Manipur violence, Meiteis to leave Mizoram : મણિપુરમાં વંશીય હિંસાએ હવે વધુ હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. મણિપુરમાં બે કુકી-ઝોમી મહિલાની સતામણીના વીડિયો બાદ મેઇતેઇ સમુદાયના લોકોમાં ગભરાટ ફેલાયો છે. મહિલાઓની સતામણીની ઘટના બાદ મેઇતેઇ સમુદાયના ઘણા લોકોએ શનિવારે જ મણિપુરમાંથી પલાયન શરૂ કરી દીધું છે. વિકટ પરિસ્થિતિના મામલે મણિપુર સરકારે કહ્યું કે, તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તેમને રાજ્યમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરશે.
મિઝોરમના મિઝો મણિપુરના કુકી-ઝોમીઓ સાથે ઊંડો વંશીય સંબંધ ધરાવે છે અને પડોશી રાજ્યની ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. હકીકતમાં, 3 મેના રોજ હિંસા શરૂ થઈ ત્યારથી મણિપુરના 12,584 કુકી-ઝોમી લોકોએ મિઝોરમમાં આશ્રય માંગ્યો છે.
પીસ એકોર્ડ MNF રિટર્નીઝ એસોસિએશન (PAMRA) – જે ભૂતપૂર્વ ભૂગર્ભ મિઝો નેશનલ ફ્રન્ટ મિલિટન્ટ્સનું સંગઠન છે તેણે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને મિઝોરમમાં રહેતા મેઇતેઇને “પોતાની સલામતી માટે” મણિપુર રાજ્ય છોડી દેવાનું કહ્યા બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે. મિઝોમાં લખાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, મણિપુરમાં મિઝો વંશીય સમુદાય સામેની હિંસાથી મિઝો લોકોની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે અને મણિપુરમાં હવે રહેવું મેઇતેઈ લોકો માટે સુરક્ષિત નથી.
મિઝોરમની રાજધાની આઈઝોલમાં સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને કામદારો સહિત આશરે 2,000 મેઇતેઇ લોકો રહે છે. તેમાંથી ઘણા આસામની બરાક ઘાટીના છે.
શુક્રવારે રાત્રે નિવેદન જાહેર થયા બાદ મિઝોરમના ડીઆઈજી ઉત્તરીય રેન્જ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સુરક્ષા કર્મચારીઓને “આઈઝોલમાં મેઇતેઇની સલામતીની ખાતરી કરવા માટે ચાર સ્થળોએ તૈનાત કરવામાં આવે.”
શનિવારની બપોર સુધીમાં તો કેટલાક મેઇતેઇ સમુદાયના લોકો પહેલેથી જ રાજ્યની બહાર જવા માટે નીકળી પડ્યા હતા. આઈઝોલમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા એક મેઇતેઇ સમુદાયના વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તેઓ તેમના પરિવારના ચાર સભ્યો સાથે પોતાના ખાનગી વાહનમાં આસામના કચર જિલ્લામાં તેમના ઘરે જવા નીકળ્યા છે, તેઓ લગભગ સાત કલાકની મુસાફરી કરીને તેમના ઘરે પહોંચશે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી, તેમને મિઝોરમમાં કોઈ ખતરો અનુભવાયો નથી, અને મિઝો લોકો “ખૂબ જ નમ્ર, ખૂબ વિનમ્ર” છે. “પરંતુ હવે, ઘણા મેઇતેઇ મણિપુરમાંથી પલાયન કરી રહ્યા છે. ભાડાના મકાનમાં રહેતા લોકો તેમનો સામાન ત્યાં જ મૂકીને સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે. બરાક ખીણમાંથી ઘણા લોકો સડક માર્ગે જઈ રહ્યા છે, અને એવા પણ ઘણા લોકો છે જેઓ આઈઝોલ એરપોર્ટ પર આશ્રય માંગી રહ્યા છે. લોકો ડરી ગયા છે.”
આ દરમિયાન મિઝોરમના ગૃહ વિભાગે રાજ્યમાં રહેતા મેઈતેઇ સમુદાયના લોકોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે તેમને કોઇ ખતરો નથી. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મિઝોરમના ગૃહ કમિશનર એચ લાલેંગમાવિયાએ કહ્યું: “મેં આજે PAMRA સાથે વાત કરી અને તેઓએ કહ્યું કે તેમની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે મેઇતેઇ સમુદાયના લોકોને મણિપુરમાં કોઈ ખતરો નથી પરંતુ સદ્ભાવનાથી જારી કરાયેલા મેઈતેઇ લોકોની સુરક્ષા માટે ચિંતાની અભિવ્યક્તિ હતી. આ અસરને કારણે અમે નિર્ણય લીધો છે કે તેઓ તેમનું નિવેદન પાછું ખેંચશે.”
ગૃહ વિભાગે સાંજે એક નિવેદન પણ બહાર પાડ્યું જેમાં જણાવ્યું હતું કે હોમ કમિશનરે ઓલ મિઝોરમ મણિપુરી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે તેમને એમ પણ કહ્યું હતું કે “અફવાઓથી ગેરમાર્ગે દોરશો નહીં અને તેમના સાથી મેઇટીસ – સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ બંને – – અખબારી નિવેદનના દુર્ભાગ્યપૂર્ણ ખોટા અર્થઘટનને કારણે રાજ્ય ન છોડવા માટે તેમને સમજાવવા માટે પણ સમજાવ્યા”.
આ પણ વાંચોઃ મણિપુરમાં શું થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કોણે ભડકાવી હિંસાની આગ?
મણિપુર સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે કહ્યું કે સરકાર ઓલ મિઝોરમ મણિપુર એસોસિએશનના સંપર્કમાં છે. “નિવેદન બાદ તણાવ હતો અને અમને જાણ કરવામાં આવી છે કે કેટલાક લોકોએ રાજ્યમાંથી પલાયન કરવાનું શરૂ કર્યું છે. મિઝોરમના ગૃહ વિભાગે શનિવારે એક નિવેદન બહાર પાડ્યું છે જેનાથી કદાચ તણાવ ઓછો થઈ શકે છે. મિઝોરમ સરકારે કહ્યુ કે, જો જરૂર પડશે તો લોકોને અન્યત્ર જવા માટે અમે ચાર્ટર્ડ ફ્લાઇટની સેવા આપીશું.”





