જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીએ એક મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો છે. મહબુબા પૂંછ જિલ્લાના પ્રવાસે હતા અને તેમણે નવગ્રહ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં તેમણે દરેક ભાગને જોયા હતા અને ત્યા યશપાલ શર્માની પ્રતિમા પર ફૂલ ચડાવ્યા હતા.
મહબુબા મુફ્તીએ જે નવગ્રહ મંદિર ગયા છે તેનું નિર્માણ પીડીપીના પૂર્વ એમએલસી યશપાલ શર્માએ કરાવ્યું હતું. મંદિરની અંદર યશપાલ શર્માની પ્રતિમા પણ લગાવવામાં આવી છે.
મહબુબા મુફ્તીના જળાભિષેક કરવા પર બીજેપીએ તેમના પર પ્રહાર કર્યો છે. બીજેપીએ મહબુબા મુફ્તીના આ પગલાને નૌટંકી ગણાવી છે. બીજેપીના પ્રદેશ પ્રવક્તા રણવીર સિંહે કહ્યું કે આ પીડીપી પ્રમુખની એકમાત્ર નૌટંકી છે. 2008માં મહબુબા મુફ્તી અને તેમની પાર્ટીએ અમરનાથજી શ્રાઇન બોર્ડને ભૂમિ આપવાનો વિરોધ કર્યો હતો. મહબુબા મુફ્તીની પાર્ટીએ તીર્થયાત્રીઓના નિર્માણ માટે શ્રાઇન બોર્ડને ભૂમિની અસ્થાયી હસ્તાંતરણની મંજૂરી આપી ન હતી.
પ્રદેશ પ્રવક્તાએ રણવીર સિંહે કહ્યું કે મહબુબા મુફ્તીની નૌટંકીથી કશુ મળવાનું નથી. જો રાજનીતિક નૌટંકી ફેરફાર લાવી શકે તો આજે જમ્મુ કાશ્મીર સમૃદ્ધિનો આર્કિડ હોત.
મહબુબા મુફ્તીનો મંદિર જવાનો વિરોધ મુસ્લિમ ધર્મગુરુ પણ કરી રહ્યા છે. દેવબંદના મૌલાના અસદ કાસમીએ કહ્યું કે મહબુબાએ જે કર્યું તે યોગ્ય નથી. તે ઇસ્લામની વિરુદ્ધ છે.
થોડાક દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે પાછલી સરકારોમાં આતંકવાદીઓ અને તેમના પરિવારને નોકરી આપવામાં આવી હતી. તેના પર પલટવાર કરતા મહબુબા મુફ્તીએ કહ્યું કે આ અમારી પરંપરા નથી પણ ગુંડાઓને રોજગાર આપવો ઉત્તર પ્રદેશમાં એક પ્રથા હોઇ શકે છે. એલજી સાહેબ ઉત્તર પ્રદેશથી આવ્યા છે અને ત્યાંના પોતાના અનુભવ વિશે બોલી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં માફિયા અને ગુંડાને નોકરી આપવાની પરંપરા હોઇ શકે છે પણ અમારી પરંપરા નથી.