Manipur Violence : મણિપુર મુદ્દા પર ચાલું વિરોધ વચ્ચે વિપક્ષી દળો આજે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યું છે. પશ્વિમ બંગાળથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરીએ મંગળવારે મોડી રાત્રે ન્યૂઝ ANI સાથે વાતચીત કરીને આ પુષ્ટી કરી હતી. તેમણે ANI સાથે વાતચીતમાં કહ્યું કે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી પાસે અવિશ્વાસ પ્રસ્તાવનો સહારો લેવા માટે મજબૂર થયા છીએ. કારણ કે સરકાર મણિપુર મુદ્દા પર વિપક્ષી દળોની માંગ માની રહી નથી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો છે. બીઆરએસ સાંસદ નામા નાગેશ્વર રાવે પણ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન અમારી માંગનો અસ્વીકાર કરી રહ્યા છે. તેઓ અમારી માંગ પર વિચાર નહીં કર રહે એટલા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વિપક્ષનો તર્ક છે કે સરકાર ઉપર લગાવવામાં આવેલા આરોપો પર જવાબ ખુદ વડાપ્રધાન મોદી આપે. કોઈ અન્ય વિકલ્પ ન મળવાના કારણે અમે સંસદીય સાધનનો સહારો લેવા માટે મજબૂર છીએ જેને અવિશ્વાસનો પ્રસ્તાવ કહેવામાં આવે છે.
મંગળવારે પણ થયો સંસદમાં હોબાળો
આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. અમે બુધવારે આને દેખાડીશું. જ્યારે મણિપર હિંસાને લઇને આજે પણ સંસદમાં ભારે હંગામો થયો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે મણિપુર પર પીએમ મોદીએ નિવેદનની માંગ કરીને નારેબાજી કરી હતી. લોકસભામાં સાંસદોએ સદનમાં નારેબાજી કરી અને ઇન્ડિયા ફોર મણિપુરના પોસ્ટર દેખાડ્યા હતા. જ્યારે રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર માર્ચની માંગ લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળો સ્થગન પ્રસ્તાવ લઇને આવ્યા હતા.
1 – આ પહેલા કેન્દીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે તેમણે વિરોધનું સમાધાન કરવા માટે વિપક્ષને પત્ર લખ્યો છે. શાહે લોકસભાના નેતા પ્રતિપક્ષ અધીર રંજન ચૌધરી અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે મણિપુર પર ચર્ચાની વાત કહી. શાહે આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાથી પણ મુલાકાત કરી હતી.
2 – અમિત શાહે વિપક્ષને લખેલા પોતાના પત્રને ટ્વીટ પણ કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે સરકાર મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને બધી પાર્ટીઓના સહિયોગ ઇચ્છે છે. મને આશા છે કે બધી પાર્ટીઓ આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવામાં સહયોગ કરશે.
3 – ગુરુવારે સંસદનું ચોમાસું સત્ર શરુ થયા બાદથી વિપક્ષના વિરોધના કારણે બંને સદનોમાં કામકાજ સ્થગિત થયું છે. આજે પણ બંને સદનોમાં કોઈ પ્રગતિ નહીં હોવાના કારણે કામકાજ અટકેલું છે.
4 – હોબાળા વચ્ચે રાજ્ય સહકારી સોસાયટી બિલ ધ્વનિ મતથી પસાર થઇ ગયું. બિલ રજૂ કરતા સમયે વિપક્ષી દળોના સભ્યોએ સૂત્રોચાર કર્યો આ વચ્ચે શાહે કહ્યું કે જે લોકો નારા લગાવી રહ્યા છે તેમને સહયોગમાં રસ નથી અને સહકારી સમિતિઓમાં પણ રસ નથી. દલિતોમાં રસ નથી અને મહિલા કલ્યાણમાં પણ રસ નથી.
5 – રાજ્યસભા સદસ્ય અને તૃણમૂળ સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કર્યું હતું અને વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેનું માઇક બંધ કરી દીધું હું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે દરેક ભારતીય પાર્ટી વિરોધમાં બહાર ચાલી ગઈ.
6 – વિપક્ષ સદનમાં આ વિષય પર ચર્ચાથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી હિંસા પ્રભાવિત મણિપુર પર નિવેદન માંગી રહ્યા છે.
7 – મણિપુર હિંસાને લઇને પીએમના નિવેદનની માંગ ત્યારે વધારે વધી જ્યારે મણિપુરથી એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં બે મહિલાઓને ભીડ દ્વારા નિર્વસ્ત્ર કરીને પરેડ કરી હતી.
8 – સરકાર પણ પોતાના વલણ પર મક્કમ છે. સૂત્રોએ કહ્યું કે સરકારની યોજના આ સત્ર માટે નિર્ધારિત અનેક બિલોને પસાર કરવા પર ધ્યાન કેન્દ્રી કરવાની છે.
9 – બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના સસ્પેન્ડ મુદ્દે વિપક્ષી દળોએ સોમવારે આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમના હાથમાં તખ્તીઓ હતી. જેના પર લખ્યું હતું કે મણિપુર માટે ઇન્ડિયા સિંહને કાલે રાજ્યસભામાં વિપક્ષના વિરોધ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
10 – પહેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વારંવાર થનારા વ્યવધાનો પર વરિષ્ઠ વિપક્ષી નેતાઓની સાથે ટેલિફોન પર વાતચીત કરી છે અને સંસદની કાર્યવાહી સુચારુ રૂપથી સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.





