/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Manipur-Viral-Video.jpg)
યુવાન મહિલા પર "દિવસના અજવાળામાં નિર્દયતાથી સામૂહિક બળાત્કાર" કરવામાં આવ્યો હતો
મણિપુર વાઇરલ વિડિયો : મણિપુરમાં કુકી-ઝોમી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને તેમની સાથે યૌન ઉત્પીડન આચરવામાં આવ્યું હોવાનો વીડિયો સામે આવ્યાના એક દિવસ પછી, એક પીડિતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તેઓને "પોલીસ દ્વારા જ ટોળામાં છોડી દેવામાં આવી હતી". પીડિત બે મહિલાઓમાંથી એકની ઉંમર 20 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 40 વર્ષની છે.
સગીર મહિલા પર ધોળા દિવસે ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો
વાયરલ વીડિયોમાં બંને મહિલાઓને પુરુષોના ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં રસ્તા પર અને ખેતર તરફ ખેંચી જતા જોઈ શકાય છે. કેટલાક પુરૂષો બંને મહિલાઓને ખેતર તરફ ખેંચી જતા અને બળજબરીથી છેડતી કરતા જોઈ શકાય છે. 18 મેના રોજ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં, પીડિતાઓએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, યુવાન મહિલા પર "દિવસના અજવાળામાં નિર્દયતાથી સામૂહિક બળાત્કાર" કરવામાં આવ્યો હતો.
પીડિતાનો આરોપ- ગામમાં હુમલો કરનારા ટોળા સાથે પોલીસ પણ હતી
ફરિયાદમાં, તેણીએ જણાવ્યું હતું કે, કાંગપોકપી જિલ્લામાં તેમના ગામ પર ટોળાએ હુમલો કર્યા પછી, તેઓ આશ્રય લેવા જંગલમાં ભાગી ગયા હતા. બાદમાં થોબલ પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યા હતા અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા. રસ્તામાં પોલીસ સ્ટેશનથી લગભગ બે કિલોમીટર દૂર ટોળાએ તેમને પોલીસ કસ્ટડીમાંથી પકડી લીધા હતા.
જો કે, તેના પતિના ઘરેથી ફોન પર ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં, યુવતીએ આરોપ મૂક્યો: “પોલીસ અમારા ગામ પર હુમલો કરી રહેલા ટોળાની સાથે હતી. પોલીસે અમને ઘરની નજીકથી ઉપાડ્યા અને ગામથી થોડે દૂર લઈ ગઈ અને અમને ટોળા સાથે રસ્તા પર છોડી દીધા.
અન્ય 50 વર્ષની મહિલાને પણ કથિત રીતે નગ્ન કરવામાં આવી હતી
વાયરલ વીડિયોમાં દેખાતી બે મહિલાઓની સાથે અન્ય 50 વર્ષની મહિલાને પણ કથિત રીતે નગ્ન કરવામાં આવી હતી. આરોપ છે કે, ટોળાએ સૌથી નાની ઉંમરની મહિલાના પિતા અને ભાઈની પણ હત્યા કરી હતી. પીડિત મહિલાએ કહ્યું, “બધા લોકોને માર્યા પછી ટોળાએ એ જ કર્યું જે બધાએ જોયું. અમે ત્યાં રોકાયા અને પછી ભાગી ગયા." પીડિતાએ કહ્યું કે, તેણી અને તેના પરિવારને આ ઘટનાને કેપ્ચર કરતો કોઈ વાયરલ વિડિયો હોવા અંગે જાણ નથી.
મણિપુરમાં ઈન્ટરનેટ નથી, અમને વીડિયો વિશે ખબર નથી - પીડિતા
પીડિતાએ કહ્યું, "અહીં મણિપુરમાં ઇન્ટરનેટ નથી, અમને વિડિયો વિશે ખબર નથી." પીડિતાએ કહ્યું કે, ટોળામાં "ઘણા" પુરુષો સામેલ હતા. તે તેમાંના કેટલાકને ઓળખવામાં સક્ષમ છે. તેમાં એક માણસનો સમાવેશ થાય છે જે તેના ભાઈના મિત્ર તરીકે જાણતો હતો. આ શરમજનક વિડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને FIR નોંધાયાના બે મહિના પછી રાજ્ય સરકાર અને પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
મણિપુરમાં એક આરોપીની ધરપકડ, પીએમ મોદીએ કહ્યું- મારા મનમાં દર્દ અને ગુસ્સો
વિડિયો અંગે, સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમના દિલમાં ઘણું દર્દ અને ગુસ્સો છે. મણિપુરના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. તેઓએ રાજ્ય સરકારોને આવા ગુનાઓ સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી, જ્યારે વીડિયોએ આક્રોશ ફેલાવ્યો હતો, ગુરુવારે સવારે રાજ્ય સરકારે આ ઘટનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી હતી. મણિપુર પોલીસે ગુરુવારે બપોરે કહ્યું કે, અન્ય ગુનેગારોને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us