Minority Scholarship Scam : શું છે લઘુમતી શિષ્યવૃત્તિ યોજનામાં કૌભાંડનો મામલો, કેમ 21 રાજ્યોમાં CBI કરી રહી છે તપાસ

Minority Scholarship Scheme Scam : લઘુમતી બાબતોના મંત્રાલયને આંતરીક તપાસમાં ગોટાળો થયાનું સામ આવ્યું, NSP હેઠળ લઘુમતી શિષ્યવૃત્તિ આપવા માટે કુલ 1572 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી. મંત્રાલયને તપાસમાં જાણવા મળ્યું કે, લગભગ 830 સંસ્થાઓ નકલી છે. સીબીઆઈએ તપાસ (CBI Investigation) શરૂ કરી.

Minority Scholarship Scheme Scam : લઘુમતી બાબતોના મંત્રાલયને આંતરીક તપાસમાં ગોટાળો થયાનું સામ આવ્યું, NSP હેઠળ લઘુમતી શિષ્યવૃત્તિ આપવા માટે કુલ 1572 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી. મંત્રાલયને તપાસમાં જાણવા મળ્યું કે, લગભગ 830 સંસ્થાઓ નકલી છે. સીબીઆઈએ તપાસ (CBI Investigation) શરૂ કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Sameer Wankhede, સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ, આર્યન ખાનથી ચર્ચામાં આવ્યા હતા પૂર્વ NCB ડિરેક્ટર

લઘુમતી શિષ્યવૃત્તિ યોજના કૌભાંડ મામલો (ફોટો - પ્રતિકાત્મક)

Minority Scholarship Scam : કેન્દ્રીય લઘુમતી મંત્રાલયની શિષ્યવૃત્તિ યોજનામાં થયેલી છેતરપિંડીનો પર્દાફાશ કરવા માટે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ આશરે 830 બોગસ સંસ્થાઓને 144 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2017 થી 2022 સુધી કાર્યરત હતી અને તે દરમિયાન આ યોજનામાં કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીબીઆઈએ બેંકના અજાણ્યા વ્યક્તિઓ, સંસ્થા અને અન્ય પક્ષકારો વિરુદ્ધ છેતરપિંડી, કાવતરું અને બનાવટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Advertisment

શું છે લઘુમતી શિષ્યવૃત્તિ યોજના કૌભાંડ કેસ?

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયમાં બનાવટીના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે મંત્રાલયને આ અંગેની જાણ થઈ તો, તેણે આંતરિક તપાસ પણ કરી. આંતરિક તપાસમાં શિષ્યવૃત્તિ યોજનામાં ગોટાળા થયાનું બહાર આવ્યું હતું. આ પછી 10 જુલાઈના રોજ સીબીઆઈ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી CBI એ કેસ નોંધ્યો અને અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે પણ શિષ્યવૃત્તિ યોજનામાં ગોટાળા અંગે નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, શિષ્યવૃત્તિ યોજના હેઠળના ભંડોળમાં અનિયમિતતાના ઘણા અહેવાલો હતા. આ પછી મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ સાથે મળીને આખી સ્કીમની ત્રીજા પક્ષ દ્વારા તપાસ કરાવી. NSP હેઠળ શિષ્યવૃત્તિ આપવા માટે કુલ 1572 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી હતી. મંત્રાલયને તપાસમાં જાણવા મળ્યું કે, લગભગ 830 સંસ્થાઓ નકલી છે.

21 રાજ્યોમાં તપાસ પહોંચી

મંત્રાલયના રિપોર્ટ અનુસાર, આ 830 નકલી સંસ્થાઓ 21 રાજ્યોમાં ફેલાયેલી છે. આસામમાં સૌથી વધુ નકલી સંસ્થાઓ છે (225), ત્યારબાદ કર્ણાટકમાં 162, ઉત્તર પ્રદેશમાં 154 અને રાજસ્થાનમાં 99 છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગની ગરબડ શાળા અને સંસ્થા કક્ષાએ થઈ છે. સૌથી વધુ નકલી અરજીઓ બંગાળમાંથી આવી છે. મંત્રાલયના મૂલ્યાંકન મુજબ, 2017 થી 2021 સુધી, કૌભાંડને કારણે લગભગ 144.33 કરોડનું નુકસાન થયું છે.

Advertisment

આ પણ વાંચો - Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી

કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી બાળકોને લાભ આપવામાં આવ્યો હતો. આ શિષ્યવૃત્તિનો લાભ દેશભરની લગભગ 1.80 લાખ સંસ્થાઓને આપવામાં આવી રહ્યો છે. મંત્રાલયે દાવો કર્યો છે કે, 65 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

ગુજરાતી ન્યૂઝ india Express Exclusive દેશ