/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/20230612119L.jpg)
મણિપુર હિંસા બાદ સેનાએ હાથ ધર્યું સઘન સર્ચ ઓપરેશન (photo credit - ANI)
મણિપુર રાજ્યમાં ગત મહિનાથી શરૂ થયેલી હિંસાને પગલે જાણે ભડકે બળી રહ્યું છે. હજુ પણ સ્થિતિ પૂર્ણ કાબુમાં આવી નથી. અસામાજિક તત્વો સાથે સરકાર વાર્તાલાપ કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં સ્થિતિ વધુ વણસતી દેખાઇ રહી છે. સશસ્ત્ર મહિલાઓના ટોળાએ સેનાને ઘેરો લગાવી 12 જેટલા અસામાજિક તત્વોને છોડાવી ગયા બાદ સેનાએ પણ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.
મણિપુર હિંસા મામલે લેટેસ્ટ જાણકારી અનુસાર સેનાએ હિંસા પર કાબુ મેળવવા માટે સર્ચ અભિયાન તેજ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સેનાએ ઉગ્રવાદીઓના 12 જેટલા બંકર નાશ કર્યા છે. મણિપુર પોલીસે કહ્યું કે, સુરક્ષા બળ સાથે તમેંગલોંગ, ઇમ્ફાલ પૂર્વ, વિષ્ણુપુર, કાંગપોકચી, ચુરાચાંદપુર અને કાંકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જ્યાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 51 મિમી મોર્ટાર ગોળા, ત્રણ 84 મિમી મોર્ટાર અને આઇઇડી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બોમ્બ પ્રતિરોધક ટીમે આઇઇડી જથ્થાનો નાશ કર્યો છે. બીજી તરફ રાજ્યની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહમંત્રી અમિત શાહે બે દિવસ પહેલા બેઠક બોલાવી હતી અને ચર્ચા કરી હતી.
મણિપુર રાજ્યમાં હાલ કેવી સ્થિતિ
મણિપુર પોલીસના અનુસાર કેટલાક જિલ્લાઓને છોડીને મોટા ભાગના વિસ્તારોમાં હાલ સ્થિતિ કાબુમાં છે. જોકે અમુક વિસ્તારોમાં હજુ પણ હિંસાના સમાચાર આવી રહ્યા છે. પોલીસે અલગ અલગ કેસમાં 150 થી વધુ લોકોને ઝડપી લીધા છે. સુરક્ષા એજન્સીઓ સ્થિતિને કાબુમાં લેવા માટે સતત ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે, સ્થિતિને શાંતિપૂર્ણ બનાવી રાખવા માટે અમને સહયોગ આપો અને હિંસા અંગે કંઇ પણ જાણકારી હોય તો પોલીસ સાથે શેયર કરો.
મણિપુર હિંસા થવા પાછળ કારણ શું?
મણિપુર રાજ્યમાં 3 મે એ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્સ યુનિયન ઓફ મણિપુર (ATSUM) એ માર્ચનું એલાન કર્યું હતું. આ માર્ચ મૈતેહ સમુદાયને એસટી વર્ગમાં સમાવવા માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગના વિરોધમાં હતી. જેને ગત મહિને મણિપુર હાઇકોર્ટના એક આદેશને પગલે હવા મળી હતી. મણિપુર હાઇકોર્ટ દ્વારા અનામતની આ માંગ અને આદેશ બંને મામલે રાજ્યના આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરી રહેલા સમુહો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. 14 એપ્રિલે અપાયેલા એક કોર્ટના આદેશમાં સરકારને આ માંગ મામલે વિચાર કરવા માટે કહેવાયું હતું. જે બાદ આદિવાસી સમુહો દ્વારા વિરોધ ઉગ્ર કરાયો હતો.
2012 થી આ માંગના સમર્થનમાં એક સંગઠિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મણિપુર હાઇકોર્ટ સમક્ષ મીતેઇ જનજાતિ સંઘ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં મણિપુર સરકરાને આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે તે કેન્દ્રિય જનજાતિ વિભાગને અનુસૂચિત જનજાતિની યાદીમાં મીતેઇ સમુદાયને સામેલ કરવા માટે ભલામણ કરે.
મીતેઇ જનજાતિ સંઘ દ્વારા દલિલ કરવામાં આવી હતી કે, 1949 માં ભારત સંઘ સાથે મણિપુર રિયાસતના જોડાણ પૂર્વે મેઇતી સમુદાયને જનજાતિના રૂપમાં નામ્યતા અપાઇ હતી અને વિલય બાદ આ જનજાતિની યાદીમાંથી બહાર કરાઇ છે. અદાલતમાં આ તર્ક અપાયો કે એસટી મુજબની આ માંગ સમુદાયને સંરક્ષિત કરવાની જરૂરિયાતને પગલે છે. જેનાથી આ સમુદાયની ભાષા અને ઓળખને બચાવવામાં મદદ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us