/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahatma-gandhi-quotes-2.jpg)
શહીદ દિવસ, મહાત્મા ગાંધીના સુવિચારો, photo- wikipedia
Martyrs' Day ( Shaheed Diwas ) 2024 quotes in Gujarati: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો આપ્યો છે. તેમના બનાવેલા પથ પર લાખો લોકો ચાલી રહ્યા છે. મહાત્મા ગાંધીએ જીવનમાં અપનાવવા જેવા વ્રતો પણ આપ્યા છે. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક સુવાક્યો, સુત્રો, સંદેશાઓ આપ્યા છે. આજે શહીદ દિવસે મહાત્મા ગાંધીએ આપેલા સુવિચારોના કેટલાક અંસ અહીં આપવામાં આવ્યા છે.
Martyrs Day, શહીદ દિવસ : મહાત્મા ગાંધીના સુવિચારો
અહિંસા નો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો
જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા
ચારિત્ર્ય શુદ્ધિ એ સમગ્ર જ્ઞાન પ્રાપ્તિ નું ધ્યેય હોવું જોઈએ
ક્રોધ ને જીતવામાં મૌન જેવુ બીજું કોઈ સહાયક નથી
જીવો એમ કે કાલે મારી જવાનું ય અને શીખો એવિ રીતે કે કાયમ જીવવાનું હોય
દુર્બળ એ ક્યારેય માફ નથી કરી શકતા. માફી એ શક્તિશાળી નું શસ્ત્ર છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahatma-gandhi-quotes-1.jpg)
સ્ત્રીનું અસલ આભૂષણ એ તેનું ચરિત્ર છે, તેણીની શુદ્ધતા છે
તમે મને કેદ કરી શકો છે. તમે મને ત્રાસ આપી શકો છો. તમે મને મારી શકો છો પરંતુ તમે ક્યારેય મારા મન ને બાંધી શકતા નથી.
કોઈ વસ્તુમાં વિશ્વાસ કરવો, અને તેને જીવવું નહીં, તે અપ્રમાણિક છે
દુનિયામાં જે બદલાવ માગતા હો તે પોતાનામાં લાવો
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે, તે જેવું વિચારે છે તેવો બની જાય છે
નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય
મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે, સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન.
મારી અનુમતિ વિના કોઈ પણ મને ઠેસ નથી પહોંચાડી શકતો
આત્મવિશ્વાસ નો એક જ અર્થ થાય છે પોતાના કામ માં અતૂટ શ્રદ્ધા
જેઓ પોતે કંઈ કરી શકતા નથી તે બીજાની નિંદા કરે છે
હું વિશ્વના તમામ મહાન ધર્મોના મૂળભૂત સત્યમાં વિશ્વાસ કરું છું
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 30 જાન્યુઆરી : મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, હરિયાળી ક્રાંતિના પિતા કોને કહેવાય છે?
આપણી જિંદગી માં જો જવાબદારીઓ અને જોખમો ન હોય તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ના હોત!
ધૈર્ય નો નાનો એવો હિસ્સો પણ એક લાખ ઉપદેશ કરતા શ્રેષ્ઠ છે
વિશ્વાસ એક સદગુણ છે, અવિશ્વાસ એ નબળાઈની જનેતા છે
સત્કર્મ નું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahatma-gandhi-quotes-3.jpg)
વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે , તે જેવું વિચારે છે ,તેવો બની જાય છે
સ્વયં ને જાણવાનો શ્રેષ્ઠ તરીકો છે ,સ્વયં ને બીજા ની સેવામાં ડુબાવી દેવો
જ્યારે પણ તમારો સામનો કોઈ વિરોધી થી થાય, તેને પ્રેમ થી જીતો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us