/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-victim-5.jpg)
પ્રતિકાત્મક ફોટો (જનસત્તા)
Rape Attempted Teacher Mathura : યુપીના મથુરાથી શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. તેણે તેના કપડા ઉતાર્યા અને તેની સામે ઉભો રહ્યો અને પછી તેની સાથે બળજબરી કરવા લાગ્યો. જ્યારે પીડિતાએ તેના પરિવારને આ વિશે જણાવ્યું ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. આ પછી ક્લાસમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જેમાં આ મામલો સામે આવ્યો. આજતકના રિપોર્ટ અનુસાર, સીસીટીવી ફૂટેજમાં ટીચરને ક્લાસની અંદર કપડા વગર જોઈ શકાય છે. તે વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ રેપનો પ્રયાસ કરનાર આરોપી ફરાર થઈ ગયો છે. હાલમાં પીડિતાએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના કોસીકલન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બની હતી.
વાસ્તવમાં 9મા ધોરણની વિદ્યાર્થીની શાળાએ જવાની ના પાડી રહી હત. તે બે દિવસથી શાળાએ પણ ગઈ ન હતી. પરિવારે તેને શાળાએ જવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તે ગભરાઈ ગઈ અને તેણે શાળાએ જવાની ના પાડી. આ પછી જ્યારે યુવતીના પરિવારે તેને કારણ પૂછ્યું તો તેણે જે કહ્યું, તેનાથી ઘરના બધા જ ચોંકી ગયા.
વિદ્યાર્થીનીએ શિક્ષક પર બળાત્કારનો આરોપ લગાવ્યો
પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, શાળાના એક શિક્ષકે તેના પર બળજબરી કરી, તે તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું નામ ગોવિંદ છે. વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યું કે, 6 નવેમ્બરે જ્યારે તે ક્લાસમાં હતી ત્યારે ટીચરે તેની સામે કપડા ઉતારી દીધા હતા. આ પછી તેણે મારી સાથે અશ્લીલ હરકતો કરી. વિદ્યાર્થીનીની વાત સાંભળીને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેઓ તેના શબ્દો પર વિશ્વાસ કરી શક્યા નહીં. આ પછી તે સ્કૂલ પહોંચ્યા અને પ્રિન્સિપાલને બધી વાત કહી. આ પછી ક્લાસમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -
સીસીટીવીમાં ખુલાસો થયો કે, વિદ્યાર્થીનીની વાતમાં સત્ય હતું. વીડિયોમાં જોવા મળે છે કે, શિક્ષક વિદ્યાર્થીનીથી બે ડગલાં દૂર ઊભો છે. તેણે કપડાં પહેર્યા નથી. તે વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે. વિદ્યાર્થીની પોતાની જાતને તેના ચુંગાલમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. તેણી તેની સામે તેના હાથ જોડી દે છે. આ પછી આરોપીએ એસિડથી સળગાવી દેવાની ધમકી આપી હતી. હાલમાં આરોપી ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us