scorecardresearch

માત્ર ગુજરાત નહીં, દરેક રાજ્યોને પોતાના બાળકની જેમ જોવે વડાપ્રધાનઃ મહારાષ્ટ્રના મોટા પ્રોજેક્ટ લઇ લેવા પર બોલ્યા MNS ચીફ રાજ ઠાકરે

MNS Chief Raj Thackeray on PM modi : પિંપરીમાં ડો ડી વાઈ પાટિલ વિશ્વવિદ્યાલય અને જગતિક મરાઠી એકેડમી દ્વારા આયોજિત 18માં જગતિક મરાઠી સમ્મેલમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે “વડાપ્રધાનએ દરેક રાજ્યો સાથે પોતાના બાળકોની જેમ વ્યવહાર કરવો જોઈએ.

MNS Chief Raj Thackeray
રાજઠાકરેની ફાઇલ તસવીર

Maharashtra Politics: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray)કરોડો ડોલરના પ્રોજ્ટને મહારાષ્ટ્રની બહાર લઈ જવા અંગે સીધા વડાપ્રધાન (PM Narendra Modi) નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન ગુજરાતના છે એટલા માટે તેમણે પોતાના રાજ્યને જ પ્રાથમિક્તા આપવી એ તેમના પદને અનુરુપ નથી.

MNS Chief રાજ ઠાકરેએ શું શું કહ્યું?

પિંપરીમાં ડો ડી વાઈ પાટિલ વિશ્વવિદ્યાલય અને જગતિક મરાઠી એકેડમી દ્વારા આયોજિત 18માં જગતિક મરાઠી સમ્મેલમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે “વડાપ્રધાનએ દરેક રાજ્યો સાથે પોતાના બાળકોની જેમ વ્યવહાર કરવો જોઈએ. તેમને સમાન અધિકાર આપવો જોઈએ. માત્ર એટલા માટે કે તેઓ ગુજરાતથી છે. એનો મતલબ એ નથી કે તેમણે ગુજરાતને પ્રાથમિક્તા આપવી જોઈએ. આ તેમના કદના અનુરુપ નથી.”

મહારાષ્ટ્ર અંગે ચિતા કરવાની કોઈ જરૂરત નથી

ઇન્ટરવ્યૂ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રની બહાર જનારા એક બે પ્રોજેક્ટથી રાજ્ય પર કોઈ ફર્ક નહીં પડે. આવું એટલા માટે કે મહારાષ્ટ્ર દરેક તબક્કે સમૃદ્ધ છે. આ અનેક મોરચાઓ પર અનેક રાજ્યોથી આગળ છે. મહારાષ્ટ્રના ભાગ્ય અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલું જ નહીં અમે જે કંઈપણ છીએ તેની રક્ષા કરી શકીએ તો પણ અમે બીજાથી ગણા આગળ રહીશું.

શિવસેના (UBT)એ રાજ ઠાકરેના નિવેદન પર પ્રહાર કર્યા છે

બીજી બાજુ વિરોધ પક્ષોએ રાજ ઠાકરેના નિવેદન પર પ્રહાર કર્યો કે ‘મહારાષ્ટ્રમાંથી એક કે બે પ્રોજેક્ટની રાજ્ય પર કોઈ અસર નહીં થાય’. શિવસેના (UBT)ના સાંસદ વિનાયક રાઉતે કહ્યું, ‘એવું લાગે છે કે રાજ ઠાકરેએ ભાજપની ‘સોપારી’ લીધી છે. આ એક-બે પ્રોજેક્ટની વાત નથી. ઓછામાં ઓછા પાંચ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી દૂર ગયા છે. રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રોજેક્ટ ખસેડવામાં આવ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજ ઠાકરે આવા નિવેદનો કરી રહ્યા છે.

શું છે ગુજરાત-મહારાષ્ટ્રને લગતો મામલો

MNS વડાનું આ નિવેદન ગત વર્ષની ઘટનાક્રમ તરફ ઈશારો કરતું હોય તેવું લાગી રહ્યું છે. તે સમયે, ભારતીય ખાણકામ જૂથ વેદાંત અને તાઈવાનની ઉત્પાદક કંપની ફોક્સકોનએ સંયુક્ત સાહસ માટે ગુજરાત સરકાર સાથે કરાર કર્યો હતો. ગુજરાત સરકાર રાજ્યમાં આ કંપનીઓ સાથે મળીને તેનું નવું સેમી કંડક્ટર યુનિટ સ્થાપશે. પીએમ મોદીએ કરાર (એમઓયુ)ને “ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ મહત્વકાંક્ષાઓને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું” ગણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં વિપક્ષોએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે

આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ. વિરોધ પક્ષોએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને PM મોદી પર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પ્રોજેક્ટને મહારાષ્ટ્રની બહાર ખસેડવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે MNS પ્રમુખ રાજ ઠાકરેનું નવું નિવેદન પણ સામે આવ્યું છે.

Web Title: Mns chief raj thackeray prime minister narendra modi maharashtra projects

Best of Express