/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-manipur-10.jpg)
મણિપુરમાં ફરી હિંસા શરૂ થઇ છે (ફાઈલ)
Manipur Violence : મણિપુરમાં હિંસા શરૂ થયાને લગભગ ચાર મહિના થઈ ગયા છે, તેમ છતાં પરિસ્થિતિ હજી પણ વિસ્ફોટક છે. પરિસ્થિતિ એવી છે કે તમામ પ્રકારની સુરક્ષા તૈયારીઓ હોવા છતાં ન તો હિંસા અટકી રહી છે કે ન તો સંઘર્ષની ઘટનાઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવે આ ઘટનાક્રમમાં મણિપુરમાં ફરી એકવાર હિંસા થઈ છે, આ વખતે પાંચ લોકોની ધરપકડને લઈને ફરી વિવાદ શરૂ થઈ ગયો છે.
મણિપુરમાં ફરી હિંસા
આ હંગામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો પોલીસ ફાયરિંગ વચ્ચે ભાગતા જોવા મળી રહ્યા છે. ધ હિન્દુ અનુસાર, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જેમની પાસે વિવિધ પ્રકારના હથિયારો પણ હતા. મોટી વાત એ છે કે તે તમામ આરોપીઓ પોલીસ વર્દીમાં ઝડપાયા હતા. હવે તેની ધરપકડ બાદ ફરી તણાવ વધી ગયો અને તેની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન શરૂ થયા.
આ પ્રદર્શનમાં ઘણી સ્થાનિક મહિલાઓએ પણ ભાગ લીધો હતો અને તેમનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 50 મહિલાઓને નાની-મોટી ઈજા થઈ છે. આ સંઘર્ષમાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પરિસ્થિતિને જોતા, ઇમ્ફાલમાં 48 કલાકનું કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે, સુરક્ષા સૈનિકોની સંખ્યા પણ વધારી દેવામાં આવ્યા છે.
શું છે મણિપુરનો સમગ્ર વિવાદ?
અત્રે એ સમજવું જરૂરી છે કે મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ મામલાએ રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે અને સંસદમાં મણિપુર હિંસા મુદ્દે કલાકો સુધી ચર્ચા થઈ હતી. વાસ્તવમાં, મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે - તેમાંથી બે પર્વતોમાં રહે છે અને એક ખીણમાં રહે છે. Meiteis એક હિંદુ સમુદાય છે અને ખીણમાં રહેતી વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય બે સમુદાયો છે - નાગા અને કુકી, તે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને પર્વતોમાં સ્થાયી થયા છે. હવે મણિપુરમાં એક કાયદો છે, જે કહે છે કે મેઇતેઈ સમુદાય માત્ર ખીણમાં રહી શકે છે અને તેમને પહાડી વિસ્તારમાં જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ચોક્કસપણે ઈચ્છે છે કે તેને અનુસૂચિત જાતિનો દરજ્જો મળવો જોઈએ, પરંતુ હજુ સુધી એવું થયું નથી.
તાજેતરમાં હાઈકોર્ટે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે મેઈતઇ સમુદાયની આ માંગ પર વિચારણા કરવી જોઈએ. ત્યારથી રાજ્યના રાજકારણમાં તણાવ છે અને વિરોધ પ્રદર્શન - હિંસા શરૂ થઇ ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us