MLA Salary : ઝારખંડના ધારાસભ્યોનો પગાર સૌથી વધુ અને સૌથી ઓછો કેરળમાં, જાણો ગુજરાતના ધારાસભ્યોને મહિને કેટલો પગાર અને ભથ્થા મળે છે?

MLA Monthly Salary : રાજ્ય સરકારો ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરે છે અને તેમાં સમયાંતરે મોંઘવારી પ્રમાણે વધારો થતો રહે છે. વિવિધ રાજ્યોના ધારાસભ્યોને કેટલો પગાર - ભથ્થા મળે છે જાણો વિગતવાર

MLA Monthly Salary : રાજ્ય સરકારો ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરે છે અને તેમાં સમયાંતરે મોંઘવારી પ્રમાણે વધારો થતો રહે છે. વિવિધ રાજ્યોના ધારાસભ્યોને કેટલો પગાર - ભથ્થા મળે છે જાણો વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mla monthly salary | gujarat mla salary allowance details | Gujarat legislative assembl | Gujarat news

ગુજરાત વિધાનસભા (એક્સપ્રેસ ફોટો)

Gujarat MLA Salary Allowance Details : દેશના નેતાઓ - સાંસદો અને ધારાસભ્યોના પગાર વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે તેના રાજ્યના ધારાસભ્યોના પગારમાં દર મહિને 40 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં દરેક ધારાસભ્યને દર મહિને 1.21 લાખ રૂપિયા પગાર મળશે. અત્યાર સુધી બંગાળના ધારાસભ્યો પગારના મામલે સમગ્ર દેશમાં નીચેથી ત્રીજા ક્રમે આવતા, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસે ધારાસભ્યોનો પગાર વધારતા બંગાળ હવે તળિયેથી 12માં સ્થાને પહોંચ્યું છે.

Advertisment

ધારાસભ્યોના પગાર કોણ નક્કી કરે છે?

રાજ્ય સરકારો પોતે જ તેમના ધારાસભ્યોના પગાર અને ભથ્થા નક્કી કરે છે. મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓને સામાન્ય ધારાસભ્યો કરતા વધુ પગાર મળે છે. ધારાસભ્યોના પગાર અને ભથ્થા પણ મોંઘવારી પ્રમાણે વધતા રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં, સમિતિ દ્વારા પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે.

ધારાસભ્યોના પગાર અને ભથ્થા

ધારાસભ્યોને પગાર ઉપરાંત તેમના મતવિસ્તારમાં કરેલા કાર્યો, સહાયકોની ભરતી અને ટેલિફોન બિલ માટે ભથ્થા પણ આપવામાં આવે છે. ઉપરાંત ધારાસભ્યો સરકારી આવાસ, દેશભરમાં મફત મુસાફરી, તબીબી સેવાઓ અને વાહનો ખરીદવા માટે લોન સહિતની વિવિધ સુવિધાઓનો ફાયદો મળે છે. ચાલો આપણે વિવિધ રાજ્યોમાં ધારાસભ્યોને મળેલા પગાર પર એક નજર કરીએ.

ઝારખંડના ધારાસભ્યોનો પગાર સૌથી વધુ, કેરળમાં સૌથી ઓછો

રાજ્ય વિધાનસભાઓ અને મીડિયા અહેવાલો અનુસાર, દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના પગારનું વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે ઓગસ્ટમાં એક સમિતિએ ધારાસભ્યોના પગારમાં વધારો કર્યા પછી ઝારખંડના ધારાસભ્યો હવે દર મહિને 2.9 લાખ રૂપિયાના પગાર માટે હકદાર છે. જો કે, આ વધારાને હજુ વિધાનસભાની મંજૂરી મળવાની બાકી છે.

Advertisment

ઝારખંડ પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે, આ રાજ્યના ધારાસભ્યનો પગાર માસિક 2.6 લાખ રૂપિયા છે. મહારાષ્ટ્ર બાદ તેલંગાણા અને મણિપુરના ધારાસભ્યોને 2.5 લાખ રૂપિયા પગાર મળે છે. ભારતમાં એવા 8 રાજ્યો છે, જેના ધારાસભ્યોને દર મહિને 2 લાખ રૂપિયાથી વધુ પગાર આપવામાં આવે છે.

પાંચ રાજ્યોમાં ધારાસભ્યોનો પગાર એક લાખથી ઓછો છે

જો આપણે સૌથી ઓછા પગારની વાત કરીએ તો દેશના 5 રાજ્યો એવા છે જ્યાં ધારાસભ્યોનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો છે. આવા રાજ્યોમાં પણ કેરળ સૌથી નીચે છે. કેરળમાં ધારાસભ્યને દર મહિને 70 હજાર રૂપિયા પગાર મળે છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં જ ગયા વર્ષે ધારાસભ્યોના પગારમાં 67 ટકાનો વધારો થયો છે, પરંતુ તેમ છતાં દિલ્હીના ધારાસભ્યો પગારની બાબતમાં નીચેથી ચોથા ક્રમે આવે છે.

ધારાસભ્યોના પગાર પાછળ ખર્ચ કરવામાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે

જો ધારાસભ્યોના પગાર પાછળના ખર્ચની વાત કરીયે તો તેમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે, કારણ કે ત્યાં 403 ધારાસભ્યો છે. દર વર્ષે રાજ્ય સરકાર ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યોને પગાર ચૂકવવા માટે 90.4 કરોડ રૂપિયા ખર્ચે છે. તો સૌથી ઓછો ખર્ચ પુડુચેરીનો છે, ત્યાં માત્ર 33 ધારાસભ્યો છે અને સરકાર તેના ધારાસભ્યોના પગાર પાછળ વર્ષે માત્ર 4.2 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.

કેરળ (140 ધારાસભ્યો), આસામ (126) અને પંજાબ (117) દેશની મોટી વિધાનસભાઓમાં સામેલ છે જ્યાં ધારાસભ્યોના પગાર પાછળ પ્રમાણમાં ઓછો ખર્ચ કરવામાં આવે છે. આ રાજ્યોમાં, રાજ્ય સરકાર પગાર પાછળ અનુક્રમે 11.8 કરોડ રૂપિયા, 12.1 કરોડ રૂપિયા અને 13.2 કરોડ રૂપિયા ખર્ચે છે.

ઝારખંડમાં 81 ધારાસભ્યો છે, જો ધારાસભ્યોના પગારમાં પ્રસ્તાવિત વધારો થાય છે તો રાજ્ય સરકારને તેમના પગાર ચૂકવવા માટે દર વર્ષે 28 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. મણિપુર સરકાર પોતાના 60 ધારાસભ્યોને પગાર ચૂકવવા માટે વાર્ષિક આશરે 18 કરોડ રૂપિયા ખર્ચે છે.

ગુજરાતના ધારાસભ્યોને પગાર કેટલો?

પ્રગતિશીલ ગુજરાત રાજ્યના ધારાસભ્યોની વાત કરીયે તો તેમને સરેરાશ 1.37 લાખ રૂપિયા પગાર મેળવે છે. જેમાં ગુજરાતના ધારાસભ્યોનો બેઝિક પગાર 78,800 રૂપિયા છે. મૂળ પગારના 34 ટકા લેખે મોંઘવારી ભથ્થુ 26700 રૂપિયા, 7000 રૂપિયા ટેલિફોન બિલ, 5000 રૂપિયા ટપાલ અને સ્ટેશનરી, 20000 રૂપિયા અંગત મદદનીશ ભથ્થુ ચૂકવાય છે. આમ ધારાસભ્યોનો કુલ સરેરાશ માસિક પગાર 1.37 લાખ રૂપિયા જેટલો થાય છે.

ધારાસભ્યોનો સરેરાશ માસિક પગાર 1.5 લાખ રૂપિયા

દેશના ધારાસભ્યોનો સરેરાશ પગાર મહિને 1.5 લાખ રૂપિયા છે. જો સાંસદોની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દરેક સંસદ સભ્ય પર દર મહિને 2.7 લાખ રૂપિયા ખર્ચે છે. બિહાર તેના ધારાસભ્યોને પગાર ચૂકવવાના સંદર્ભમાં 10મા ક્રમે છે, પરંતુ સરેરાશ આવક (માથાદીઠ આવક)ની દ્રષ્ટિએ આ રાજ્ય દેશમાં સૌથી નીચે છે.

west bengal ગુજરાતી ન્યૂઝ india politics ગુજરાત