મજદૂર જોડો યાત્રા : પંજાબમાં ખેડૂત બાદ હવે મજૂરોએ શરૂ કર્યું આંદોલન, જાણો શું તેમની માંગણીઓ

Mazdoor Jodo Paidal Yatra: ખેડૂત બાદ હવે મજૂરોએ મજદૂર જાડો પગપાળા આંદોલન કર્યું છે. આ આંદોલન ભૂમિહીન ખેડૂતો અને દૈનિક મંજૂરી મેળવતા મજૂરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જે મોટાભાગે દલિત સમુદાયમાંથી આવે છે. આ યાત્રા હાલમાં જલંધર, હોશિયારપુર અને મોગા જેવા જિલ્લાઓમાં ચાલી રહી છે.

Written by Ajay Saroya
February 24, 2024 12:02 IST
મજદૂર જોડો યાત્રા : પંજાબમાં ખેડૂત બાદ હવે મજૂરોએ શરૂ કર્યું આંદોલન, જાણો શું તેમની માંગણીઓ
Mazdoor Jodo Paidal Yatra : પંજાબમાં જમીન વિહોણા મજૂરોએ જમીન, ઘર, સારું વેતન અને દેવા માફી માટે તેમના અધિકારોની માંગણી માટે ગામડે ગામડે પગપાળા ચાલવાનું શરૂ કર્યું છે. ( (Express Photo by Divya Goyal))

(દિવ્યા ગોયલ) Mazdoor Jodo Paidal Yatra : પંજાબના ખેડૂતો હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશવા માંગે છે. આ દરમિયાન પંજાબના ભૂમિહીન મજૂરોએ પણ વિરોધ શરૂ કર્યો છે. ભૂમિહીન મજૂરોએ મજદૂર પૈદલ જોડો યાત્રા શરૂ કરી છે. આ યાત્રામાં મજૂરો પગપાળા કે સાયકલ પર એક ગામથી બીજા ગામ જઈને સમર્થન એકત્ર કરી રહ્યા છે.

મજદૂર જોડો પૈદલ યાત્રા કોણે શું કરી?

ભૂમિહીન ખેડૂતો અને દૈનિક મજૂરી મેળવતા મજૂરો મોટાભાગે દલિત સમુદાયમાંથી આવે છે. તે જમીન માલિકીના અધિકારો, તેમનું ઘરનું ઘર, લોન માફી, વાજબી વેતન અને જાતિ આધારિત ભેદભાવને સમાપ્ત કરવા સહિત ઘણી માંગણીઓ કરી રહ્યા છે. પૈદલ મજદૂર યુનિયન, પંજાબ અને જમીન પ્રાપ્તિ સંઘર્ષ સમિતિ વગેરે જેવા સંગઠન એક સાથે મળીને પ્રદર્શન કરી રહ્યા છે.

Mazdoor Jodo Paidal Yatra | Mazdoor Jodo Yatra | Mazdoor andolan | Punjab | Mazdoor | Pendu Mazdoor Union
Mazdoor Jodo Paidal Yatra : મજૂદર આંદોલનમાં સામેલ સંગઠનોએ 11 માર્ચે રાજ્યવ્યાપી રેલ રોકોનું આહ્વાન કર્યું છે. ( (Express Photo by Divya Goyal))

મજદૂર પગપાળા જોડો યાત્રા હાલમાં જલંધર, હોશિયારપુર અને મોગા જેવા જિલ્લાઓમાં ચાલી રહી છે. આ દરમિયાન, યુનિયનોએ 11 માર્ચે રાજ્યવ્યાપી રેલ રોકોનું આહ્વાન કર્યું છે. પૈદલ મજદૂર યુનિયનના પ્રેસ સેક્રેટરી કાશ્મીર સિંહ ઘોશોરે જણાવ્યું હતું કે, “ભૂમિહીન અને દલિત મજૂરો અને અન્ય વંચિત વર્ગો પગપાળા અથવા તેમની સાયકલ પર વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે, પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. ઘણા એવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યા છે જેના પર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.

મજદૂર આંદોલન કર્તાઓની માંગણી

કાશ્મીર સિંહ ઘોષરે કહ્યું, “અમારી મુખ્ય માંગણીઓમાં જમીનના અધિકાર અને ઘરની માલિકીનો સમાવેશ થાય છે. પંજાબ લેન્ડ સીલિંગ એક્ટ મુજબ, એક પરિવાર 17.5 એકરથી વધુ ખેતીની જમીન ધરાવી શકે નહીં. આમ, જમીન વિહોણા વચ્ચે વિતરણ કરવા માટે સરકારને વધારાની જમીન આપવી પડશે.

પંજાબ સરકારની મેરા ઘર – મેરે નામ યોજના હેઠળ એવું વચન આપવામાં આવ્યું હતું કે ગામડાઓની લાલ દોરા હદમાં ક્લસ્ટર વસાહતોમાં રહેતા તમામ એસસી પરિવારોને તેમના મકાનોની માલિકી આપવામાં આવશે, પરંતુ આજ સુધી રજિસ્ટ્રીમાં કરવામાં આવ્યું નથી. માત્ર અમીરો જ નહીં, પરંતુ અમારા જેવા ગરીબોનો પણ જમીન અને મકાન પર સમાન અધિકાર છે.

આ પણ વાંચો | આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ, ઉત્તરાખંડની જેમ યુસીસી લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું

મજદૂરોની અન્ય માંગણીમાં 1957માં અખિલ ભારતીય શ્રમ સંમેલનમાં લેવાયેલા નિર્ણય અનુસાર તેમના દૈનિક વેતનમાં લઘુત્તમ રૂ. 1,000નો વધારો, રવિવારે સાપ્તાહિક રજાનો અધિકાર, સરકારી અને સહકારી સહિતની તમામ લોન માફીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાનગી સંસ્થાઓ અને પંચાયતની એક તૃતીયાંશ જમીન પરના અધિકારો માટે પણ માંગણી કરવામાં આવી છે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ