મીરા રોડ મર્ડર કેસ : મનોજ સાને અને સરસ્વતીએ મંદિરમાં કર્યા હતા લગ્ન, ઉંમરમાં તફાવતના કારણે બોલતા હતા ખોટું

Mira Road Murder case : મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય મનોજ સાનેની પીડિતા સરસ્વતી વૈદ્યની હત્યા કરવા, લાશના ટુકડા કરવા અને ઉબાલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે

Mira Road Murder case : મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય મનોજ સાનેની પીડિતા સરસ્વતી વૈદ્યની હત્યા કરવા, લાશના ટુકડા કરવા અને ઉબાલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mira Road Murder case

આરોપી મનોજ સાને અને સરસ્વતી વૈદ્ય (Express Photo)

Mira Road Murder: મીરા રોડ મર્ડર કેસમાં પોલીસને મોટી માહિતી મળી છે. મુંબઈ પોલીસના ડીસીપી જયંત બઝબલેએ મીડિયાને જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં મનોજ સાને અને સરસ્વતી વૈદ્યના લગ્ન એક મંદિરમાં થયા હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાના લગ્નની જાણકારી સરસ્વતીની બહેનને આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉંમરના તફાવતને કારણે તેઓ લગ્નને લોકોથી છુપાવતા હતા. આરોપી મનોજ સાને પીડિતાથી 20 વર્ષ મોટો હતો.

Advertisment

આ મામલે ડીસીપી જયંત બઝબલેએ કહ્યું હતું કે 32 વર્ષીય સરસ્વતી વૈદ્યની હત્યા 56 વર્ષીય મનોજ સાનેએ કરી છે. પીડિતાની ત્રણેય બહેનોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. બહેનો સતત સરસ્વતીના સંપર્કમાં હતી તેથી તેમના નિવેદનો મહત્વપૂર્ણ છે. ફોરેન્સિક તપાસ બાદ પીડિતાના શરીરના અંગોને અંતિમ સંસ્કાર માટે બહેનોને સોંપવામાં આવશે.

અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે પીડિતા સરસ્વતી વૈદ્ય આરોપી મનોજ સાને સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી પરંતુ ડીસીપી જયંત બઝબલેએ જણાવ્યું હતું કે બંને પરિણીત છે. મહારાષ્ટ્રના થાણેમાં 56 વર્ષીય મનોજ સાનેની પીડિતા સરસ્વતી વૈદ્યની હત્યા કરવા, લાશના ટુકડા કરવા અને ઉબાલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - લિવ-ઈન-પાર્ટનરે ક્રૂરતાની હદ વટાવી, પ્રેમિકાની હત્યા કરી લાશ કરવતથી કાપી, શરીરના ટુકડા કુક્કરમાં ઉકાળ્યા

Advertisment

રિપોર્ટ અનુસાર સરસ્વતી વૈદ્ય અનાથ હતી. બુધવારે સાંજે મીરા રોડ સ્થિત તેના સાતમા માળના એપાર્ટમેન્ટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ડોલમાંથી શરીરના કેટલાક ભાગો મળી આવ્યા હતા. પોલીસે નોંધ્યું કે શરીરના કેટલાક ટુકડાઓ કૂકરમાં ઉકાળવામાં આવ્યા હતા. સાથે જ કેટલાક ભાગને મિક્સરમાં પીસી લેવામાં આવ્યા હતા.

એનડીટીવીના રિપોર્ટ અનુસાર અહમદનગરના અનાથાશ્રમમાં પીડિતા સરસ્વતી વૈદ્ય મોટી થઇ હતી. ત્યાંના એક કાર્યકર્તાએ કહ્યું કે સરસ્વતીએ તેમને કહ્યું હતું કે તે તેના કાકા સાથે રહે છે. તેણે કહ્યું હતું કે તેના કાકા મુંબઈમાં રહે છે. તે તેમની સાથે રહે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના કાકા કાપડના વેપારી છે અને તે ઘણા અમીર છે. આશ્રમના કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સરસ્વતીએ છેલ્લે બે વર્ષ પહેલાં અનાથાશ્રમની મુલાકાત લીધી હતી. તે સમયે તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી.

રિપોર્ટ પ્રમાણે મનોજ સાનેનું મુંબઈના બોરીવલીમાં એક ઘર છે. જ્યાં તેના પરિવારના કેટલાક સભ્યો રહે છે, પરંતુ તે અલગ રહેતો હતો. તે બોરીવલીમાં કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે પીડિતા મનોજ સાને જે દુકાનમાં કામ કરતો હતી ત્યાં પીડિતા હંમેશા જતી હતી. તેમની મિત્રતા 2014માં વધી અને તેઓએ 2016થી સાથે રહેવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ પહેલાં તેઓ મીરા રોડના એક ફ્લેટમાં રહેવા ગયાં હતાં. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

મહારાષ્ટ્ર ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ