અમૃત કળશ યાત્રાનો હેતુ અને ઉદ્દેશ્ય શું છે? દેશના બધા રાજ્યોમાંથી 20 હજારથી વધુ યાત્રીઓ પહોંચ્યા દિલ્હી

Meri Maati Mera Desh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 'મેરી માટી મેરા દેશ' અભિયાન કાર્યક્રમના સમાપન સમારોહમાં ભાગ લેશે. દિલ્હીના વિજય ચોક અને કર્તવ્ય પથ પર યોજાનારા આ બે દિવસીય કાર્યક્રમમાં 766 જિલ્લાના 7,000 બ્લોક્સના અમૃત કળશ યાત્રીઓ ઉપસ્થિત રહેશે

Meri Maati Mera Desh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 'મેરી માટી મેરા દેશ' અભિયાન કાર્યક્રમના સમાપન સમારોહમાં ભાગ લેશે. દિલ્હીના વિજય ચોક અને કર્તવ્ય પથ પર યોજાનારા આ બે દિવસીય કાર્યક્રમમાં 766 જિલ્લાના 7,000 બ્લોક્સના અમૃત કળશ યાત્રીઓ ઉપસ્થિત રહેશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
amrit kalash yatra | Meri Maati Mera Desh

મેરી માટી મેરા દેશ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી અમૃત કળશ યાત્રાનું એક પ્રતિનિધિમંડળ શનિવારે નવી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પહોંચ્યું હતું. (તસવીર- એએનઆઈ)

Amrit Kalash Yatra : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 'મેરી માટી મેરા દેશ' અભિયાન કાર્યક્રમના સમાપન સમારોહમાં ભાગ લેશે. દિલ્હીના વિજય ચોક અને કર્તવ્ય પથ પર યોજાનારા આ બે દિવસીય કાર્યક્રમમાં 766 જિલ્લાના 7,000 બ્લોક્સના અમૃત કળશ યાત્રીઓ ઉપસ્થિત રહેશે. સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 'મેરી માટી મેરા દેશ' અભિયાનના અંતિમ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં એક સ્વાયત્ત સંસ્થા – મેરા યુવા ભારતની શરૂઆત પણ થશે, જે યુવાનોની આગેવાની હેઠળના વિકાસ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યુવાનોને વિકાસના "સક્રિય સંચાલક" બનાવવામાં મદદ કરશે.

Advertisment

કાર્યક્રમ દ્વારા યુવાનો પર ફોક્સ

મંત્રાલયે જણાવ્યું હતું કે આ સ્વાયત્ત સંસ્થાનો ઉદ્દેશ યુવાનોને સમુદાયિક પરિવર્તન એજન્ટ અને રાષ્ટ્ર નિર્માતાઓ બનવા માટે પ્રેરિત કરવાનો છે. જેનાથી તે સરકાર અને નાગરિકો વચ્ચે યુવા સેતુના રૂપમાં કાર્ય કરી શકે.

આ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 12 માર્ચ, 2021 ના રોજ શરૂ થયેલા બે વર્ષ લાંબા અભિયાન 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના સમાપનનું પ્રતીક હશે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' થી અત્યાર સુધીમાં દેશભરમાં બે લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્સાહપૂર્ણ જનભાગીદારી રહી છે.

કર્તવ્ય પથ અને વિજય ચોક ખાતે આ કાર્યક્રમ યોજાશે

દેશના તમામ રાજ્યોમાંથી 20,000થી વધુ અમૃત કળશ તીર્થયાત્રીઓ આજે 'મેરી માટી મેરા દેશ' (એમએમએમડી)ના અંતિમ આયોજન માટે ટ્રેનો, બસો અને સ્થાનિક પરિવહન જેવા પરિવહનના વિવિધ માધ્યમો દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 30-31 ઓક્ટોબરના રોજ તેઓ કર્તવ્ય પથ અને વિજય ચોક ખાતે બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે. આ મુજબ આ અમૃત કળશ યાત્રીઓ બે કેમ્પ - ગુરુગ્રામમાં ધનચિરી કેમ્પ અને દિલ્હીમાં રાધા સ્વામી સત્સંગ બ્યાસ કેમ્પમાં રોકાશે.

Advertisment

આ પણ વાંચો - મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : 92 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના દળોએ જ કોંગ્રેસની પરેશાની વધારી

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના દર્શાવવાનો હેતુ

મંત્રાલયે જણાવ્યું હતું કે 30 ઓક્ટોબરના રોજ તમામ રાજ્યો પોત-પોતાના સંબંધિત બ્લોક્સ અને શહેરી સ્થાનિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના દર્શાવવા પોતાના'કળશ' માંથી માટીને એક વિશાળ 'અમૃત કળશ' માં નાખશે. અમૃત કળશમાં માટી નાખવાની વિધિ દરમિયાન દરેક રાજ્યની લોકપ્રિય કલા સ્વરૂપોને પ્રદર્શિત કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે.

દેશ માટે શહીદ થયેલા બહાદુર શહીદોને યાદ કરવામાં આવશે

મંત્રાલયે જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી જીવંત સાંસ્કૃતિક પ્રદર્શન સાથે એક જાહેર કાર્યક્રમ યોજાશે, જે તમામ માટે ખુલ્લો રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી મોદી અમૃત કળશ તીર્થયાત્રીઓ અને દેશને સંબોધિત કરશે. જેમાં ભારતને સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુરોને યાદ કરવામાં આવશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેના પ્રથમ તબક્કામાં, એમએમએમડી અભિયાન એક મોટી સફળતા બની હતી, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી 2.33 લાખથી વધુ શિલાલેખો બનાવવામાં આવ્યા હતા. લગભગ ચાર કરોડ પંચ પ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી અને દેશભરમાં બે લાખથી વધુ 'વીરોં કા વંદના' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વસુધા વંદના થીમ હેઠળ 2.36 કરોડથી વધુ સ્વદેશી રોપાઓ રોપવામાં આવ્યા છે અને 2.63 લાખ અમૃત વાટિકા બનાવવામાં આવી છે.

બીજા તબક્કામાં અમૃત કળશ યાત્રા દેશના દરેક ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતભરના ગ્રામીણ વિસ્તારોના છ લાખથી વધુ ગામો અને શહેરી વિસ્તારોના વોર્ડમાંથી માટી અને ચોખાના દાણા એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ગામમાંથી એકત્રિત કરવામાં આવેલી 'માટી' ને બ્લોક સ્તરે મિશ્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યની રાજધાનીમાં લાવવામાં આવી હતી અને ઔપચારિક વિદાય સાથે, હજારો અમૃત કળશને યાત્રાળુઓ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી નરેન્દ્ર મોદી PM Narendra Modi