Manipur Violence : બુધવાર, 3 મે 2023ના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડટ્સ યુનિયન ઓફ મણિપુરે આદિવાસી એક્તા માર્ચ કાઢી હતી. ત્યારબાદ મણિપુરમાં અનેક જગ્યાએ હિંસા ભડકી હતી. એ દિવસની ભડકેલી હિંસા આજે અઢી મહિના બાદ પણ ઓલવાઈ નથી. ડબલ એન્જીન સરકાર હોવા છતાં પણ મણિપુરમાં સ્થિતિ જૈસેથે જેવી જ રહી છે.
હિંસા શરુ થયાના આગામી દિવસથી જ માનવતા દમ તોડી ગઈ હતી. 4 મેના રોજ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી હતી. મહિલાઓની સુરક્ષાનો વિશ્વાસ અપાવવાની જગ્યાએ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરાયો હતો.
આશરે અઢી મહિના બાદ જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે દુનિયાને મણિપુરમાં માનવતા મરી ગઈ હોવાની જાણ થઈ હતી. સુપ્રીમ કોર્ટે ચેતવ્યા કે કંઇક કરો નહીં તો અમે કરીશું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર મણિપુર હિંસા ઉપર મૌન તોડ્યું હતું. રાજ્ય સરકારે પણ મહિલાઓ સાથે અત્યાચાર કરનાર લોકોને પકડવા માટે સક્રિય થતી દેખાય છે.
મણિપુર હિંસા શરુ કરાવનાર માર્ચ કેમ
મણિપુરમાં મૈતેઈ સમુદાયના અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.રાજ્યનો જનજાતીય સમુદાય આનો વિરોધ કરી રહ્યો છે. 14 એપ્રિલે હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે આ માંગ પર કાર્યવાહી કરો અને કેન્દ્ર સરકારને આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. 3 મે મેઇતી સમુદાયની માંગ અને કોર્ટના આદેશના વિરોધમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેતેઈ સમુદાય કેમ ઇચ્છે છે એસટીનો દરજ્જો
મેતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાની માંગ એક દશકથી વધારે જૂની છે. વર્ષ 2012માં બનેલા the scheduled tribe demand committee of manipur નામનું સંગઠન આ માંગ માટે સતત મણિપુર સરકાર ઉપર દબાણ કરી રહ્યું છે. 2022માં બનેલા મેતેઈ ટ્રાઇબ યુનિયને આ માટે હાઇકોર્ટમાં અરજી આપી હતી. અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે 1949માં ભારત સરકારે મણિપુર રાજ્યના વિલય પહેલા મેતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો મળ્યો હતો.વિલય બાદ તેમની આ ઓળખ ખતમ થઈ ગઈ છે. સમુદાયોને બચાવવા, પુરખોની જમીન, પરંપરા અને ભાષાને બચાવવા માટે એસટી દરજ્જો આપવામાં આવ્યો હતો. કોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારના આ સંબંધમાં પ્રસ્તાવ મોકલે.