Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામાજિક કાર્યકર્તા મેઘા પાટક જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી સાથે ચાલતા મેઘા પાટકર દેખાયા હતા. આ તસવીરો સામે આવ્યા બાદ ગુજરાતની રાજકીય દુનિયામાં પણ એક ગરમાવો આવી ગયો હતો.
ભાજપ દ્વારા ગુજરાતમાં 1 ડિસેમ્બરે થનારા 89 મત વિસ્તારોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓની સાથે પોતાનું મેગા અભિયાન શરુ કરવાની સાથે પાર્ટીએ પાટકર સાથે જોડાવા માટે રાહુલ ગાંધી પર હુમલો કરવાની દરેક તકનો ઉપયોગ કર્યો. ભાજપનું કહેવું છે કે આનાથી જાણી શકાય છે કે રાહુલ ગાંધી પણ મેઘા પાટકરની જેમ ગુજરાત અને ગુજરાતીઓના વિરોધી છે.
મેઘા પાટકરે પોતાના નર્મદા બચાવો આંદોલનના માધ્યમથી ગુજરાતની સરદાર સરોવર પરિયોજના વિરુદ્ધ આંદોલનનું નેવૃત્વ કર્યું હતું. આ પરિયોજનાને ગુજરાત વિકાસનું કેન્દ્ર બિન્દુ બનાવવા સાથે નરેન્દ્ર મોદીના પાટકરને આ પ્રોજેક્ટ મોડો પડવાનું કારણ ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી ગુજરાત અને ગુજરાતીઓ વિરોધી
રાહુલ ગાંધીની મેઘા પાટકર સાથેની તસવીરોને શેર કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે “કોંગ્રેસ અને રાહુલ ગાંધી વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે પોતાની દુશ્મની દેખાડી છે. મેઘા પાટકરે પોતાની યાત્રામાં કેન્દ્રીય સ્થાન જોઈને રાહુલ ગાંધીએ દેખાડ્યું કે તેઓ એ તત્વોની સાથે ઊભા છે જેમણે દશકો સુધી ગુજરાતીઓને પાણીથી વંચીત રાખ્યા છે. ગુજરાત આને સહન નહીં કરે.”
શનિવારે વલસાડમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટકરનું નામ લીધા વગર જ ટ્વીટ કર્યું હતું કે “વિપક્ષના ગુજરાત વિરોધી એજન્ડાને વ્યાપક રૂપથી નકારવામાં આવી રહ્યા છે.”