુકીલેન્ડ - ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશના કુકી-ઝોમી લોકો દ્વારા વસવાટ કરાયેલો કાલ્પનિક દેશ છે. જો કે સમય જતાં, આંદોલન અલગ દેશને બદલે અલગ રાજ્યમાં ફેરવાઈ ગયું.
આ પ્રદેશના પ્રારંભિક જૂથોમાં કુકી રાષ્ટ્રીય સંગઠન અને તેની સશસ્ત્ર પાંખ કુકી રિવોલ્યુશનરી આર્મી, જોમી રિ-યુનિફિકેશન ઓર્ગેનાઈઝેશન, ઝોમી રિવોલ્યુશનરી આર્મી, કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ લિબરેશન ફ્રન્ટ, યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી વગેરે સામેલ છે.
કયા જૂથો પ્રભુત્વ ધરાવે છે?
ખીણમાં સંક્રિય બળવાખોર જૂથોમાંથી UNLF, જેને તમામ મેઇતેઇ બળવાખોર જૂથોની 'જનની' માનવામાં આવે છે, તે અત્યાર સુધીના બળવાખોર જૂથોમાં સૌથી શક્તિશાળી રહ્યું હતું. ખીણમાં જૂથોએ સમયાંતરે સુરક્ષા દળો પર હુમલો કર્યો. એવું માનવામાં આવી રહ્યુ છે કે, UNLF એ તેની પ્રારંભિક તાલીમ NSCN-IM પાસેથી મેળવી હોવાનું માનવામાં આવે છે.
કેસીપી અને કેવાયકેએલ જેવા અન્ય શક્તિશાળી જૂથો સમયની સાથે અસ્તિત્વમાં આવ્યા છે. તેમનો હવે બર્મામાંથી દોરી-સંચાર થાય છે. તાજેતરના વર્ષોમાં ખીણના વિદ્રોહી જૂથોની શક્તિ ઘટી ગઇ છે. યુએનએલએફ હાલ તેની સૌથી નબળી સ્થિતિમાં છે, જે આંતરિક કલેશના કારમે ત્રણ જૂથોમાં વિભાજીત થઇ ગયુ છે. નાગા જૂથોમાં NSCN- IM સૌથી અગ્રણી છે.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us