ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધીના સૌથી નજીકના લોકોમાં ગણાય છે. પટેલ ગાંધીના અનુયાયી હતા. પટેલને ભારતીય રાજનીતિમાં સ્થાપિત કરવાનો શ્રેય ગાંધીજીને જ અપાય છે. મૌલાના આઝાદ તેમની બુક “ઇન્ડિયા વિંગ્સ ફ્રીડમ”માં લખે છે, “આ ગાંધીજી હતા, જેમણે તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય બનાયા, 1931માં કોંગ્રેસ અધ્યક્ષ બનાયા”
પટેલે મુસલમાનોની હત્યાનો કર્યો ઇન્કાર
ભારત-પાકિસ્તાન વિભાજન પછી સીમા દરમિયાન બંને તરફ ખૂબ જ રક્તપાત થયો હતો. પાકિસ્તાનમાં હિંદુઓની સાથે અત્યાચાર થયો હતો. ભારતમાં મુસલમાનોની સાથે હિંસા થઇ હતી. દેશની રાજધાની દિલ્હી પણ આમ અછૂત રહી ન હતી. ગૃહમંત્રી હોવાના નાતે એના પર કાબૂ મેળવાની જવાબદારી પટેલના હિસ્સે હતી, પરંતુ મહાત્મા ગાંધી સરદાર પટેલની કાર્યવાહીથી સંતુષ્ટ હતા નહીં.
હત્યા અને આગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ગાંધીએ પટેલને પૂછ્યું કે આવા પ્રકારના ઘર્ષણ રોકવા માટે શું કરીશું. સરદાર પટેલે તેમને આશ્વત કરવાની કોશિષ કરતા કહ્યું કે, જે સૂચનાઓ તમને મળી રહી છે, એ સંપૂર્ણ રીતે અતિશયોક્તિપૂર્ણ છે, મુસલમાનો માટે ચિંતા કે ભયની વાત નથી.
પિયુષ બબેલેની બુક નહેરુ મિથક અને સત્યમાં મૌલાના આઝાદની ચર્ચિત બુક “ઇન્ડિયા વિંગ્સ ફ્રીડમ”ને ટાંકી એક મહત્વપૂર્ણ બેઠકનો ઉલ્લેખ કર્યો છે. એ બેઠકમાં નહેરુ, ગાંધી, પટેલ અને મૌલાના સામેલ હતા.
મૌલાના લખે છે, ” મને સારી રીતે એક અવસર યાદ છે કે જયારે અમે 3 લોકો ગાંધીજીની સાથે બેઠા હતા, જવાહરલાલ નહેરુએ દુઃખ સાથે કહ્યું કે તે દિલ્હીમાં આવી પરિસ્થિતિ સહન કરી શકતા નથી, જ્યાં મુસ્લિમો નાગરિકોને કુતરા બિલાડીની જેમ મારવામાં આવી રહ્યા હોય… પટેલે ગાંધીને કહ્યું કે જવાહરલાલની ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી છે.
ગાંધીને પટેલનો જવાબ
પટેલના જવાબથી ગાંધીને સંતોષ ન હતો. આખરે તેમણે ઉપવાસનો નિર્ણય લીધો. 12 જાન્યુઆરી 1948એ શરૂ થયેલા એ ઉપવાસ, ગાંધીના આખરી ઉપવાસ સાબિત થયા. ગાંધીના આ નિર્ણયથી પટેલ નારાજ હતા. 12 જાન્યુઆરીની સાંજે ચારેય નેતાઓ મળ્યા, પટેલે ગાંધીના ઉપવાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “ગાંધીજી એવું કરે છે જાણે મુસલમાનોની હત્યા માટે સરદાર પટેલ જ જવાબદાર હોય”
એના જવાબમાં ગાંધીએ કહ્યું કે, ” હું ચીનમાં નથી, દિલ્હીમાં છું, મેં મારી આંખો કે કાન ગુમાવ્યા નથી છે. જો તમે મને આંખે દેખેલી કે કાને સાંભળેલી પર અવિશ્વાસ કરવા કહેશો અને કહેશો કે મુસલમાનો માટે ચિંતાની કોઈ વાત નથી તો નિશ્ચિત્ત રીતે ન તો તમે મને કઈ સમજાવી શકો છો ન તો હું તમને કઈ સમજાવી શકું છું.” અનુસાર મૌલાના ગાંધીનો આ જવાબ સાંભળી પટેલ એના પર ગુસ્સે થયા હતા, નહેરુ અને મૌલાનાએ પટેલના આ વ્યવહારનો વિરોધ કર્યો.
‘પટેલની વિરુદ્ધ હતા ગાંધીજીના ઉપવાસ’
પીયૂષ બબેલેની બુકમાં મૌલાનાએ વક્તવ્યનો ઉલ્લેખ મળે છે, જેના મુજબ ગાંધીનો છેલ્લો ઉપવાસ પટેલની વિરુદ્ધ હતો, મૌલાના લખે છે કે, “ગાંધીજીએ કહ્યું કે તેમણે દેશના મુસલમાનોને તેમની આંખોની સામે મારી નાખતા જોયા હતા, આ ત્યારે થઇ રહ્યું છે જયારે તેમના પોતાના વલ્લભ ભાઈ ભારત સરકારના ગૃહમંત્રી છે અને રાજધાનીની કાનૂન વ્યવસ્થા માટે જવાબદાર છે.
‘પટેલ મુસલમાનોને સંરક્ષણ આપવામાં નાકામ રહ્યા હતા, પરંતુ તેમણે આ વિષે કરેલી ફરિયાદો ઉપરછલ્લી રીતે બરતરફ કરી દીધી હતી. ગાંધીએ કહ્યુ કે તેમની પાસે ઉપવાસ સિવાય કોઈ બીજો રસ્તો રહ્યો નથી. નક્કી કાર્યક્રમ મુજબ ઉપવાસ શરૂ થયા, એક તરફ જો જોઈએ તો તેમનો ઉપવાસ સરદાર પટેલની વિરુદ્ધ હતા અને પટેલ વાતને સારી રીતે જાણતા હતા.