આનંદ મોહન જે : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, જેમને શનિવારે એક્સાઇઝ પોલિસી કેસમાં વધુ બે દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, એજન્સી દરરોજ કેટલાક કલાકો સુધી “એકના એક પ્રશ્નો” પૂછીને માનસિક રીતે ત્રાસ આપે છે.
CBIને તેમની કસ્ટડી આપ્યા બાદ સ્પેશિયલ જજ એમકે નાગપાલે AAP નેતાને પૂછ્યું કે, તેઓ કેવી રીતે કરી રહ્યા છે.
ધરપકડ બાદ પહેલીવાર કોર્ટને સંબોધતા સિસોદિયાએ કહ્યું કે, “દરરોજ સવારે 8 વાગ્યાથી તેઓ એક જ સવાલ પૂછે છે… આ એક માનસિક ઉત્પીડન છે.” તેમની પાસે દસ્તાવેજોમાં કંઈ નથી, માત્ર નિવેદનો છે.”
સિસોદિયાને તેમની પાંચ દિવસની કસ્ટડી સમાપ્ત થયા પછી દિલ્હીની રાઉઝ એવન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે AAP કાર્યકરોએ રાઉઝ એવન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર વિરોધ કર્યો હતો.
સિસોદિયાએ તે સુનિશ્ચિત કરવા માટે કોર્ટના નિર્દેશ વિશે પણ વાત કરી હતી કે, પૂછપરછ દરમિયાન તેમને કોઈ “થર્ડ-ડિગ્રી પગલાં” નથી લેવામાં આવ્યા. “છેલ્લી વખતે મારા વકીલે આ શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે થર્ડ ડિગ્રી કહ્યું. તે (સીબીઆઈ) અમારું સન્માન કરે છે. પરંતુ 8-10 કલાક બેસાડી રાખી એક જ પ્રશ્નનું પુનરાવર્તન થર્ડ ડિગ્રી જેવું જ કહેવાય. આ માનસિક સતામણી છે, એમ તેમણે કોર્ટને કહ્યું હતું.”
અગાઉ, સીબીઆઈના વિશેષ સરકારી વકીલ પંકજ ગુપ્તાએ સિસોદિયાની વધુ ત્રણ દિવસની કસ્ટડીની માંગ કરતી અરજી દાખલ કરી હતી. “આરોપીનો બે એક્સાઇઝ અધિકારીઓ સાથે મુકાબલો કરવાની જરૂર છે. તેને કેસ ડાયરીમાં પણ રજૂ કરવાની જરૂર છે. પૈસાની લેવડ-દેવડને ટ્રેસ કરવી પડશે. કેટલાક અધિકારીઓ સાથે તેમની અથડામણ થઈ છે. મહત્વની ફાઈલોમાંથી કેટલાક દસ્તાવેજો પણ ગાયબ છે.
સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દયાન ક્રિશ્નને કહ્યું, “પહેલા દિવસ અને આજ વચ્ચે શું તફાવત છે? અસહયોગ રિમાન્ડ માટેનું ગ્રાઉન્ડ ન હોઈ શકે. ‘તે કબૂલ કરે ત્યાં સુધી રાહ જોવી’ રિમાન્ડ માટેનું ગ્રાઉન્ડ ન હોઈ શકે.”
સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, સિસોદિયા “અસહયોગ, આપી રહ્યા અને સાચા તથ્યોને જાહેર નથી કરી રહ્યા.
ક્રિષ્નને કોર્ટને કહ્યું, “મારા ઘર, ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા, અમને બોલાવવામાં આવ્યા હતા… મૂળ સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ શોધી શકતા નથી એવા દસ્તાવેજ જોઈએ છે? આટલા મહિનાહું બહાર રહ્યો. હવે તેઓ કહે છે કે ‘અમે દસ્તાવેજો ટ્રેસ કરવા માંગીએ છીએ’ [આ વિચાર વ્યક્તિને અટકાયતમાં રાખવાનો હોઈ શકે નહીં.”].
ન્યાયાધીશે કહ્યું, “તમારે મારા દ્વારા આપેલા રિમાન્ડ ઓર્ડરને પડકારવો જોઈતો હતો. તે આદેશને પડકારવા તમને કોઈપણ રોકી શકશે નહીં.”
“હું જે દલીલ કરી રહ્યો છું તે એ છે કે, વધુ રિમાન્ડ મંજૂર કરવા જોઈએ નહીં. અગાઉના ક્રમમાં તમારી પોતાની દલીલ છે ‘તમને સ્વ-અપરાધ લગાવવા માટે કહી શકાય નહીં’, પરંતુ વ્યાપક પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ કહે છે કે, ‘તમે હજુ પણ સહકાર આપી રહ્યા નથી’. આ સંદર્ભમાં હું કહું છું કે, પોલીસ રિમાન્ડનો હુકમ અપવાદ છે, નિયમ નથી.
સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે કહ્યું કે, નાયબ મુખ્યમંત્રીની પત્નીની તબીબી સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
માથુરે કોર્ટને જણાવ્યું હતું, “આ બાબતમાં આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને, મારી પત્નીની તબિયત એક બાજુએ મૂકવામાં આવે છે. માણસના ભાગી જવાની કોઈ શક્યતા નથી, એ પહેલુથી પણ જોવી જોઈએ. એવું તો શું છે જેના માટે તમારે મારી જરૂરત છે? એક વાક્ય કહેતા રહેવું: ‘તે સહકાર આપી રહયા નથી, હકીકતો જાહેર કરી રહયા નથી’. તેઓને એ જ વાત ફરીથી કહેતા શું રોકે છે? તેઓને જે જોઈએ છે તે હવે આગામી 72 કલાકમાં મળી જશે તેની ખાતરી શું છે?.