/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/delhi-ordinance-4.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
Mansoon Session 2023 : કેન્દ્રીય કેબિનેટે મંગળવારે તે બિલને મંજૂરી આપી દીધી છે જેને દિલ્હીમાં સેવાઓના નિયંત્રણના બદલે કેન્દ્રીય અધ્યાદેશના રૂપમાં લાવવામાં આવ્યું છે. આ અધ્યાદેશ 19 મે ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ અધ્યાદેશમાં સુપ્રીમ કોર્ટના આદેશોને પલટાવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં દિલ્હી સરકારને સેવાના મામલામાં કાર્યકારી અધિકાર આપ્યા હતા. આ આદેશોમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ પણ સામેલ છે.
આ ચોમાસુ સત્રમાં હવે કેન્દ્ર સરકાર તેને સંસદમાં રજૂ કરી શકે છે. કેન્દ્રીય કેબિનેટે મંગળવારે એક બિલને મંજૂરી આપી દીધી છે જે દિલ્હીમાં ગ્રુપ-એ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે ઓથોરિટી બનાવવા માટે જાહેર કરવામાં આવેલા અધ્યાદેશનું સ્થાન લેશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સિવાયની સેવાઓનું નિયંત્રણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી ચૂંટાયેલી સરકારને સોંપ્યાના એક સપ્તાહ બાદ 19 મેના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વિવાદાસ્પદ દિલ્હી અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ અધ્યાદેશથી ડીએએનઆઈસીએસ કેડરના ગ્રુપ-એ અધિકારીઓની બદલી અને શિસ્તભંગની કાર્યવાહી માટે રાષ્ટ્રીય રાજધાની સિવિલ સર્વિસીસ ઓથોરિટીની સ્થાપનાની સુવિધા આપવામાં આવી હતી.
આ પણ વાંચો - યમુના પછી હવે હિંડન નદી બતાવી રહી છે રૌદ્ર રૂપ! નોઇડામાં સેંકડો કાર ડૂબી ગઈ
11 મેના રોજ સર્વોચ્ચ અદાલતના ચુકાદા પહેલા, દિલ્હી સરકારના તમામ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ્સ લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યકારી નિયંત્રણ હેઠળ હતા. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અધ્યાદેશ સામે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેન્દ્રએ દિલ્હીની જનતા સાથે છેતરપિંડી કરી છે. અધ્યાદેશના વિરોધમાં કોંગ્રેસ અને અન્ય ઘણા વિરોધ પક્ષો પણ સામે આવ્યા છે.
કેજરીવાલે પક્ષશાસિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વિપક્ષી શાસિત મોટાભાગના રાજ્યોની મુલાકાત લીધી હતી અને વિરોધ પક્ષના નેતાઓને મળીને અધ્યાદેશ સામે તેમનું સમર્થન માંગ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટ અને દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે જેમણે મને ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us