Mizoram Election Result LIVE : મિઝોરમમાં ZPMને મળી બહુમત, CM જોરામથંગા આઈઝોલ પૂર્વ-1થી હાર્યા

Mizoram Election Result : મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. રાજ્યના સીએમ જોરામથંગા આઈઝોલ પૂર્વ-1 સીટથી હારી ગયા છે. ZPM ના ઉમેદવાર લલથનસાંગાએ જોરામથંગા સામે બે હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. આ એમએનએફ માટે મોટો ફટકો છે

Written by Ankit Patel
Updated : December 04, 2023 17:44 IST
Mizoram Election Result LIVE : મિઝોરમમાં ZPMને મળી બહુમત, CM જોરામથંગા આઈઝોલ પૂર્વ-1થી હાર્યા
મિઝોરમમાં જીત પછી ZPM ના કાર્યકર્તા વિક્ટરી સાઇન બતાવી રહ્યા છે (તસવીર - ડીડી)

Mizoram Assembly Election Results Live updates : મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) પાર્ટીએ બહુમત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. 40 વિધાનસભા સીટમાંથી ZPMએ 27 સીટો જીત મેળવી છે. સત્તામાં રહેલી એમએનએફને 10 સીટો પર જીત મળી છે. ભાજપને 2 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 1 સીટ મળી છે. ઉત્તર-પૂર્વીય રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. આ વખતે રાજ્યમાં કુલ 174 ઉમેદવારો મેદાનમાં હતા. અહીંની તમામ 40 બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું.

મિઝોરમ વિધાનસભા ચૂંટણી તમામ અપડેટ્સ

  • મિઝોરમના સીએમ જોરામથંગા આઈઝોલ પૂર્વ-1થી હાર્યા

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. રાજ્યના સીએમ જોરામથંગા આઈઝોલ પૂર્વ-1 સીટથી હારી ગયા છે. ZPM ના ઉમેદવાર લલથનસાંગાએ જોરામથંગા સામે બે હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. આ એમએનએફ માટે મોટો ફટકો છે.

  • ZPMને શરુઆતી વલણોમાં બહુમત

મિઝોરમમાં શરુઆતી વલણોમાં એમએનએફને ફટકો મળતો દેખાઈ રહ્યો છે. એમએનએફ 10 સીટો પર આગળ ચાલી રહી છે. તો નવી પાર્ટી ZPM 19 સીટો ઉપર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ ચાર સીટો ઉપર આગળ છે.

  • શરુઆતી વલણમાં MNFને ફટકો, ZPM 17 સીટોથી આગળ

મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતી વલણમમાં એમએનએફને ફટકો મળતો દેખાઈ રહ્યો છે. એમએનએફ 7 સીટો પર આગળ ચાલી રહી છે. જોકે નવી પાર્ટી ZPM 17 સીટો ઉપર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ ચાર સીટો ઉપર આગળ છે.

  • મિઝોરમની હોટ સીટની વાત કરીએ તો જોરમ પીપલ્સ મૂવમેન્ટના ઉપાધ્યક્ષ લાલથાનસાંગા આઈઝોલ-ઈસ્ટ-1 સીટ પર સીએમ જોરામથાંગા સામે ચૂંટણી લડી રહ્યા છે. જોરામ નેશનાલિસ્ટ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા સેરછિપ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તેમનો મુકાબલો MNF પાર્ટીના નવા આવેલા જે.

  • માલસાવમઝુઅલ વાંચવાંગ અને કોંગ્રેસના ઉમેદવાર આર. વાનલાતલુઆંગાના છે. હચ્ચેક વિધાનસભા સીટને મિઝોરમની હોટ સીટ પણ માનવામાં આવે છે. અહીંથી રાજ્યના વર્તમાન સ્પોર્ટ્સ મિનિસ્ટર રોબર્ટ રોમાવિયા રોયટે અને કોંગ્રેસના ધારાસભ્ય લાલરિંદિકા રાલ્ટે વચ્ચે ટક્કર છે.

  • આઇઝોલ વેસ્ટ-III સીટ પણ મિઝોરમની લોકપ્રિય સીટમાંથી એક છે. આ બેઠક પર મિઝોરમ નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ